ગુજરાત

gujarat

Baba Bageshwar in Gujarat: ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની તડામાર તૈયારીઓ, ગણતરીના લોકોને જ મળશે દિવ્ય દરબારમાં પ્રવેશ

By

Published : May 27, 2023, 4:23 PM IST

ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિવ્ય દરબારમાં ગણતરીના લોકોને જ પ્રવેશ મળશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકો દ્વારા 5 હજાર પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને તેનું વિતરણ હાલ ચાલી રહ્યું છે.

baba-bageshwar-in-gujarat-preparations-for-baba-bageshwars-divya-darbar-chanakyapuri-ahmedabad-entry-pass-issued
baba-bageshwar-in-gujarat-preparations-for-baba-bageshwars-divya-darbar-chanakyapuri-ahmedabad-entry-pass-issued

આયોજક સાથે ખાસ વાતચીત

અમદાવાદ: બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 10 દિવસના ગુજરાત પ્રવાસે છે. સુરતમાં યોજાયેલા ભવ્ય દિવ્ય દરબાર બાદ તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં દિવ્ય દરબારમાં ઉપસ્થિત રહેવાના હોય તેને લઈને શાળામાં તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર 29 અને 30 તારીખે યોજાવવાનો હોય તેને લઈને આયોજક દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

પાસ વિતરણની વ્યવસ્થા: અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા પુરુષોત્તમ શર્મા અને તેઓના પુત્ર અમિત શર્મા દ્વારા બાગેશ્વર બાબાના દિવ્ય દરબારનું આયોજન કર્યું છે. જેમાં પાસ વિતરણની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યક્રમ સ્થળમાં લોકો મર્યાદિત સંખ્યામાં આવે અને આયોજક અને પોલીસ બંદોબસ્ત વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય તે હેતુથી માત્ર પાસ જે લોકો પાસે હશે તે લોકોને જ પ્રવેશ આપવા દેવાનો નિર્ણય આયોજક દ્વારા કરવામાં આવ્યો છે.

'એક વર્ષ પહેલાં બાબા બાગેશ્વર અમારા આ મંદિરે આવ્યા હતા અને તેઓએ આ જગ્યા પર લોક દરબાર કરવાની વાત કરી હતી અને જેના કારણે અહીંયા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને અમારી વિનંતી છે કે કાર્યક્રમ સ્થળ ઉપર મર્યાદિત લોકો રહી શકે તેવી વ્યવસ્થા હોવાથી પોતાના ઘરમાં રહીને ટીવી પર બાબાના કાર્યક્રમને નિહાળી આશીર્વાદ મેળવે.' - અમિત શર્મા, મુખ્ય આયોજક

3 હજારથી વધુ પાસનું વિતરણ:આયોજક દ્વારા હાલ 5 હજાર જેટલા પાસ વિતરણ છપાવવામાં આવ્યા છે. જેમાંથી 3000 કરતાં વધુ પાસ હાલ વિતરણ કરવામાં આવ્યા છે અને પોલીસ મંજૂરી મળે વધુ પાસ વિતરણ કરવામાં આવશે તેવું આયોજન કે જણાવ્યું હતું. દરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે ત્યારે બંદોબસ્ત પણ પૂરતો કરવામાં આવ્યો છે.

  1. Baba Bageshwar in Gujarat: બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટરો, રાજકોટ આવશે બાબા
  2. Baba Bageshewar In Gujarat: ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતમાં 20 ફૂટ રંગોળી બનાવામાં આવી
  3. Baba Bageshwar: પટણામાં બાબા બાગેશ્વર દિવ્ય દરબાર રદ્દ, જાણો કારણ

ABOUT THE AUTHOR

...view details