ગુજરાત

gujarat

નિકોલમાં હત્યા કેસમાં ખુલાસો, ભત્રીજા સાથે વધુ મિત્રતાની ઈર્ષાએ કરાવી હત્યા

By

Published : Dec 24, 2022, 9:18 AM IST

અમદાવાદની કઠવાડા GIDC માં આવેલ શ્રીયમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયેલી હત્યાનો ભેદ (nikol murder case) ઉકેલાયો છે. બે કારીગરો વચ્ચે કામ બાબતે ઝઘડો થયો હતો જેમાં એક કારીગરે (Jealousy committed the murder) ઉશ્કેરાઈને અન્ય કારીગરને પાવડાથી માથામાં હુમલો કરતા તેનું મોત થયું છે.

નિકોલમાં હત્યા કેસમાં ખુલાસો, ભત્રીજા સાથે વધુ મિત્રતાની ઈર્ષાએ કરાવી હત્યા
નિકોલમાં હત્યા કેસમાં ખુલાસો, ભત્રીજા સાથે વધુ મિત્રતાની ઈર્ષાએ કરાવી હત્યા

અમદાવાદ:અમદાવાદની કઠવાડા GIDC માં આવેલ શ્રીયમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયેલીહત્યાનો(nikol murder case) ભેદ ઉકેલાયો છે. બે કારીગરો વચ્ચે કામ બાબતે ઝઘડો થયો હતો જેમાં એક કારીગરે ઉશ્કેરાઈને અન્ય કારીગરને પાવડાથી માથામાં હુમલો કરતા તેનું મોત થયું છે. આ ઘટના સંદર્ભે (Jealousy committed the murder) નિકોલ પોલીસે હત્યારા યુવકની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

માથામાં હુમલો:ઘટનાની વિગતવાર વાત કરીએ તો 17 ડિસેમ્બરના રોજ રાજા ભોઈ, ગણેશ, બીશ્વજીત તેમજ દિલીપ ભોઈ ચારેય જણા ફેક્ટરીમા નાઈટ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા, ત્યારે રાતના 12:30 વાગે આસપાસ બીશ્વજીત ઉપરના ભાગે ગ્રાઈન્ડિંગ મશીન પર કામ કરતા દિલીપ ભોઈ જોડે પ્લાસ્ટિકનો ભૂકો લેવા ગયો હતો, 20 મિનિટ બાદ બીશ્વજીત લિફ્ટના નીચે લોહીલુહાણ હાલતમાં આવ્યો હતો. જેથી રાજા ભોઈએ એ તેને બીજા શેડમાં લઈ જઈ ઇજાનું કારણ પૂછતાં તેને જણાવ્યું હતું કે દિલીપે તેને ગ્રાઈન્ડિંગ કરવાની ના પાડી બોલાચાલી કરતા તે અડધું ગ્રાઈન્ડિંગ કરેલો ભુક્કો લિફ્ટમાં મૂકીને આવી રહ્યો હતો ત્યારે દિલીપે પાવડાથી માથામાં હુમલો કર્યો હતો. જે બાદ બુમાબુમ થતા તમામ લોકો જાગી જતા 108 જે બોલાવામાં આવી હતી જ્યાં 108 પહોંચે એ પહેલા જ બીશ્વજીતનું મોત થયું હતું.

આરોપીને ઈર્ષા થતી હતી:આ ઘટના અંગે નિકોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે તે અને મૃતક તેમજ ફરિયાદી તમામ એક જ ગામ ઓડિશાના વતની છે. મૃતકને થોડા દિવસ પહેલા ફરિયાદી કામ માટે લાવ્યો હતો અને તેની સાથે વધુ મિત્રતા રાખતા આરોપીને ઈર્ષા થતી હતી અને જેના કારણે સામાન્ય બાબતમાં હત્યાને અંજામ આપ્યો હતો. પકડાયેલો આરોપી ધોરણ 10 સુધીનો અભ્યાસ કરે છે ત્યારે તે 3 વર્ષથી અમદાવાદમાં મજૂરી કરતો હતો, આરોપીએ ઓડીશામાં કોઈ ગુનાનો અંજામ આપ્યો છે કે કે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details