ગુજરાત

gujarat

કરોડપતિ ધારાસભ્યો હવે કરશે ગરીબ જનતાની સેવા, મિલકતમાં થયો ધરખમ વધારો

By

Published : Dec 13, 2022, 11:33 AM IST

Updated : Dec 13, 2022, 1:39 PM IST

રાજ્યમાં નવનિયુક્ત 182 ધારાસભ્યોની પસંદગી (Gujarat Assembly 2022) થઈ ચૂકી છે. ત્યારે આ ધારાસભ્યોમાંથી કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો કરોડપતિ (Crorepati MLAs of Gujarat) છે તો કેટલા લાખોપતિ છે. તે અંગેની વિગતવાર માહિતી જોઈએ આ અહેવાલમાં.

કરોડપતિ ધારાસભ્યો હવે કરશે ગરીબ જનતાની સેવા, મિલકતમાં થયો ધરખમ વધારો
કરોડપતિ ધારાસભ્યો હવે કરશે ગરીબ જનતાની સેવા, મિલકતમાં થયો ધરખમ વધારો

અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં 182 ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આ વખતે કરોડપતિ ધારાસભ્યોની (Crorepati MLAs of Gujarat) સંખ્યા ઘણી વધારે છે. વર્ષ 2017ની સરખામણીમાં 6 ટકાનો વધારો થયો છે. ત્યારે કઈ પાર્ટીના કેટલા ધારાસભ્યો કરોડપતિ છે ને તેઓ કેટલી સંપત્તિ ધરાવે છે. ગુજરાત ઈલેક્શન વૉચ (Gujarat Election Watch) અને એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ (Association for Democratic Reform) દ્વારા 182 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેની પર કરીએ એક નજર.

કરોડપતિ ધારાસભ્યોની સંપત્તિની વિગત

કરોડપતિ લાખોપતિ ધારાસભ્યોની વિગત રાજ્યમાં 182 જીતેલા ઉમેદવારો પૈકી 151 (83 ટકા) કરોડપતિ ધારાસભ્ય છે. જ્યારે વર્ષ 2017માં આ સંખ્યા 141 (77 ટકા) હતી. આમાંથી ભાજપના 156માંથી 131 (85 ટકા), કૉંગ્રેસના 17માંથી 14 (82 ટકા), આમ આદમી પાર્ટીના જીતેલા 5માંથી 1 (20 ટકા) અને સમાજવાદી પાર્ટીના 1 (100 ટકા), અપક્ષ 3 ઉમેદવારોમાંથી ત્રણેય (100 ટકા) કરોડપતિ ધારાસભ્યો છે.

ઉમેદવારોની સંપત્તિની વિગત ઉમેદવારોની સંપત્તિની વાત કરીએ તો, રાજ્યમાં વિજયી ઉમેદવારોમાંથી 5 કરોડથી (Crorepati MLAs of Gujarat) વધુની સંપત્તિ ધરાવતા 73 (40 ટકા), 2થી 5 કરોડ રૂપિયા સુધીની મિલકત ધરાવતા 52 (29 ટકા), 50 લાખથી 2 કરોડ રૂપિયા સુધીની મિલકત ધરાવતા 46 (25 ટકા) અને 50 લાખથી ઓછીની મિલકત ધરાવતા માત્ર 11 (6 ટકા) ધારાસભ્યો છે. આ સાથે જ આ વખતે 182 ઉમેદવારોની સરેરાશ મિલકત 16.41 કરોડ રૂપિયા છે. જ્યારે વર્ષ 2017માં તે 8.46 કરોડ રૂપિયા હતી.

પક્ષ પ્રમાણે સરેરાશ મિલકતપક્ષ પ્રમાણે સરેરાશ મિલકતની વાત કરીએ તો, ભાજપમાંથી 156 ઉમેદવારોની સરેરાશ મિલકત 17.15 કરોડ રૂપિયા, કૉંગ્રેસના 17 ઉમેદવારોની સરેરાશ મિલકત 5.51 કરોડ રૂપિયા, આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારોની સરેરાશ મિલકત 98.70 લાખ રૂપિયા, સમાજવાદી પાર્ટીના 1 ઉમેદવારની સરેરાશ મિલકત 20.94 કરોડ રૂપિયા (Crorepati MLAs of Gujarat) અને 3 અપક્ષ ઉમેદવારોની સરેરાશ મિલકત 63.94 કરોડ રૂપિયા છે.

ભાજપના ધારાસભ્યો સૌથી વધુ મિલકત ધરાવતા 3 વિજયી ઉમેદવારોની વાત કરીએ તો, ગાંધીનગર માણસા બેઠકના (Mansa Assembly Seat) ભાજપના ધારાસભ્ય જંયતભાઈ સોમાભાઈ પટેલ પાસે સૌથી વધુ 661 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. જ્યારે ભાજપના સિદ્ધપુરના ધારાસભ્ય (Siddhpur Assembly Seat) બળવંતસિંહ રાજપૂત પાસે 372 કરોડથી વધુની મિલકત અને ભાજપના રાજકોટ દક્ષિણના (Rajkot South Assembly Seat) ધારાસભ્ય રમેશભાઈ વિરજીભાઈ તિલાલા પાસે 175 કરોડ રૂપિયાથી વધુની મિલકત છે.

સૌથી ઓછી મિલકત ધરાવતા વિજયી ઉમેદવારોતાપીના વ્યારાના ભાજપ (Tapi Vyara MLA Mohan Kokani) ધારાસભ્ય કોકની મોહનભાઈ ડી. પાસે 18 લાખથી વધુની, ભાવનગર ગારિયાધારના આમ આદમી પાર્ટીના સુધીર વાઘાણી પાસે 19 લાખથી વધુની મિલકત અને દાહોદ ગરબાડાના ભાજપ ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર પાસે 21 લાખથી વધુની કિંમત છે.

Last Updated : Dec 13, 2022, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details