ગુજરાત

gujarat

Child Missing Case Ahmedabad : અમદાવાદ શાળામાંથી ગુમ થયેલો બાળક ખરેખર થયો હતો ફરાર, હતું આ કારણ

By

Published : Jan 21, 2023, 8:43 PM IST

Child Missing અમદાવાદની શાળામાંથી ગુમ થયેલો બાળક ખરેખર થયો હતો ફરાર, હતું આ કારણ
Child Missing અમદાવાદની શાળામાંથી ગુમ થયેલો બાળક ખરેખર થયો હતો ફરાર, હતું આ કારણ

અમદાવાદમાં ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલી રઘુવીર વિદ્યાવિહારમાંથી (Raghuvir Vidyavihar Thakkarbapanagar ) વિદ્યાર્થી ગુમ થયો હતો. તેના કારણે બાળકના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે આ બાળક ગુમ નહીં પરંતુ શાળામાંથી ફરાર થયો હોવાનું સામે આવ્યું હતું.

વાલીએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ

અમદાવાદઃવર્તમાન સમયમાં શાળાઓમાંથી બાળકો ગુમ થવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક બાળક શહેરના પૂર્વ વિસ્તાર ઠક્કરબાપાનગરમાં આવેલી રઘુવીર વિદ્યાવિહારમાંથી ગુમ થયો હતો. માનવ અંગરવાર નામનો ધોરણ 9માં ભણતો વિદ્યાર્થી શાળામાંથી ગુમ થયો હતો. જોકે, બાળક ગુમ થવા મામલે નવો વળાંક સામે આવ્યો છે. આ બાળક શાળામાંથી ગુમ નહતો થયો ઉલટાનું તે તો શિક્ષકે ઠપકો આપતા ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચોVadodara : વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ કોલ્હાપુરથી ઝડપાય, લવ જેહાદના હોબાળાનો અંત

વાલીએ નોંધાવી હતી પોલીસ ફરિયાદઃ આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ઠક્કરબાપાનગરમાં રઘુવીર વિદ્યાવિહારમાં અભ્યાસ કરતા ધોરણ 9ના વિદ્યાર્થી માનવ અંગરવાર શાળામાંથી ગુમ થયો હતો. આ મામલે તેમના વાલીએ કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોVadodara Constable : પ્રેમી સાથે ઝડપાયેલાં ડભોઈના મહિલા કોન્સ્ટેબલની તાત્કાલીક અસરે બદલી

વાલીએ કરાવી હતી તપાસઃ20મી જાન્યુઆરીએ વિદ્યાર્થી શાળાએ ગયો હતો અને શાળામાં એસાઈન્મેન્ટ લાવવા બાબતે શિક્ષકે ઠપકો આપ્યો હતો. આ બાબતે તેને ખોટુ લાગી આવતા તે શાળામાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ બપોરે પણ તે ઘરે ન પહોંચતા માતાપિતાએ અને પરિવારજનોએ શાળામાં તપાસ કરાવી હતી. જોકે, બાળક ત્યાં પણ ન મળતા અને શાળા દ્વારા યોગ્ય જવાબ ન આપવામાં આવતા વાલીઓએ તપાસ શરૂ કરી હતી.

કૃષ્ણનગર પોલીસે કરી તપાસઃજોકે, શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં વિદ્યાર્થી સ્કૂલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલે પરિવારજનોએ અંતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાળકની અપહરણની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

બાળકને શોધવાની કામગીરી શરૂઃઆ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI બી.એમ પટેલે ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિવારજનોની ફરિયાદના પગલે કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરી બાળકને શોધવાની કામગીરી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details