ગુજરાત

gujarat

અમદાવાદી યુવકનું સ્ટાર્ટઅપ, પેટ્રોલવાળું વાહન હવે બેટરીથી ચાલશે

By

Published : Jul 21, 2022, 9:15 PM IST

દેશમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે. વધતા પેટ્રોલના ભાવને લઈને ઇલેક્ટ્રીક વાહનોનું વેચાણ વધ્યું છે. અમદાવાદી યુવકે એક કીટ (Ahmedabad youth startup)બનાવી છે. આ કીટની મદદથી બાઈક પેટ્રોલ અને ઇલેક્ટ્રીક એમ(Startup Fair in Ahmedabad ) બન્નેથી ચાલી શકશે. આ કીટની ખાસયત છે કે કોઈપણ ટુ વ્હીલરમાં લાગાવી શકાશે. જાણીએ આ કીટ કઈ રીતે કામ કરશે.

અમદાવાદી યુવકનું સ્ટાર્ટઅપ, પેટ્રોલવાળું વાહન હવે બેટરીથી ચાલશે
અમદાવાદી યુવકનું સ્ટાર્ટઅપ, પેટ્રોલવાળું વાહન હવે બેટરીથી ચાલશે

અમદાવાદઃપેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે અને બીજી તરફ વાહનોના કારણે ધ્વનિ તેમજ વાયુ પ્રદુષણ પણ વધી રહ્યું છે. જેને લઈને ઇલેક્ટ્રીક વાહનોનું વેચાણ વધ્યું છે. ત્યારે લોકોની પાસે ચાલતું વાહન હોય તો તે પણ હવે ઈલેક્ટ્રીક વાહનની જેમ બેટરીથી (Ahmedabad youth startup)ચલાવી શકાશે. અમદાવાદી યુવકે એક કીટ બનાવી છે. કોઈપણ ટુ વ્હીલરમાં લાગી જશે અને ટુ-વ્હીલર વાહન ઇલેક્ટ્રીક (Startup Fair in Ahmedabad ) વાહનની જેમ ચાલશે.

યુવકનું સ્ટાર્ટઅપ

પેટ્રોલ અને ડીઝલના ખર્ચમાં 90 ટકા સુધી રાહત -અમદાવાદના વિપુલ પટેલ દ્વારા તૈયાર કરાયેલી બેટરી અને મોટર દ્વારા(Startup India) પેટ્રોલ અને ડીઝલના ખર્ચમાં 90 ટકા સુધી રાહત મળવાનો દાવો કરવામાં આવ્યો છે. બેટરીથી વાહન ચલાવતા માત્ર 15 પૈસા પ્રતિ કિ.મી ખર્ચ થાય છે. એકવાર ત્રણ કલાક બેટરી ચાર્જ કર્યા બાદ વાહન 80 km સુધી ચાલી શકે છે. બેટરી વાળા ટુ વ્હીલર પર બે વ્યક્તિ બેસી કરી શકે અને 70 ની સ્પીડથી વાહન પણ ચાલી શકશે.

આ પણ વાંચોઃStartup Fair in Ahmedabad: વિદ્યાર્થીઓએ બનાવેલાં ઈ-વ્હિકલ અને ટ્રેડમિલ ડિસ્પ્લે થયાં, પ્રતિસાદ કેવો રહ્યો જાણો

વાહનમાં લગાવીને ટ્રાયલ કર્યો -વિપુલ પટેલે જણાવ્યું હતું કે તેઓ પહેલા મોટર તથા જનરેટર બનાવવાનું કામ કરતા હતા. કોરોનામાં ઘરે બેઠા તેમને વિચાર આવ્યો હતો કે વધતા પેટ્રોલના ભાવને લઈને તેમના ધ્યાને ઇલેક્ટ્રીક વાહન બનાવવાનું સામે આવ્યું ત્યારે તેમને પેટ્રોલથી ચાલતા વાહનને જ ઈલેક્ટ્રીક વાહનમાં કેવી રીતે ફેરવી શકાય તે વિચારીને એક કીટ તૈયાર કરી છે. આ કીટ બનાવવામાં એક મહિના જેટલો સમય લાગ્યો હતો અને જેનો તેમને એક વર્ષ કરતાં વધુ સમય તેમના વાહનમાં લગાવીને ટ્રાયલ કર્યો હતો. હાલમાં ત્રણ જેટલા વાહનમાં આ કીટ લગાવીને ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે. આ કીટનું નામ તેમણે રીટ્રો ફીટ ઈલેક્ટ્રીક કીટ રાખ્યું છે.

પેટ્રોલથી ચાલતા ટુ વ્હીલરમાં આ પ્રકારની કીટ - હાલમાં ઇલેક્ટ્રીક વાહનો બજારમાં જોવા મળી રહ્યા છે અને પેટ્રોલથી ચાલતા ટુ વ્હીલરમાં આ પ્રકારની કીટ આવે છે. પરંતુ અત્યાર સુધી આ કીટ ચાઈના કે અન્ય દેશોમાંથી આવતી હતી જેની જગ્યાએ હવે ભારતમાં જ આ કીટની બેટરી તથા કીટ વિપુલ પટેલે બનાવી છે. આ કીટ માટે તેમણે આઈ.પી.આરમાં પેટર્ન પણ કરાવી દીધી છે. પેટન્ટ મુજબ કિટનો ઉપયોગ મોટર તથા વાહનોના જનરેટર એમ બે પ્રકારે થઈ શકશે.

વાહન પેટ્રોલ અને બેટરી બન્ને પર ચાલી શકે - આ ડ્યુઅલ કીટ કોઈપણ ટુ વ્હીલરમાં બાઈક, એકટીવા, બુલેટ સહિતના વાહનોમાં સરળતાથી લગાવી શકાશે. આ કીટનું કુલ વજન 10 કિલો જેટલું છે. આ કીટ એક વખત ચાર્જ કરીને વાહન ચલાવવામાં આવે તો 15 પૈસા પ્રતિ કિ.મી બાઈક ચાલશે. જ્યારે બેટરી ચાર્જ કરવા માટે ત્રણ કલાકનો સમય લાગશે. આ કીટની બેટરી પૂરી થાય તો વાહન પેટ્રોલ ઉપર પણ ચાલી શકશે. પેટ્રોલ ઉપર વાહન ચાલુ હોય ત્યારે જેટલા કિમી પેટ્રોલ ઉપર ચાલે તેટલા કિમીની બેટરી ચાર્જ થશે.

આ પણ વાંચોઃવીર નર્મદ યુનિવર્સિટી ખાતે "ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર"નું ઈ-ઉદ્ઘાટન કરાયું

કીટ લાગ્યા બાદ ત્રણ વર્ષની વોરંટી -આ કીટ વાહનના ટાયરમાં લગાવવામાં આવશે જ્યારે બેટરી અન્ય જગ્યાએ લાગશે. બજારમાં વેચાણ માટે પણ આ કીટ મુકવામાં આવી છે. જેમાં કોઈ પણ વાહન માટે આ કીટ 42000 રૂપિયામાં રહેશે અત્યારે આ કેટલું ઓનલાઈન ફ્રી બુકિંગ થઈ રહ્યું છે. જેમાં www.wheelectric. in નામની વેબસાઈટ ઉપર આ કીટ અંદરની તમામ માહિતી અને બુકિંગની વિગતો મૂકવામાં આવી છે. આ વેબસાઈટ ઉપરથી અત્યારે બુક કરાવી શકાશે એક વખત કીટ લાગ્યા બાદ ત્રણ વર્ષની વોરંટી આપવામાં આવશે.

સરકાર તરફથી ફંડ મળ્યું -ગુજરાત યુનિવર્સિટીના જીયુસેકમાં આ મોડલને લઈને વિપુલ પટેલે અરજી કરી હતી. દસ દિવસમાં આ મોડલ માટે એપ્રુવલ મળી ગયું હતું સરકાર તરફથી ફંડ પણ મળ્યું હતું ગુજરાત યુનિવર્સિટીએ મેનેજમેન્ટ રાઈટ મેન્યુફેક્ચરિંગ સહિતમાં મદદ કરી હતી શરૂઆતમાં ચાર લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી હતી અને બીજી ગ્રાન્ટ પણ એપ્રુવ થઈ ગઈ છે જે ટૂંક સમયમાં મળી જશે.

ફોર વ્હીલરમાં કીટ લાગી શકે તેવા પ્રયાસો -એન્જિનિયર નિકુલ પટેલે જણાવ્યું કે આ કીટ ટુ વ્હીલરમાં લગાવવાથી પેટ્રોલના ખર્ચમાં ઘટાડો થશે. તેમજ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. આગામી સમયમાં ફોર વ્હીલરમાં પણ આ કીટ લાગી શકે તેવા પ્રયાસો અમે કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details