ETV Bharat / state

કચ્છના ખેડૂતે કર્યો અનોખો પ્રયોગ, પોતાની વાડીમાં 5 એકરમાં 80 પ્રકારના તરબૂચ અને 80 પ્રકારની ટેટીનું વાવેતર કરી બનાવી ટેસ્ટિંગ લેબ - farmer unique experiment

author img

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 11:40 AM IST

કચ્છના ખેડૂત દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. પોતાની જમીનમાં લેબ તૈયાર કરી. તેમાં 80 પ્રકારના તરબૂચ અને 80 પ્રકારની શક્કર ટેટી નું વાવેતર કરવામાં આવ્યું છે. 400 ગ્રામથી લઇ 4 કિલો સુધીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેમાં 9 ટકા થી 18 ટકા સુગર મીઠાસ વાળા ફળ મળી રહ્યા છે. તો ગુજરાતના 650 જેટલા ખેડૂતોએ તેમની લેબની મુલાકાત લઈને માર્ગદર્શન પણ મેળવ્યું છે.

કચ્છના ખેડૂતે કર્યો અનોખો પ્રયોગ
કચ્છના ખેડૂતે કર્યો અનોખો પ્રયોગ (Etv Bharat Gujarat)

કચ્છના ખેડૂતે પોતાની જમીનમાં બનાવી ટેસ્ટિંગ લેબ (ETV bharat Gujarat)

કચ્છ: સૂકા રણ પ્રદેશ કચ્છમાં પ્રગતિશીલ ખેડૂતોએ અનેક પ્રકારના પાકો લઈને સફળ ઉત્પાદન કરી બતાવ્યું છે. તો સ્ટ્રોબેરી, દ્રાક્ષ, શિમલા મિર્ચ, એકઝોટિક વેજીટેબલ જેવા પાકો લઈને પણ ખેડૂતોએ કાઠું કાઢયું છે, ત્યારે કચ્છના ખેડૂતો માટે તરબૂચ અને શક્કર ટેટીની ખેતી આશીર્વાદ સમાન બની છે. ભુજ તાલુકાના ચપરેડી ગામની અંદર 160થી વધુ પ્રકારની શક્કર ટેટી અને તરબૂચનું વાવેતર કરીને ટેસ્ટિંગ લેબ બનાવવામાં આવી છે.

કચ્છના ખેડૂતે કર્યો અનોખો પ્રયોગ
કચ્છના ખેડૂતે કર્યો અનોખો પ્રયોગ (ETV Bharat Gujarat)

ઓફ સિઝનમાં પણ સફળ ઉત્પાદન: કચ્છની રેતાળ જમીન પર જ્યાં બીજા પાકો થઇ શકતા નથી, ત્યાં તરબૂચની ખેતી આસાનીથી થઇ શકે છે. તરબૂચમાં 90 ટકા પાણી હોવાથી ઉનાળાના સમયમાં તેની માંગ ખુબ જ વધારે રહેતી હોય છે. તેથી ખેડૂતો ઓછા સમયમાં પાક તૈયાર કરીને વધુ નફો મેળવી શકે છે. તરબૂચની ખેતીમાં ફળ એક સાથે પરીપક્વ થઇ જતા હોવાથી એક સાથે વેચી શકાય છે, જેથી બજારમાં પણ ભાવ સારા મળી શકે છે.

વાડીમાં 5 એકરમાં 80 પ્રકારના તરબૂચ અને 80 પ્રકારની ટેટીનું વાવેતર કરી બનાવી ટેસ્ટિંગ લેબ
વાડીમાં 5 એકરમાં 80 પ્રકારના તરબૂચ અને 80 પ્રકારની ટેટીનું વાવેતર કરી બનાવી ટેસ્ટિંગ લેબ (ETV Bharat Gujarat)

400 ગ્રામથી 4 કિલો જેટલું એક ફળનું ઉત્પાદન: ચપરેડી ગામના ખેડૂત હરિભાઈ ગાગલે પોતાની વાડીમાં 5 એકરમાં એક વિશિષ્ટ પ્રયોગ કર્યો છે. જેમાં 2.5 એકરમાં 80 પ્રકારની શક્કર ટેટી તો 2.5 એકરમાં 80 પ્રકારના તરબૂચના વિવિધ કંપનીના બિયારણો વાવીને પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં અમુક બિયારણો નિષ્ફળ પણ ગયા છે, તો અમુક બિયારણોનું પરિણામ ખૂબ જ સારું મળ્યું છે. 160 થી વધુ પ્રકારની શક્કર ટેટી અને તરબૂચની વેરાયટીઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં એક ફળનું 400 ગ્રામથી લઈ 4 કિલો સુધીનું ઉત્પાદન મળી રહ્યું છે.

વાડીમાં 5 એકરમાં  80 પ્રકારની ટેટીનું વાવેતર કરી બનાવી ટેસ્ટિંગ લેબ
વાડીમાં 5 એકરમાં 80 પ્રકારની ટેટીનું વાવેતર કરી બનાવી ટેસ્ટિંગ લેબ (ETV Bharat Gujarat)

160 જેટલી કંપનીઓના બિયારણ વાવીને પ્રયોગ કર્યો : વિવિધ પ્રકારના બિયારણો દ્વારા કરવામાં આવેલ ઉત્પાદનના ફળોમાં 9 ટકા સુગરથી લઈને 18 ટકા સુગરવાળા ફળોનું ઉત્પાદન થયું છે. 160 પ્રકારના આ વિવધ ફળોમાં અલગ અલગ તફાવત જોવા મળી રહ્યો છે અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત ફળો પણ જોવા મળી રહ્યા છે. આ પ્લોટ નિદર્શનનો મુખ્ય હેતુ એ છે કે પોતાની જમીનમાં પોતાની લેબ તૈયાર થાય અને પોતાના જ ઉત્પાદનને ચેક કરી શકાય તેમજ સફળ બિયારણોનું તારણ મેળવીને આગામી સમયમાં સફળ ઉત્પાદન માટે ક્યાં પગલાં લેવા તે જાણીને અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપી શકાય તે છે.

વાડીમાં 5 એકરમાં 80 પ્રકારના તરબૂચનું વાવેતર કરી બનાવી ટેસ્ટિંગ લેબ
વાડીમાં 5 એકરમાં 80 પ્રકારના તરબૂચનું વાવેતર કરી બનાવી ટેસ્ટિંગ લેબ (ETv Bharat Gujarat)

એકરદીઠ 20 ટન તરબૂચ અને 12 ટન ટેટીનું ઉત્પાદન : હરિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે એકર દીઠ 20 ટન તરબૂચનું ઉત્પાદન થઈ રહ્યું છે, તો શક્કર ટેટીમાં 12 ટન જેટલું એકરદીઠ ઉત્પાદન મળી રહ્યું છે. કચ્છની તરબૂચ અને શક્કરટેટીની ખેતીથી પ્રભાવિત થઈને ગુજરાતમાંથી 650 જેટલા ખેડૂતોએ આ લેબની મુલાકાત લીધી હતી. અને ખાસ કરીને આ 160 પ્રકારના ઉત્પાદનો અંગેની માહિતી મેળવી હતી. આ સમયે તરબૂચ અને શક્કર ટેટીની હરાજી પણ યોજાઇ હતી, જેમાં એક તરબૂચ 51000 તો એક શક્કર ટેટી 41000ના ભાવે બોલી થઈ હતી. જોકે આ કિંમત તરબૂચ કે શક્કર ટેટીની નથી પરંતુ ખેડૂતે કરેલ સાહસ અને મહેનતની છે.

વાડીમાં 5 એકરમાં 80 પ્રકારના તરબૂચનું વાવેતર કરી બનાવી ટેસ્ટિંગ લેબ
વાડીમાં 5 એકરમાં 80 પ્રકારના તરબૂચનું વાવેતર કરી બનાવી ટેસ્ટિંગ લેબ (ETV Bharat Gujarat)

650 જેટલા ખેડૂતોએ લીધી મુલાકાત: સીડ ટુ હાર્વેસ્ટ કન્સલટન્સીના અનિલ વગાસિયાએ જણાવ્યું હતું કે, હરિભાઈ દ્વારા પોતાની વાડીમાં 160 જેટલી કંપનીઓના બિયારણથી ટેટી અને તરબૂચની 80-80 જેટલી વેરાયટી વાવી હતી. જેમાંથી હાલમાં કચ્છના 43થી 45 ડિગ્રી જેટલા તાપમાનમાં કેટલીક વેરાયટીઓ નિષ્ફળ રહી હતી. હાલમાં ખેતીની આ પાકની ઓફ સીઝન ચાલી રહી છે, છતાં પણ ખૂબ જ સારો પાક મળી રહ્યો છે. હરિભાઈ દ્વારા દરેક પ્રકારની વેરાઈટીઓ તૈયાર થઈ જતા હરાજી ગોઠવવામાં આવી હતી. જેમાં ગુજરાતભરમાંથી 650 જેટલા ખેડૂતો જોડાયા હતા. ઉપરાંત વિવિધ કંપનીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

એક તરબૂચના 51000 જ્યારે ટેટીની 41000ની બોલી: આ લેબમાં ગુજરાતના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને જામનગરથી ખેડૂતો આવ્યા હતા. તરબૂચ અને ટેટીની હરાજી કરવામાં આવી હતી જેમાં એક તરબૂચના ભાવની બોલી 1,000 થી શરૂ થઈ હતી અને 51,000 પર અટકી હતી. તો ટેટીની હરાજીમાં પણ 41,000 સુધી બોલી લાગી હતી. જોકે આ ભાવ કોઈ તરબૂચ કે ટેટીના નહીં પરંતુ ખેડૂત દ્વારા ઓફ સીઝનમાં પણ પાકનું સફળ ઉત્પાદન તેમજ પોતાની વાડીમાં 160 પ્રકારની વેરાયટીઓનું વાવેતર કરવા માટે કરવામાં આવેલ સાહસ અને મહેનત માટેની બોલી હતી. એટલે કે આશ્વાસન આપવામાં આવ્યું હતું.

  1. YSRCP ધારાસભ્યએ મતદારને માર્યો થપ્પડ, શું થઇ રહ્યું છે આંધ્ર પ્રદેશમાં જાણો સંપૂર્ણ બાબત - Andhra Assembly Election 2024
  2. શુગરના દર્દીનો ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ, જાણો અહી - DIABETES FOOD CHART
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.