ગુજરાત

gujarat

Jignesh Mevani Assam Case :આસામ પોલીસે જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી જાણો અતથી ઇતિ સુધી

By

Published : Apr 21, 2022, 3:40 PM IST

Updated : Apr 21, 2022, 6:18 PM IST

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે બુધવારે (assam Police Arrested Jignesh Mevani)મોડી રાત્રે ધરપકડ કરી છે. આસામમાં મેવાણી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને મળવા કોંગ્રેસના નેતાઓ એરપોર્ટ પર આવ્યા હતા. મેવાણીની ધરપકડ(Jignesh Mevani Assam Case) કરીને આસામ પોલીસ તેમને લઈ ગઈ છે.

Jignesh Mevani Assam Case :આસામ પોલીસે જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી જાણો અતથી ઇતિ સુધી
Jignesh Mevani Assam Case :આસામ પોલીસે જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી જાણો અતથી ઇતિ સુધી

અમદાવાદઃવડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની બુધવારે મોડી રાત્રે સર્કિટ હાઉસ ખાતેથી આસામ (Assam Police Arrested Jignesh Mevani) પોલીસે ટ્વીટના સંદર્ભ પર ધરપકડ કરી છે. આસામમાંમેવાણી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેને લઈને આસામ પોલીસે મેવાણીની ધરપકડ કરી છે. મેવાણીની ધરપકડ કરીને આસામ પોલીસ તેમને પાલનપુર સિટી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાંથી ટીમ મેવાણીને લઈને અમદાવાદ આવી હતી. જીજ્ઞેશ મેવાણીની ધરપકડને પગલે તેના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા એરપોર્ટ પર હોબાળોમચાવવામાં આવ્યો હતો. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને મળવા કોંગ્રેસના ઘણા નેતાઓ એરપોર્ટ પર હતા.

આ પણ વાંચોઃPM મોદી વિરુદ્ધ અનેક ટ્વીટ કરતા જીગ્નેશ મેવાણી વિરુદ્ધ આસામના એક વ્યક્તિએ કરી ફરીયાદ

જીજ્ઞેશ મેવાણી સામે કેસ દાખલ -આસામ પોલીસે બુધવારે મોડી રાત્રે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની (Jignesh Mevani Assam Case) ધરપકડ કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જેઓ "ગોડસેને ભગવાન માને છે. તેમણે ગુજરાતમાં કોમી અથડામણો સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જોઈએ. જેથી મેવાણી સામે કલમ 120B (ગુનાહિત કાવતરું), કલમ 153(A) (બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295(A), 504 (શાંતિનો ભંગ કરવા માટે ઇરાદાપૂર્વકનું અપમાન) અને ITની કલમો હેઠળ કેસ (Jignesh Mevani Tweet) દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃAssam Police Arrested Jignesh Mevani : આસામ પોલીસે શા માટે જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી, જૂઓ

ગુજરાતનુ રાજકારણ ગરમાયુ -વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Vadgam mla jignesh mevani)ની આસામ પોલીસે ધરપકડ કરતા ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓએ જિજ્ઞેશના સમર્થનમાં અને આસામ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આસામમાં જીગ્નેશ મેવાણી વિરુદ્ધ કેસ (Jignesh mevani Assam case) નોંધવામાં આવ્યો છે. જોકે, પોલીસે હજુ સુધી FIRની કોપી આપી નથી, તેથી મેવાણીની ક્યાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે? તે હજુ સુધી જાણી શકાયું નથી.

કેસ સંબંધિત કોઈ દસ્તાવેજો બતાવવામાં આવ્યા નથી -મોડીરાત્રે ધરપકડ પછી તરત જ, ગુજરાત કોંગ્રેસે તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં મેવાણી પોલીસની સાથે મીડિયા સાથે વાત કરતા જોવા મળ્યા છે. મેવાણીએ જણાવ્યું કે મને આ બાબત વિશે જાણ કરવામાં આવી નથી. મને કેસ સંબંધિત કોઈ દસ્તાવેજો બતાવવામાં આવ્યા નથી. ધારાસભ્યએ એમ પણ કહ્યું કે તેમનું ટ્વીટ સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે હતું. મારી ધરપકડ સ્થાપિત ધારાધોરણોનું ઉલ્લંઘન છે.

Last Updated :Apr 21, 2022, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details