ગુજરાત

gujarat

Gujarat Rain: વરસાદી બ્રેક બાદ હવામાન વિભાગે ફરી આગાહી, મેઘતાંડવના ભણકારા

By

Published : Jul 5, 2023, 12:49 PM IST

ગુજરાતમાં થોડા દિવસ સુધી મેઘરાજા વિરામ પર છે. ગુજરાતમાં થોડે ઘણે અંશે વરસાદની બ્રેક લાગી છે. આકાશ ખુલ્લું થતાં હવામાન સૂકું થયું છે. પરંતુ વરસાદી બ્રેક બાદ હવામાન વિભાગે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે. નિષ્ણાતોના મતે આવનારા 5 દિવસ ગુજરાતમાં મુશળધાર વરસાદ ખાબકશે.

વરસાદી બ્રેક બાદ હવામાન વિભાગે ફરી એકવાર ઘાતક આગાહી -
વરસાદી બ્રેક બાદ હવામાન વિભાગે ફરી એકવાર ઘાતક આગાહી -

વરસાદી બ્રેક બાદ હવામાન વિભાગે ફરી આગાહી, મેઘતાંડવના ભણકારા

અમદાવાદ:અમદાવાદમાં પણ સાત અને આઠ તારીખે ભારે વરસાદ થવાની શક્યતા છે. જોકે હાલ વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી હતી. વરસાદી બ્રેક બાદ હવામાન વિભાગે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે. નિષ્ણાતોના મતે આવનારા 5 દિવસ ગુજરાતમાં મુશળધાર વરસાદ ખાબકશે.

"રાજ્યમાં શુક્ર અને શનિવારે એમ બે દિવસ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી 5 દિવસની આગાહી વિશે વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો આગાહી પહેલાના બે દિવસ ભારે વરસાદ નહીં થાય. આ સાથે બે દિવસ બાદ 6 તારીખથી વરસાદ વધવાની શક્યતા છે".--ડો.મનોરમા મોહંતી (હવામાન વિભાગ)

વરસાદની આગાહી:જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો. વરસાદી તાંડવ બાદ ગુજરાતમાં વરસાદે થોડા સમય માટે બ્રેક મારી હતી. ત્યારે હવે ફરી થી હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે. આવનારા પાંચ દિવસોમાં સમગ્ર રાજ્યમાં હળવા તથા ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી બાદ સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે.જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મેઘરાજા ઘમરોળશે: દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી,દમણ અને દાદરા નગર હવેલીનાં વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. જેમાં પોરબંદર, જૂનાગઢ,અમરેલી,ગીર સોમનાથ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા વરસાદી મહોટ શાંત પડી ગયો છે પરંતુ હવે ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે અને આવનારા દિવસોમાં ગુજરાતને ફરી એકવાર મેઘરાજા ઘમરોળશે.

  1. Rajkot Rain: ગોંડલમાં પંથકમાં સાંબેલાધાર વરસાદ, દેરડી ગામમાં વગર વરસાદે પુર આવ્યું
  2. Surat News : અતિ વ્યસ્ત સુરત એસટી બસ ડેપોમાં કાદવનું રાજ, ફસાયેલી એસટી બસને કાઢવા ક્રેન આવી

ABOUT THE AUTHOR

...view details