ગુજરાત

gujarat

કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે, દ્વારકાધામથી વધુ એક ગેરંટીની જાહેરાત

By

Published : Sep 1, 2022, 7:21 PM IST

કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે, દ્વારકાથી એક ગેરંટીની જાહેરાત કરશે
કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે, દ્વારકાથી એક ગેરંટીની જાહેરાત કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતમાં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી( Aam Aadmi Party )પણ કમરકસીને ચૂંટણી તૈયારી શરૂ કરી દીધી છે, ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ દ્વારકામાં એક જનસભાને સંબોધશે કરશે. આ ઉપરાંત, ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત કરશે. Gujarat Assembly Election 2022, Aam Aadmi Party, Arvind Kejriwal Gujarat Visit

અમદાવાદગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઈ (Gujarat Assembly Election 2022 )રહી છે. ત્યારે દરેક રાજકીય પાર્ટી દ્વારા પોતાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ( Aam Aadmi Party )પણ કમરકસીને ચૂંટણી તૈયારી શરૂ કરી દીધી છે. તેને જોતા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ફરી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

આ પણ વાંચોસિસોદિયા પર દરોડા પછી ગુજરાતમાં AAPનો વોટ શેર 4 ટકા વધ્યો: કેજરીવાલ

કેજરીવાલ બે દિવસ ગુજરાતમાંઆમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal Gujarat Visit )આવતી કાલ 2 સપ્ટેમ્બરના રોજ દ્વારકા પધારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીષ નમાવશે. ત્યારબાદ તેઓ દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધશે કરશે . અરવિંદ કેજરીવાલ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બલરામની ધરતી( Kejriwal meeting in Dwarka )પરથી ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત કરશે.

આ પણ વાંચોAAPનું ડોર ટુ ડોર કેમ્પેઇન, લોકોને આપશે ગેરેન્ટી કાર્ડ

સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનઅરવિંદ કેજરીવાલ બપોરના સમયે જનસભાને સંબોધશે. ત્યારબાદ દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણના મંદિર પર ઘ્વજારોહણ કરશે. ત્યારબાદ તેઓ વાયા પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચશે. બીજા દિવસે 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે અને સરપંચો અને VCE સાથે એક ટાઉનહોલ કાર્યક્રમમાં સંવાદ કરશે અને તેમની વેદના સાંભળશે.

ABOUT THE AUTHOR

...view details