ગુજરાત

gujarat

Budget of Ahmedabad Corporation : અમદાવાદ કોર્પોરેશનનું 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, જાણો ક્યાં ક્ષેત્રમાં કેટલું બજેટ...

By

Published : Feb 3, 2022, 9:02 AM IST

અમદાવાદ કોર્પોરેશન દ્વારા 8111 કરોડનું બજેટ (Budget of Ahmedabad Corporation) રજુ કરવામાં આવ્યું છે. જેમાં શહેરના રોડ-રસ્તા, બ્રિજ, રેલવે ઓવર બ્રીજ, બાગ-બગીચા, AMTS-BRTS માટે અલગ અલગ બજેટ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં નવીનીકરણ કરવા માટે બજેટ (Ahmedabad Budget 2022) ફાળવવામાં આવ્યું છે. જાણો શહેરના વિવિધ ક્ષેત્રની બજેટ ફાળવણી.......

Budget of Ahmedabad Corporation : અમદાવાદ કોર્પોરેશનનું 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ થયું,જાણો ક્યાં ક્ષેત્રમાં કેટલું ફાળવ્યું
Budget of Ahmedabad Corporation : અમદાવાદ કોર્પોરેશનનું 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ થયું,જાણો ક્યાં ક્ષેત્રમાં કેટલું ફાળવ્યું

અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશન દ્વારા 8111 કરોડનું બજેટ રજૂ (Budget of Ahmedabad Corporation) કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરના રોડ-રસ્તા, બ્રિજ, રેલવે ઓવર બ્રીજ, બાગ-બગીચા, AMTS-BRTS માટે અલગ અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે. ખાસ કરીને વી.એસ. હોસ્પિટલના નવિનીકરણ માટે 160 કરોડ અને એલ.જી.હોસ્પિટલના નવિનીકરણ માટે 180 કરોડ ફાળવવામાં આવ્યા છે. 2022-23 ના બજેટમાં સામાન્ય વેરો, વોટર અને કોન્ઝર્વન્સી વેરા, વાહનવેરા કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.

અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનો માટે સુવિધા

અમદાવાદ કોર્પોરેશનનું 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ થયું

અમદાવાદ કોર્પોરેશન ટોકન ભાડે એટલે કે 1 રૂ ના ચો.મી. પ્રતિ માસે જગ્યા ઓફર કરવામાં આવે છે. ઇ-ચાર્જિંગ જે જગ્યા બનાવવામાં આવશે. જે મહાનગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ માટે પ્રોપટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં દર 3 કિલોમીટરના અંતરે ઇલેક્ટ્રીક ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે. ઈલેક્ટ્રીક બસની (Budget on Electric Vehicles) મંજુરી પણ આપી દેવામાં આવી છે. ઇ-ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં માટે સિસ્ટમ ઇન્સ્ટોલ નિર્ધારિત સલામતી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે અને ફાયર વિભાગ માંથી NOC લાવવાનું રહેશે. શહેરમાં 200 નવી નોન એસ.સી બસ યુરો-6 બસ સંચાલિત હશે. 50 નવી ઇલેક્ટ્રિક બસ શહેરના રસ્તા પર દોડાવવામાં આવશે. અમદાવાદના લાલ દરવાજા બસ ટર્મિનસ હેરિટેજ લુક અને સારથી બંગ્લોઝ(ચાંદખેડા) અને ભક્તિ સર્કલ(નિકોલ) ખાતે નવા બસ ટર્મિનસ ઉભા કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં બનશે 13 નવા બ્રીજ

આગામી સમયમાં નવા 13 બ્રિજ બનાવવામાં માટે 150 કરોડની ફાળવવામાં (Budget Allocation for Bridge in Ahmedabad) આવ્યા છે. અમદાવાદમાં હાલ 79 બ્રીજ અને 9 જેટલા બ્રીજનું કામ ચાલુ છે. એટલે કુલ 102 ની સંખ્યા બ્રીજ પહોંચી જશે. આગામી સમયમાં ત્રાગડ ગામ રેલવે અંડરબ્રિજ બ્રિજ 3.12 કરોડ, ઉમા ભવાની ચાંદખેડા રેલવે અંડરબ્રિજ માટે 3.74 કરોડ, I.O.C ચાંદખેડા રેલવે અંડરબ્રિજ માટે 3.12 કરોડ, વટવા વિંઝોલ રેલવે અંડરબ્રિજ માટે 6.12 કરોડ, ઓમનગર રેલવે અંડરબ્રિજ 7.12 કરોડ, સાબરમતી ડી-કેબીન રેલવે અંડરબ્રિજ 1.26 કરોડ, ગાંધીગ્રામ રેલવે સ્ટેશન અંડરબ્રીજ 25 કરોડ, ગોતા ક્રોસિંગ પર રેલવે અંડરબ્રિજ માટે 15 કરોડ ફાળવવામાં આવ્યા છે. સાથે સાથે સત્તાધાર ચાર રસ્તા અને નરોડા પાટીયા પર ફ્લાયઓવર બ્રીજ માટે 225 કરોડ ફાળવવામાં આવ્યા છે.

જાહેર સ્થળો, તળાવ-બાગ બગીચા માટે 250 કરોડ ફાળવવામાં આવ્યા

આગામી સમયમાં અમદાવાદમાં તળાવના વિકાસ માટે 22.24 કરોડ ફાળવવામાં આવ્યા છે. બાગ-બગીચા માટે 56.65 કરોડ ફાળવવામાં (Allocation of Garden Budget in Ahmedabad) આવ્યા છે. વટવા વોર્ડમાં નવા સમાવિષ્ટ લાંભા વિસ્તારમાં બગીચાની કામગીરી માટે અને હાથીજણ પાસે બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાની કામગીરી માટે શહેરમાં નવા 14 બગીચા બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 7 હયાત બગીચાઓનું નવીનીકરણ કરવામાં આવશે.

નવરંગપુરામાં બનશે 590.56 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ

નવરંગપુરામાં 590.56 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ (Sports Budget in Ahmedabad) બનાવવામાં આવશે. જેમાં ભારત સરકાર દ્વારા પણ આર્થિક કરવામાં આવશે. આ કોમ્પલેક્ષ 82507 ચો.મી. વિસ્તારમાં રાષ્ટ્રીય કક્ષાનું રમત ગમત સંકુલ બનાવવામાં આવશે. આ કોમ્પલેક્ષમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારની રમત રમી શકાશે. જેમાં 6 ટેનિસ કોર્ટ,1 બાસ્કેટબોલ કોર્ટ, 1 વોલીબોલ કોર્ટ, કબડ્ડી, ખો-ખો, જોગીગ ટ્રેક પણ બનાવવામાં આવશે. આ કોમ્પલેક્ષમાં 800 ટુ વ્હીલર અને 850 ફોર વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Jitu Vaghani Cabinet Briefing : ગુજરાતના નાણાંપ્રધાન અને અધિકારીઓને બજેટને લઇને અપાઈ છે આ સૂચના

હેલ્થ-હોસ્પિટલના વિકાસ માટે 128.45 કરોડ

અમદાવાદ કોર્પોરેશન દ્વારા હેલ્થ અને હોસ્પિટલના વિકાસ માટે 128.45 કરોડ ફાળવવામાં (Ahmedabad Hospital Budget) આવ્યા છે. જેમાં વી.એસ. હોસ્પિટલના નવીનીકરણ માટે 160 કરોડ, એલ.જી. હોસ્પિટલના નવીનીકરણ માટે 225 કરોડ, 10 અર્બન હેલ્થ સેન્ટર માટે 40 કરોડ, 2 સી.એસ.સી માટે 20 કરોડ જેવા વિવિધ કામો માટે ફાળવણી કરવામાં કરવામાં આવી છે.

વોટર પ્રોજેક્ટ માટે 375.85 કરોડની ફાળવવાની મંજુરી

શહેરમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરી શકાય, ભૂર્ગભ જળનો જથ્થો વધારી શકાય નાના લોકલ વોટર લોગિંગ સ્થળો દૂર કરી શકશે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં આવેલ રહેણાંક, મકાનો, એપાર્ટમેન્ટસ, બંગલાઓમાં કોમન કે મકાન દીઠ રીચાર્જના કામમાં 80 ટકા અને 20 ટકા લોકભાગીદારીનું આયોજન કરવામાં આવશે. આગામી સમયમાં નરોડા, સરદાર નગર, કુબેર નગર, લાંભા, આંબાવાડી, વાસણા, ચાંદખેડા, ગોતા, થલતેજ, ગોતા જેવા વિવિધ વિસ્તારમાં 15 જેટલા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, 8 હયાત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન ઔગમેન્ટિન, રખિયાલ, મણીનગર, ઉત્તર ઝોનમાં ઓવર હેન્ડ, બાપુનગર, ચાંદલોડિયા, બહેરામપુરા, કુબેરનગર, બોડકદેવ, દુધેશ્વરમાં ભુર્ગભ ટાંકી બનાવવાનું આયોજન કરવામાં આવે છે.

જ્યારે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 200 એમ.એલ.ટી ક્ષમતાનો જળ શુદ્ધિકરણ પ્લાન્ટ (Ahmedabad Budget 2022) બનાવવામાં આવશે. ડ્રેનેજ પ્રોજેક્ટ માટે પણ 601.54 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં બાકરોલ અને નરસીપુરા અને બાદરાબાદ ગામમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જ્યારે રામોલ, સરખેજ, સરખેજના વણઝર વિસ્તાર અને થલતેજના ભાડજ શીલજ વિસ્તારમાં સુએજ પંપીગ સ્ટેશન બનાવવામાં આવશે. અમદાવાદના ઘાટલોડિયા, રખિયાલ, સરદારનગર, હરીવીલા સહિત કુલ 8 જગ્યા પર સાથે ડ્રેનેજ લાઇન નાંખવામાં આવશે.

આ પણ વાંચોઃ Rajkot Draft Budget 2022: રાજકોટ મનપા કમિશનર દ્વારા રૂપિયા 2334.94 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ

ABOUT THE AUTHOR

...view details