ગુજરાત

gujarat

Gujarat High Court: 17 ડિસેમ્બરના રોજ ગુજરાતના 200 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી

By

Published : Dec 14, 2021, 10:50 AM IST

17 ડિસેમ્બરના રોજ ગુજરાતના 200 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસીએશન(Gujarat High Court Advocates Association -GHAA)ની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં કોરોનાને લઈ હાઇકોર્ટમાં (Gujarat High Court)થયેલી જાહેરહિતની અરજી ઉપર સુનાવણી થઈ હતી તે દરમિયાન GHAA એ પણ પાર્ટી બની પોતાના સજેશન મુક્યા હતા.

Gujarat High Court: 17 ડિસેમ્બરના રોજ ગુજરાતના 200 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી
Gujarat High Court: 17 ડિસેમ્બરના રોજ ગુજરાતના 200 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી

  • ગુજરાતના 200 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી યોજાવા જઇ રહી
  • GHAA એ પણ કોરોના કાળમાં મહત્વની ભૂમિકા ભજવી
  • GHAA ના 15 જેટલા પદો માટે 52 ઉમેદવારોએ ફોર્મ ભરાયા

અમદાવાદઃ17 ડિસેમ્બરના રોજ ગુજરાતના 200 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી(Election of the Bar Association)યોજાવા જઈ રહી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસીએશન(Gujarat High Court Advocates Association -GHAA)ની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. પ્રમુખ, ઉપપ્રમુખ, જોઇન્ટ સેક્રેટરી, ખજાનચી અને 10 કમિટી સભ્યો સહિત કુલ 15 જેટલા પદોની ચૂંટણી યોજાનાર છે. GHAA ની ચૂંટણીના પરિણામ ચૂંટણી થયાના સાંજ સુધીમા જાહેર કરી દેવામાં આવશે.

GHAAના 15 જેટલા પદો માટે 52 ઉમેદવારોએ ફોર્મ ભરાયા

મહત્વનું છે કેગુજરાત હાઇકોર્ટવકીલ બાર એસોસિએશન (Gujarat High Court Advocates Association )માટે ગત તારીખ 6 થી 8 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાયા હતા. 8 ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. આ દરમિયાન GHAAના 15 જેટલા પદો માટે 52 ઉમેદવારોએ ફોર્મ ભરાયા હતા. જેમાંથી 10 ઉમેદવારો મહિલા ઉમેદવાર તરીકે જાહેર થયા છે. કોરોનાના કારણે આ વખતે થનારી ચૂંટણીમાં ઉમેદવારોએ કોરોના કાળમાં કરેલી કામગીરીના આધારે જ મત મળે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

શું કહે છે એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટ?

ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court ) એડવોકેટ એસોસિયેશનના પૂર્વ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે ETV Bharatને જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણીમાં કોરોના સમયે એસોસિએશને વકીલો માટે કરેલી કામગીરીને ધ્યાનમાં લઈને લોકો મતદાન કરશે. GHAA એ પણ કોરોના કાળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતમાં કોરોનાને લઈ હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી ઉપર સુનાવણી થઈ હતી તે દરમિયાન GHAA એ પણ પાર્ટી બની પોતાના સજેશન મુક્યા હતા.

મતદાન મથક ઉપર પોતાનું ઓળખપત્ર બતાવવું પડશે

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનની ચૂંટણીમાં કુલ 1750 મતદારો છે. મતદારો મતદાન કરવા માટે આવશે ત્યારે તેમણે મતદાન મથક ઉપર પોતાનું ઓળખપત્ર બતાવવું પડશે. ચુટણી સવારે 10:30 વાગે થી લઈ સાંજના 05:30 સુધી ચાલશે અને તે દિવસે જ પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટ વકીલ એસોસિયેશનની ચૂંટણી દર બે વર્ષે યોજાય છે.

આ પણ વાંચોઃAhmedabad DPS: દિલ્હી પબ્લિક સ્કૂલને માન્યતા ન આપવાના શિક્ષણ વિભાગના આદેશને હાઈકોર્ટે કર્યો રદ્દ

આ પણ વાંચોઃIndian citizen: 24 પાકિસ્તાનીઓને નાગરિકતા પત્ર એનાયત, બન્યા ભારતીય નાગરિક

ABOUT THE AUTHOR

...view details