ગુજરાત

gujarat

અમદાવાદમાં VHPએ નોંધાવ્યો વિરોધ, કહ્યુંઃ ચીનની વસ્તુઓનો કરવો જોઈએ બહિષ્કાર

By

Published : Jun 21, 2020, 1:30 AM IST

ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપમાં 20 કરતા વધુ જવાનો શહીદીને વહોરી હતી, ત્યારે તેને લઇને સમગ્ર ગુજરાતમાં તેના પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. જેને લીઇને અમદાવાદ સ્થિત પાલડીમાં આવેલ વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ચીનના રાષ્ટ્રપતિનું ફોટા સાથેનું બેનર અને ચાઈનીઝ પ્રોડક્ટ હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદમાં VHPએ નોંધાવ્યો વિરોધ, કહ્યુંઃ ચીનની વસ્તુઓનો કરવો જોઈએ બહિષ્કાર
અમદાવાદમાં VHPએ નોંધાવ્યો વિરોધ, કહ્યુંઃ ચીનની વસ્તુઓનો કરવો જોઈએ બહિષ્કાર

અમદાવાદઃ ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટી પર થયેલી હિંસક ઝડપમાં ભારતના 20 કરતાં વધુ સૈનિકો શહીદ થયા છે. જેના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં જોવા મળ્યા હતા. લોકોમાં ચીન વિરુદ્ધ આક્રોશ ભભૂકી ઉઠયો હતો અને તેને લઈ ચીનનો વિરોધ પણ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં VHPએ નોંધાવ્યો વિરોધ, કહ્યુંઃ ચીનની વસ્તુઓનો કરવો જોઈએ બહિષ્કાર

સાથે જ ચીનના રાષ્ટ્રપતિ સામે વિરોધ નોંધાવી અને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે તેને લઇ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સાથે સાથે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી હોળી કરવામાં આવી હતી.

અમદાવાદમાં VHPએ નોંધાવ્યો વિરોધ

મહત્વનું છે કે, દેશ સાથે સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે, ત્યારે વિર શહીદોનો બદલો લેવો પણ ખૂબ જરૂરી બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details