ગુજરાત

gujarat

Insurance company in Gujarat: ગ્રાહકને ડાયગ્નોસીસનો ખર્ચ ચૂકવવા ઇન્કાર કર્યો, ગ્રાહક કોર્ટએ કહ્યું 30 દિવસમાં પૈસા ચૂકવો

By

Published : Nov 27, 2021, 2:22 PM IST

ઇન્સ્યોરન્સ કંપની(Insurance company in Gujarat) સામે પોલીસી ક્લેમ કરવાની જ્યારે જરૂરિયાત જણાઈ આવે ત્યારે ક્લેમ ન મંજૂર કરવાના કેશો અવારનવાર ગ્રાહક કોર્ટ(Consumer Court) સુધી પહોંચે છે. આવો જ એક કેસ કિસ્સો ફરિવાર ગ્રાહક કોર્ટમાં આવ્યો હતો. જેમાં દર્દીને આંતરડાના ભાગે દુખાવો થતાં દર્દીએ ડાયગ્નોસીસ(diagnosed patient in gujarat) કરાવ્યું. જે ખર્ચ થયો તે ચૂકવવા ઇન્સ્યોરન્સ કંપની પાસે ક્લેમ કર્યો પણ ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ નામંજૂર કર્યો હતો.

Insurance company in Gujarat: ગ્રાહકને ડાયગ્નોસીસનો ખર્ચ ચૂકવવા ઇન્કાર કર્યો, Consumer Courtએ કહ્યું 30 દિવસમાં પૈસા ચૂકવો
Insurance company in Gujarat: ગ્રાહકને ડાયગ્નોસીસનો ખર્ચ ચૂકવવા ઇન્કાર કર્યો, Consumer Courtએ કહ્યું 30 દિવસમાં પૈસા ચૂકવો

  • આતરડાના ડાયગ્નોસીસનો ચાર્જ ચૂકવવા ઇન્સ્યોરન્સ કંપનીનો ઇન્કાર
  • ગ્રાહકે અમદાવાદની ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કરી ફરિયાદ
  • કોટે વીમા કંપનીને ક્લેમના પૈસા ચૂકવવા હુકમ કર્યો

અમદાવાદઃ ઇન્સ્યોરન્સ કંપનીસામે પોલીસી ક્લેમ કરવાની જ્યારે જરૂરિયાત જણાઈ આવે ત્યારે ક્લેમ ન મંજૂર કરવાના કેશો અવારનવાર ગ્રાહક કોર્ટ(Consumer Court) સુધી પહોંચે છે. આવો જ એક કેસ કિસ્સો ફરીવાર ગ્રાહક કોર્ટમાં આવ્યો છે. જેમાં દર્દીને આંતરડાના ભાગે દુખાવની સમસ્યા હતી. જોકે ગ્રાહક કોર્ટ ઇન્સ્યોરન્સ કંપનીની(Insurance company in Gujarat) મનમાની ન ચલાવી ગ્રાહકના પક્ષમાં આદેશ આપી, ગ્રાહકને ન્યાય અપાવે છે.

Insurance company in Gujarat: ગ્રાહકને ડાયગ્નોસીસનો ખર્ચ ચૂકવવા ઇન્કાર કર્યો, Consumer Courtએ કહ્યું 30 દિવસમાં પૈસા ચૂકવો

કોર્ટે પૈસા ચૂકવવા આદેશ કર્યો

ત્યારે આવો જ એક કેસ કિસ્સો ફરીવાર ગ્રાહક કોર્ટમાં આવ્યો છે. જેમાં દર્દીને આંતરડાના ભાગે દુખાવો થતાં દર્દીએ ડાયગ્નોસીસ(diagnosed patient in gujarat) કરાવ્યું. જે ખર્ચ થયો તે ચૂકવવા ઇન્સ્યોરન્સ કંપની પાસે ક્લેમ કર્યો પણ ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ નામંજૂર કર્યો હતો. આ કેસ ગ્રાહક કોર્ટમાં જતા કોર્ટે પૈસા ચૂકવવા આદેશ કર્યો હતો.

શું કહે છે એડવોકેટ આંનદ પરીખ?

અરજદાર વતી કોર્ટમાં પક્ષ મુકનારા એડવોકેટ આંનદ પરીખે ETV Bharatને જણાવ્યું હતું કે ,અમદાવાદના કુમુદબેનને આંતરડાના ભાગે દુખાવો થતાં શહેરની એક ખાનગી હોસ્પિટલમાં(Ahmedabad Private Hospital) ડાયગ્નોસીસ કરાવ્યું હતું. જેનું બિલ 44 હજાર 577 રૂપિયા આવ્યું. જ્યારે ડાયગ્નોસીસ બાદ ઓપરેશનની(Operation Diagnosis in India)જરૂરિયાત જણાતા તેનું બીલ 2 લાખ 68 હજાર 141 રૂપિયા આવ્યું. આ માટે કુમુદબેનને બંને બિલ અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપની પાસે મંજુર કરાવતા એક ઈન્સ્યોરન્સ કમ્પનીએ ડાયગ્નોસીસના પૈસા ચૂકવવા પાત્ર ન હોવાનું કારણ આપી પૈસા ચૂકવવા ઇન્કાર કર્યો હતો. અરજદારે આ મુદ્દે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે ગ્રાહક તરફી ચુકાદો આપ્યો હતો. કોર્ટે ઈન્સ્યોરન્સ કંપનીને પૈસા ચૂકવવા આદેશ કર્યો હતો.

કોર્ટે ગ્રાહક તરફી ચુકાદો આપી ન્યાય આપ્યો

એડવોકેટ આનંદ પરીખે જણાવ્યું હતું કે, કેસ દરમિયાન કોર્ટનું માનવું છે કે ડાયગ્નોસીસ કરાવ્યા બાદ ઓપરેશનની જરૂરિયાત જણાતા તે જ ડાયગ્નોસીસ સંબંધિત આંતરડાનુ ઓપરેશન કરાવવામાં આવ્યું છે તેથી ડાયગ્નોસીસનો ખર્ચ પણ ઇન્સ્યોરન્સ કંપનીએ મંજૂર કરવો જોઈએ. આમ કોર્ટે ગ્રાહક તરફી ચુકાદો આપી ન્યાય આપ્યો હતો.

ગ્રાહક કોર્ટે કહ્યું ડાયગ્નોસીસના પૈસા ચૂકવવા પડશે

બંને પક્ષોની રજૂઆત સાંભળીને કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી ક્લેમની રકમ મેળવવા હકદાર હોવા છતાં વીમા કંપનીએ(insurance company in india)ખોટી રીતે અને મનસ્વી રીતે ક્લેમ નામંજૂર કર્યો છે. ક્લેમની રકમ ફરિયાદી મેળવવા હકદાર હોવા છતાં સામાવાળાએ ખોટી રીતે નામંજૂર કરતાં ફરિયાદીને શારીરિક તેમજ માનસિક ત્રાસ માટે પણ વળતર મેળવવા હકદાર છે. કોર્ટે હુકમ કર્યો હતો કે, ફરિયાદીને રૂપિયા 22975 રૂપિયા ફરિયાદ અરજી દાખલ કર્યાની તારીખથી 7 ટકા વ્યાજ સાથે 30 દિવસની અંદર ચૂકવી આપવા. આ સાથે અરજદારને થયેલી શારીરિક અને માનસિક યાતના પેટે રૂપિયા 2000 અને કાનૂની ખર્ચ પેટે રૂપિયા 1000 હુકમની નકલ મળ્યા બાદ 30 દિવસમાં ચૂકવી આપવા.

આ પણ વાંચોઃ દવાની આડઅસર છતાં તબીબે ડોઝ બંધ ન કરતા દર્દીનું મોત, ગ્રાહક કોર્ટે સ્પષ્ટ દિશામાં નિર્દેશ કર્યો જાહેર

આ પણ વાંચોઃ તમારા શરીરને દરરોજ રાત્રે 8 કલાકની સારી ઊંઘની જરૂરી

ABOUT THE AUTHOR

...view details