ગુજરાત

gujarat

સફાઈ કર્મચારીઓ માટે રાહતના સમાચાર, સરકારે જાહેર કર્યું નવું વળતર પેકેજ

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 7:17 PM IST

અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પંવાર દ્વારા સફાઈ કર્મચારીઓના ઉત્કર્ષ અને વિકાસ મુદ્દે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ તકે અંજના પવારે સફાઈકર્મીના જીવનની સમીક્ષા કરતા મીડિયાના માધ્યમથી સફાઈકર્મીઓ જોગ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જાણો સંપૂર્ણ માહિતી.

Anjana Panwar
Anjana Panwar

સફાઈ કર્મચારીઓ માટે રાહતના સમાચાર

અમદાવાદ :સફાઈ કર્મચારીઓના ઉત્કર્ષ અને વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે. ત્યારે હવે સફાઈ કર્મચારીઓના જીવન અંગે સમીક્ષા કરવા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના ઉપાધ્યક્ષ અંજના પંવાર ગુજરાતના પ્રવાસે છે.

સફાઈકર્મીના જીવનની સમીક્ષા :રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પંવાર સફાઈ કર્મચારીઓ અને તેમના આશ્રિતોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જીવનનો અભ્યાસ કરવા અને સમીક્ષા કરવા ગુજરાત રાજ્યની મુલાકાતે આવ્યા છે. આ સમય દરમિયાન ઉપપ્રમુખ અંજના પંવારે મીડિયા સાથે વાતચીત કરવા માટે અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે સફાઈ કર્મચારીઓના જીવન અને તેમના પુનર્વસન માટે સ્વરોજગાર યોજના અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

શું છે MS એક્ટ ? અંજના પવારે મીડિયાને જણાવ્યું હતું કે, સૌ પ્રથમ લોકોને MS એક્ટ વિશે જાણકારી હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે 2013 માં કાયદો બનાવ્યો હતો કે, જેમાં કોઈ પણ માણસને કોઈ પણ સંસાધન વગર ગટરની સફાઈ કરવાનું થતું નથી. શહેરમાં ઘણી ગટરો ઉભરાઈ જતા તેની સફાઈ કરવા માટે સફાઈ કર્મચારીઓ કોઈ પણ જાતના સાધન વિના ગટરોમાં ઉતારીને સફાઈ કરતાં હોય છે. જેમાં જીવ જવાની સંભાવના હોય છે. ઘણી જગ્યાએ મોત થયાના બનાવો પણ પ્રકાશમાં આવતા હોય છે.

સફાઈકર્મીઓને સરકારની સહાય : ગટરની સફાઈ કરતા સમયે કોઈ કર્મચારીનું મોત થઈ જાય ત્યારે સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને 10 લાખ સુધી વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે ફેરબદલ કરી વળતરમાં સુધારો કર્યો છે. જે અંતર્ગત સફાઈ કર્મચારી જો અપંગ થઈ જાય તો તેને વળતર પેટે 10 લાખ આપવા અને મૃત્યુ થાય તો 30 લાખ આપવાની ઘોષણા કરી છે. જેથી આવા કપરા સમયે મૃતકના પરિવારજનોને આર્થિક રીતે રાહત મળી શકે.

જાહેર જનતાને અપીલ : સરકારના ઉમદા પ્રયાસ થકી આજે સફાઈ કર્મચારીના પરિવારજનો પગભર થઈ શકે તેવા આશય સાથે સફાઈ કર્મચારીઓના જીવન અંગે સમીક્ષા કરવા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના ઉપાધ્યક્ષ દ્વારા સરકાર અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને લોકો સુધી પહોંચાડવા મીડિયાને અપીલ કરવામાં આવી હતી.

  1. અમદાવાદ ખાતે પ્રિ-વાઇબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સનું આયોજન, નીતિ આયોગના પ્રમુખ સલાહકાર સાથે ખાસ વાતચીત
  2. ગુજરાત કેબિનેટ બેઠકમાં વાઈબ્રન્ટની સમીક્ષા, પાર્ટનર દેશની સંખ્યામાં વધારો થશે

ABOUT THE AUTHOR

...view details