ETV Bharat / state

રાજકોટના ઉપલેટા પંથકમાં મોડી રાત્રે અચાનક મેઘગર્જના અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો - unseasonal rain in upleta

author img

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 1:09 PM IST

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ત્યારે આ સાથે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંથકમાં પણ મોડી રાત્રે કમોસમી વરસાદ પાડ્યો છે. જુઓ આ અહેવાલમાં.unseasonal rain in upleta

ઘણા વિસ્તારોની અંદર ઇલેકટ્રીસિટીની સમસ્યાઓની ફરિયાદો ઉઠવા પામી
ઘણા વિસ્તારોની અંદર ઇલેકટ્રીસિટીની સમસ્યાઓની ફરિયાદો ઉઠવા પામી (etv bharat gujarat)

રાજકોટ: ઉપલેટા પંથકમાં સોમવારે રાત્રિના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા શરૂ થયા હતા. અને અચાનક વરસાદ શરૂ થયો હતો. જેમાં અચાનક રાત્રિના સમયે વરસાદ શરૂ થતા જાણે વાતાવરણમાં વાવાઝોડું આવ્યો હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા.

ઉપલેટામાં ખરાબ વાતાવરણને કારણે વીજ વિભાગને ફરિયાદો મળી (etv bharat gujarat)

હવામાન વિભાગની આગાહી: તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયું વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી. જેના પગલે રાજ્ય ભરમાં ઘણા ખરા વિસ્તારોની અંદર અચાનક કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ઘણા વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો તો બીજી તરફ ઘણા વિસ્તારની અંદર વીજળીના કડાકા સાથે અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો જેમાં રાજકોટ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

વાવાઝોડાના દ્રશ્યો સર્જાયા: રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાત્રિના સમયે અચાનક ભારે પવન શરૂ થયો હતો. જાણે વાવાઝોડું અને વંટોળીયા શરૂ થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને વીજળીના કડાકાઓ સાથે વરસાદ પણ શરૂ થયો હતો. ત્યારે અચાનક ભારે પવન અને ભયંકર ગાજવીજ સાથે રાત્રિના સમયે વરસાદ શરૂ થતા ઘણા વિસ્તારોની અંદર ઇલેકટ્રીસિટીની સમસ્યાઓની ફરિયાદો ઉઠવા પામી હતી.

વીજ વિભાગને મળી ફરિયાદો: ઉપલેટામાં અચાનક આવેલા વરસાદ અને ભારે પવન તેમજ ગાજવીજના કારણે પડી રહેલા વરસાદ બાદ ઇલેકટ્રીસિટીની સમસ્યાઓની ફરિયાદો અંગેની માહિતીઓ ઇલેક્ટ્રીક વિભાગને મળતા તુરંત ઇલેક્ટ્રીક વિભાગની ટીમ વિવિધ વિસ્તારોની અંદર આવેલા ફોલ્ટ તેમજ સમસ્યાઓને દૂર કરવા માટે રવાના થઈ હતી અને તાત્કાલિક નિરાકરણ લાવવા માટેની કવાયત શરૂ કરી દીધી હતી.

  1. IPLમાંથી ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ દૂર કરવામાં આવશે નહીં, કેટલાક ફેરફારો થવાની શક્યતા - xclusive Interview Aakash Chopra
  2. શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 119 પોઈન્ટ ઉપર, નિફ્ટી 22,149 પર - STOCK MARKET UPDATE
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.