ગુજરાત

gujarat

ETV Bharat / state

Kishan Bharvad Murder Case: કિશન ભરવાડ કેસના ત્રણ આરોપીઓને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા, કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા

ધંધૂકા કિશન હત્યા કેસમાં (Dhandhuka murder case) ત્રણ આરોપીઓને મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. ATS દ્વારા (Gujarat ATS) પકડાયેલા ત્રણેય આરોપી અલગ અલગ સ્થળના છે. ભાવનગર, રાજકોટ ,અને પોરબંદર માંથી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ATSએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, કોર્ટે 14 દિવસમાંથી 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

Kishan Bharvad Murder Case: કિશન ભરવાડ કેસના ત્રણ આરોપીઓને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા, કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા
Kishan Bharvad Murder Case: કિશન ભરવાડ કેસના ત્રણ આરોપીઓને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા, કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા

By

Published : Feb 3, 2022, 10:56 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં જેના પડઘા પડયા છે અને આખા પંથકમાં(Kishan Bharvad Murder Case ) ચકચાર જગાવનાર કિશન ભરવાડ હત્યા કેસમાં દિવસેને દિવસે નવા વળાંકો આવી રહ્યા છે. ATS એ પકડેલા વધુ ત્રણ આરોપીઓને આજે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં( Mirzapur Rural Court)રજૂ કર્યા હતા.

રિમાન્ડ મંજુર કર્યા

ત્રણેય આરોપી અલગ અલગ સ્થળના

ATS દ્વારા (Gujarat ATS) પકડાયેલા ત્રણેય આરોપી અલગ અલગ સ્થળના છે. ભાવનગર, રાજકોટ ,અને પોરબંદર માંથી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ATSએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, કોર્ટે 14 દિવસમાંથી 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. બચાવ પક્ષના વકીલ નિષેધ વૈદ્ય એ જણાવ્યું કે, ત્રણ આરોપીને રજૂ કરવામાં આવ્યા છે. ATS દ્વારા 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. બંને પક્ષની દલીલો સાંભળીને નામદાર કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

ATS તરફથી(Gujarat ATS) મુખ્યત્વે એવા મુદ્દા હતા કે જે આરોપીઓ પકડાયા છે તે ત્રણેય અલગ અલગ જગ્યા છે અને તપાસ દરમિયાન સહકાર આપતા નથી અને જે કઈ પણ જાણે છે તે પણ જણાવતા નથી એટલા માટે અમને રિમાન્ડની જરૂર છે. જ્યારે અમે અમારા પક્ષ તરફથી એવી રજૂઆત કરી છે કે, આરોપી રજૂ થયા છે તેમની પોલીસ દ્વારા ચાર-પાંચ દિવસથી ઇન્ટ્રોગેશન થઈ રહી છે. પરંતુ મોટો મુદ્દો હોવાના કારણે નામદાર કોર્ટે સાત દિવસના એટલે કે 10 તારીખ સુધીના 04:30 વાગ્યા સુધીના અંશતઃ રિમાન્ડ રજૂ કર્યા છે.

આ પણ વાંચોઃKishan Bharvad Murder Case: નવો ખુલાસો- લખનઉમાં TFI નામનું રજીસ્ટર્ડ સંગઠન ચલાવે છે કમરગની

ત્રણેય આરોપીઓ સામે ક્યાં ક્યાં આક્ષેપ છે?

  1. આરોપી રમિશ સામે એવો આક્ષેપ છે કે આ ગુનામાં પિસ્તોલ વપરાય છે તે દસ મહિના પહેલા વાયા વાયા રમેશ સુધી પહોંચી હતી.
  2. આરોપી મતીન સામે એવો આક્ષેપ છે કે જે બે મુખ્ય આરોપીઓ મર્ડર કર્યું હતું તેમણે મતીનને ફોન કરીને કીધું હતું કે કિશનનું મર્ડર કર્યું છે તે ગામમાં માહોલ કેવો છે.
  3. આરોપી હુસેન સાજન અણોદરા સામે એવો આક્ષેપ છે કે કિશનના મર્ડર પહેલા તેણે રેકી કરી હતી એટલા માટે તેને આ ગુનામાં ઇનવોલ કરવામાં આવ્યા છે.

આરોપીઓના નામ

1. મોહમ્મદ રમીઝ સલીમ સેતા
2.મહોમદ હુસેન કાસમ ચૌહાણ
3.મતીન ઉસમાણભાઈ મોદન
આ પણ વાંચોઃKishan Bharvad Murder Case : કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીનું તમામ અપડેટ એક ક્લિકમાં જાણો

ABOUT THE AUTHOR

...view details