ગુજરાત

gujarat

શાહપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ધરપકડ

By

Published : Nov 16, 2022, 7:43 PM IST

અમદાવાદમાં આવેલા શાહપુર (Shahpur area in Ahmedabad) વિસ્તારમાં હત્યા થઇ હતી. તે હત્યા બાદ આજે શાહપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે (Shahpur Police Ahmedabad) હત્યાનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ગુનામા સામેલ અન્ય આરોપીઓની ધરપકડ કરવા ટીમો કામે લગાડી છે.

શાહપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ધરપકડ
શાહપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ધરપકડ

અમદાવાદશાહપુર વિસ્તારમાં (Shahpur area in Ahmedabad) થયેલી યુવકની હત્યા (Murder case in Ahmedabad) મામલે શાહપુર પોલીસે (Shahpur Police Ahmedabad) બે આરોપીઓની ધરપકડ કરી છે. હત્યાનાગુનામાં સામેલ મોહમદ ઉમર ઉર્ફે ગુલામકમાલવાલા અને મોહમદ સઉદ કમાલવાલા એમ બે ભાઈઓને ઝડપી પોલીસે પૂછપરછ શરૂ કરી છે. જોકે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી ફરાર હોવાથી તેને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. શાહપુરમાં રહેતા (Shahpur Police Ahmedabad) મોહમદ ફરીદ કુરેશીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. યુવકના લગ્ન વર્ષ 2016માં ગુલફીસા બાનુ નામની યુવતી સાથે થયા હતા. જોકે ગુલફીસા બાનુને બાજુમાં આવેલી સોસાયટીમાં રહેતા બિલાલ કુરેશી નામનાં એક વ્યક્તિ સાથે આડાસંબંધ હોવાથી અઢી મહિના પહેલા છૂટાછેડા આપી દીધા હતા. જે બાબતની અદાવત રાખીને બિલાલ કુરેશી અને તેના પિતા સાથે ફરિયાદીને બે ત્રણ વખત બોલાચાલી અને ઝઘડો થતા તેઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

ફરિયાદીના ઘરે પહોંચ્યારવિવારે મોહમદ ફરીદ કુરેશી ઘરે હાજર હતા. ત્યારે બપોરના સમયે આ ઝઘડાની અદાવત રાખીને પૂર્વ પત્નિ સાથે આડા સંબંધ રાખનાર બિલાલ કુરેશી તેના હાથમાં છરી લઈને તેમજ તેના કાકાનો દિકરો મુદદુસીર ઉર્ફે મુદદુ કુરેશી અને તેના મામા ઈમરાન ઉર્ફે અમુલ કુરેશી અને તેના પિતા ઉસ્માન કુરેશી હાથમાં લાકડાનો દંડો લઈને ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. અને તેના વાહનમાં તોડફોડ કરી હતી. જે બાદ આરોપીઓએ ફરીદ કુરેશીને ઘરની બહાર બોલાવી " તુમ હમારી આંખ સે આંખ ક્યુ મિલાતે હો, તુમ હમારે ઘરકી લડકીયા કે સામને ક્યું દેખતા હૈ, તેમ કહીને આજે તો આને મારી નાખવો છે. તેવુ કહીને જીવલેણ હુમલો (Murder case in Ahmedabad) કર્યો હતો. ફરીદ કુરેશીએ બુમાબુમ કરતા તેના માતા વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ માર માર્યો હતો.

મારી નાખવાના ઈરાદે હુમલો ફરિયાદીનો મોટો ભાઈ વચ્ચે પડતા તેને આરોપીઓએ પકડી રાખી બિલાલે છરીથી ફરિયાદીના ભાઈને મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. જેથી તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. આ દરમિયાન બિલાલના પિતાએ ફરિયાદીને લાકડાના દંડા વડે માર મારતા બુમાબુમ થતા આસપાસના લોકો આતી જતા તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન અબ્દુલ કાદરનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ગુનામા સામેલ અન્ય આરોપીઓની ધરપકડ કરવા ટીમો કામે લગાડી છે.

ABOUT THE AUTHOR

...view details