ગુજરાત

gujarat

India West Indies Match : BCCI ના સેક્રેટરી જય શાહે અંડર 19 ક્રિકેટ વિશ્વકપ વિજેતા સાથે બેસીને મેચ નિહાળી

By

Published : Feb 10, 2022, 9:23 AM IST

India West Indies Match : BCCI ના સેક્રેટરી જય શાહે અંડર 19 ક્રિકેટ વિશ્વકપ વિજેતા સાથે બેસીને મેચ નિહાળી
India West Indies Match : BCCI ના સેક્રેટરી જય શાહે અંડર 19 ક્રિકેટ વિશ્વકપ વિજેતા સાથે બેસીને મેચ નિહાળી

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આયોજિત બીજી વન-ડે મેચમાં (India West Indies Match) અંડર 19ના ક્રિકેટ ખેલાડીઓ મેચ નિહાળવા આવ્યા હતા. જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન જાહેરાત પ્રમાણે ડર-19 ક્રિકેટરોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું નહોતું. પરંતુ આ ખેલાડીઓએ ચેરમેન જય શાહ (Jay Shah Under-19 Cricketer) સાથે બેસીને મેચ નિહાળી હતી.

અમદાવાદ : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આયોજિત બીજી વન-ડે મેચમાં (India West Indies Match) અંડર 19 વિશ્વકપ વિજેતા ખેલાડીઓ મેચ નિહાળવા આવ્યા હતા. આ ખેલાડીઓએ BCCIના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહ (Jay Shah Under 19 Cricketer) સાથે બેસીને મેચ નિહાળી હતી.

જય શાહ અને વીવીએસ લક્ષ્મણ સાથે બેસીને મેચ નિહાળી

BCCI ના સેક્રેટરી જય શાહે અંડર 19 ક્રિકેટ વિશ્વકપ વિજેતા સાથે બેસીને મેચ નિહાળી

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી વન-ડે મેચ (IND vs WI 2022) દરમિયાન અંડર 19 ક્રિકેટ ટીમના વિશ્વકપ વિજેતાઓનું ભવ્ય સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજાવાનો હતો. જેની જાહેરાત અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. આ માટે અંડર 19 ક્રિકેટ ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. ડાર્ક નેવી બ્લુ બ્લેઝરમાં સજ્જ અંડર 19 ક્રિકેટ ટીમ બીસીસીઆઇના સેક્રેટરી (Chairman Jai Shah Second ODI) અને નેશનલ ક્રિકેટ એકેડમી હેડ વીવીએસ લક્ષ્મણ સાથે બેસીને મેચ નિહાળી હતી.

અપેક્ષા પ્રમાણે આયોજન નહીં

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા જે પ્રમાણે જાહેરાત કરાઇ હતી. તે પ્રમાણે સ્ટેડિયમમાં અંડર 19 ક્રિકેટરોનું (Under 19 Cricketers Came to Watch IND vs WI Match) ભવ્ય સ્વાગત કે સન્માન કરવામાં આવ્યું નહોતું. તેઓ ભારતીય ટીમના ખેલાડીઓને પણ મળ્યા ન હતા. કોરોના પ્રોટોકોલને લઈને આ ભવ્ય કાર્યક્રમ રદ કરાયો હોય તેવું બની શકે.

આ પણ વાંચો: IPL 2022: અમદાવાદની ફ્રેન્ચાઇઝીનું નામ 'ગુજરાત ટાઇટન્સ'

અંડર-19 ક્રિકેટ ટીમના વિશ્વકપ વિજેતા ખેલાડીઓ

1. યશ ધુલ (કેપ્ટન) - દિલ્હી જિલ્લા ક્રિકેટ એસો.
2. હરનૂર સિંહ - UTCA (ચંદીગઢ)
3. અંગ ક્રિશ રઘુવંશી - મુંબઈ ક્રિકેટ એસો.
4. એસ.કે.રશીદ (વાઈસ-કેપ્ટન) - આંધ્ર ક્રિકેટ એસો.
5. નિશાંત સિંધુ - હરિયાણા ક્રિકેટ એસો.
6. સિદ્ધાર્થ યાદવ- ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસો.
7. અનીશ્ર્વર ગૌતમ - કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસો.
8. દિનેશ બાના (WK) - હરિયાણા ક્રિકેટ એસો.
9. આરાધ્ય યાદવ (WK) - ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસો.
10. રાજ અંગદ બાવા - UTCA (ચંદીગઢ)
11. માનવ પારખ - તમિલનાડુ ક્રિકેટ એસો.
12. કૌશલ તાંબે - મહારાષ્ટ્ર ક્રિકેટ એસો.
13. આરએસ હાંગર મેકર - મહારાષ્ટ્ર ક્રિકેટ એસો.
14. વસુ વત્સ - ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસો.
15. વિકી ઓસ્વાલ - મહારાષ્ટ્ર ક્રિકેટ એસો.
16. રવિકુમાર- -ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ
17. ગર્વ સાંગવાન - હરિયાણા ક્રિકેટ એસો.
18. રિશિત રેડ્ડી - હૈદરાબાદ ક્રિકેટ એસો
19. ઉદય સહારન - પંજાબ ક્રિકેટ એસો.
20. અંશ ગોસાઈ - સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.
21. અમૃત રાજ ઉપાધ્યાય - ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ
22. પી.એમ સિંહ રાઠોડ - રાજસ્થાન ક્રિકેટ એસો.

આ પણ વાંચો: IND Vs WI ODI Match : ભારતે બીજી વનડેમાં પણ શાનદાર લીડ સાથે જીત, વેસ્ટ ઇન્ડિઝને ધોબી પછાડ

ABOUT THE AUTHOR

...view details