ગુજરાત

gujarat

ISKCON Bridge Accident Case : તથ્ય પટેલની જામીન અરજી પર 21 ઑગસ્ટે સુનાવણી, મૃતકના પરિવારે તથ્યની જામીન અરજીમાં વાંધા અરજી દાખલ કરી

By

Published : Aug 19, 2023, 3:44 PM IST

Updated : Aug 19, 2023, 4:25 PM IST

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેગુઆર ગાડીથી નવ લોકોને કચડી નાખનાર તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી છે. આ કેસમાં 21 ઓગસ્ટના રોજ સુનાવણી થશે. તથ્ય પટેલે કરેલી જામીન અરજીમાં અકસ્માતનો ભોગ બનનાર કોન્સ્ટેબલ નીલેશ ખટીકના પિતાએ વાંધા અરજી દાખલ કરી છે.

ISKCON Bridge Accident Case : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મૃતકના પરિવારે તથ્યની જામીન અરજીમાં વાંધા અરજી દાખલ કરી
ISKCON Bridge Accident Case : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મૃતકના પરિવારે તથ્યની જામીન અરજીમાં વાંધા અરજી દાખલ કરી

નીલેશ ખટીકના પિતાએ વાંધા અરજી દાખલ કરી

અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને આજે એક મહિનો પૂર્ણ થયો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવ લોકોના ભોગ લેનાર તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જમીન માટે અરજી ફાઇલ કરી છે. આજે આ કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જો કે તથ્ય પટેલે કરેલી રેગ્યુલર જામીન અરજીમાં મૃતકોના પરિજનોએ વાંધો ઉઠાવ્યો છે. અકસ્માતનો ભોગ બનનાર કોન્સ્ટેબલ નીલેશ ખટીકના પિતા મોહનભાઈ ખટીક દ્વારા વાંધા અરજી દાખલ કરવામાં આવી છે.

અકસ્માતમાં ભોગ બન્યાં પહેલાં નીલેશ એ રાત્રે ડ્યુટી પર નીકળ્યો હતો. રાત્રે મારા પર ફોન આવ્યો હતો કે મારા દીકરાનો એક્સિડન્ટ થયો છે. પરંતુ મને ખબર ન હતી કે આટલા મોટાપાયે એક્સિડન્ટ થયો હતો. તથ્યને સજા તો થવી જ જોઈએ. એવી સજા થવી જોઈએ કે બીજીવાર આવી ભૂલ ન કરે. તથ્યના મા બાપ પૈસાવાળા છે. તેઓ તેમના આવા છોકરાને છૂટા મૂકે છે જેના લીધે આજે મારે દીકરો જતો રહ્યો છે. બીજા કોઈપણ ન સંતાનો જોડે આવું ન થાય...મોહનભાઈ ખટીક(ઇસ્કોન બ્રિજ અકસ્માત મૃતક નીલેશના પિતા)

પીડિત પરિવારના વકીલે શું કહ્યું :ઇસ્કોન બ્રિજ અકસ્માતના મૃતક નીલેશ ખટીકના પીડિત પરિવારના વકીલ રાજેન્દ્ર શુક્લએ જણાવ્યું હતું કે, નીલેશભાઈના પિતાજી મારી પાસે આવ્યા હતાં. નીલેશભાઈ અકસ્માતમાં અવસાન પામ્યા છે. કોન્સ્ટેબલ નીલેશભાઈ ખટીક થાર ગાડીનો એક્સિડન્ટ થયો ત્યાં તેઓ પોતાની ફરજ બજાવી રહ્યાં હતાં. તથ્યની જામીન અરજીમાં અમે વાંધા અરજી નોંધાવી છે. તેણે બ્રેક મારી ન હતી. આ ગંભીર ગુના માટે તેને જામીન ન મળવા જોઈએ. આ સમગ્ર મામલે કોર્ટે સોમવારે મુદત આપી છે. જેમાં તથ્ય પટેલની જામીન અરજી ઉપર સોમવારના રોજ સુનાવણી હાથ ધરાશે.

વધુ એક અરજી દાખલ થશે : પીડિતોના પરિવાર તરફથી એક વધુ અરજી પણ કરવામાં આવશે. 173- 8 અરજી કરવામાં આવશે. વધારાની બીજી કલમો ઉમેરાય તે માટે સઘન તપાસ થાય તે માટે એક અરજી દાખલ કરવામાં આવશે. આ સમગ્ર મામલે હવે 21 ઓગસ્ટના રોજ તથ્ય પટેલની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે.

  1. Ahemadabad Accident: આંખના પલકારામાં નીકળી ગઈ કાર, અકસ્માત થયો કેમેરામાં કેદ
  2. Ahmedabad Fatal Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માતને લઈને અમદાવાદીઓનો ભારે રોષ, વૈભવી ગાડીના ચાલકો મધ્યમ વર્ગના લોકોને કચડી નાખતા હોવાનો આક્ષેપ
  3. A'bad Isckon Bridge Accident: તથ્યએ જણાવ્યું એ રાતનું સત્ય, કાર 100ની સ્પીડની ઉપર હતી
Last Updated : Aug 19, 2023, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details