ગુજરાત

gujarat

31stની રાત્રે સોલામાં યુવકની હત્યા?, યુવકને મારી ઝાડીઓમાં ફેંકી દેવાયો હોવાની આશંકા

By

Published : Jan 1, 2023, 5:46 PM IST

Updated : Jan 1, 2023, 7:02 PM IST

અમદાવાદના હેબતપુર ફાટક નજીક આવેલી ઝાડીઓમાંથી સવારે એક યુવકની લાશ મળી આવી (Dead Body Of Youth Found In Bush Hebatpur) હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સોલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી (murder on 31st december ahmedabad) હતી. યુવકને અન્ય જગ્યાએ માર મારી અને ઝાડીઓમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Dead Body Of Youth Found In Bush Hebatpur ahmedabad
Dead Body Of Youth Found In Bush Hebatpur ahmedabad

અમદાવાદમાં યુવકને મારી ઝાડીઓમાં ફેંકી દેવાયો હોવાની આશંકા

અમદાવાદ:અમદાવાદના હેબતપુર ફાટક નજીક વહેલી નવા વર્ષમાં પહેલા દિવસની સવારે જ એક યુવકની લાશ (murder on 31st december ahmedabad) મળી આવી હોવાની ઘટના સામે આવી (Dead Body Of Youth Found In Bush Hebatpur) છે. આસપાસના લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા સોલા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. યુવકને અન્ય જગ્યાએ માર મારવામાં આવ્યો હોય અને જે બાદ અહીંયા નાખી દેવામાં આવ્યો હોય તેવી ચર્ચા ચાલી રહી (murder on 31st december ahmedabad) છે કારણ કે જે યુવકની લાશ મળી તે યુવકના ઘરની પાસે જ બે થી ત્રણ લોકો તેને ઢોર મારતા હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા (police started investigation on basis of cctv) છે. જેથી સોલા પોલીસે હત્યાની આશંકાએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી (police started investigation) છે.

આ પણ વાંચોન્યૂયરની પાર્ટી કરી પરત આવેલા પીધેલાંઓનો પોલીસે નશો ઉતાર્યો, 1900થી વધુ પકડાયા

તપાસના ચક્રો ગતિમાન: પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ થઈ હતી અને તેનું નામ રાજેન્દ્ર નવલ હોવાનું અને તે ચાણક્યપુરી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું (dead body of rajendra naval found in hebatpur) છે. મૃતક ડ્રાઇવિંગનું કામ કરતો હોવાનું પણ ખુલાસો થયો છે. 31મી ડિસેમ્બરે મોડી રાત્રે તે ઘરેથી નીકળ્યો હતો અને તેના ઘર નજીક જ કેટલાક શખ્સોએ તેને માર માર્યો હતો. આ સમગ્ર મામલે સોલા પોલીસે મારામારીના સીસીટીવી ફૂટેજ કબજે કરી તે ફૂટેજમાં દેખાતા શખ્સોને પકડવાની કવાયત શરૂ કરી (police started investigation on basis of cctv) છે. 1.52 મિનિટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાઈક પર એક યુવકને લાવવામાં આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ તેને પકડી રાખે છે. જ્યારે અન્ય યુવક તેને લાકડીથી ફટકારી રહ્યો છે. આ ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે.

આ પણ વાંચોવડોદરામાં યુવતીના અપહરણ અને દુષ્કર્મના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ

પોલીસનો સંપર્ક થઇ શક્યો નથી:મહત્વનું છે કે થોડા દિવસ પહેલા સોલામાં ગોતા પાસેથી રિક્ષામાં એક યુવકની લાશ મળી આવી (murder on 31st december ahmedabad) હતી. તેવામાં ફરી એક વાર લાશ મળ્યા પોલીસનું વિસ્તારમાં પેટ્રોલિંગ થાય છે કે કેમ તે અંગે સવાલો ઉભા થયા છે. હાલ તો હેબતપુરમાં મળેલી લાશ મામલે તપાસ હાથ ધરાઈ છે. આ અંગે ETV ભારતે સોલા પોલીસ સ્ટેશનના PI જીગ્નેશ અગ્રાવતને ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ મિટિંગમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું.

Last Updated : Jan 1, 2023, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details