ગુજરાત

gujarat

Ahmedabad News : ગરમીનો પારો લોકોની હાલત બગાડી રહ્યો છે, એક સપ્તાહમાં 108માં હિટસ્ટ્રોકના 8 કેસ

By

Published : May 16, 2023, 5:55 PM IST

અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહ ગરમી પારો ઊંચો આવતા 108માં હિટસ્ટ્રોકના 8 કેસ નોંધાયા છે. આ ઉપરાંત પેટનો દુખાવો, ઝાડા ઉલ્ટીના કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઝાડા ઉલ્ટીના રોજના 100 જેટલા કેસ નોંધાઇ રહ્યા છે. અત્યાર સુધી 30 જેટલા દર્દી હોસ્પિટલ દાખલ છે.

Ahmedabad News : ગરમીનો પારો લોકોની હાલત બગાડી રહ્યો છે, એક સપ્તાહમાં 108માં હિટસ્ટ્રોકના 8 કેસ
Ahmedabad News : ગરમીનો પારો લોકોની હાલત બગાડી રહ્યો છે, એક સપ્તાહમાં 108માં હિટસ્ટ્રોકના 8 કેસ

અમદાવાદમાં ગરમીને કારણે રોગચાળામાં વધારો

અમદાવાદ :રાજ્યમાં છેલ્લા 10 દિવસથી જાણે આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા હોય તેમ ભારે ગરમી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે ગરમીના કારણે બપોરના સમયે રોડ રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે, ત્યારે આગામી 5 દિવસ સુધી શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. હાલમાં ગરમીનો પારો 43 ડિગ્રી ઉપર જોવા મળી રહ્યો છે. જેને લઈને હિટસ્ટ્રોક થવાના કેસ પણ સામે આવી રહ્યાં છે.

ગરમીના કારણે શહેરમાં ઝાડા ઉલટી, ચક્કર આવવાના કેસ જોવા મળી રહ્યા છે. જેમાં રાજ્યની ઇમરજન્સી સર્વિસ 108માં શહેરમાં અત્યાર સુધી 8 જેટલા હિટસ્ટ્રોકના કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા દિવસમાં પેટમાં દુખાવાના 1000 કેસ, તાવના 331 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના SCS તેમજ PHCમાં દરરોજ 100 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં શહેરની વિવિધ હોસ્પિટલમાં 30 જેટલા ઝાડા ઉલ્ટીના દર્દી સારવાર હેઠળ છે. - આરોગ્ય અધિકારી ડો.ભાવિન સોલંકી

પાણીજન્ય કેસમાં વધારો :14 મે સુધીના કેસની વાત કરવાના આવે તો ઝાડા ઉલ્ટીના 195 કેસ,કમળાના 43 કેસ અને ટાઈફોઈડના 103 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષ દરમિયાન 7702 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 171 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. બેક્ટેરિયા લોજિકલ તપાસ માટે 1833 જનરલ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 26 જેટલા પાણીના નમૂના અનફિટ આવ્યા છે.

હિટ એક્શન પ્લાન અમલમાં :AMC દ્વારા હિટ એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં અંતર્ગત અત્યાર સુધી તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં જરૂરી નિદાન કરવામાં આવી રહ્યું છે. AMC દ્વારા શહેરના વિવિધ વિસ્તાર AMTS, BRTS સ્ટેશન પર 30 હજાર જેટલા ORSના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં 289 જેટલા ગાર્ડન બપોર દરમિયાન ખુલ્લા રાખવામાં આવી રહ્યા છે. શહેરના જંકશન પર ટ્રાફિક સિગ્નલ પર સમયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. શહેરમાં 800 જેટલા કન્ટ્રક્શન સાઈડ પણ પાણી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Temperature of Surat: સુરત જિલ્લામાં વધશે ગરમી, 44 ડિગ્રીને પાર જશે તાપમાન

Gujarat Weather: ગુજરાતમાં આગામી બે દિવસ પડશે કાળઝાળ ગરમી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

Heat Stroke : ગુજરાતમાં તાપમાનનો વધારો થતાં હીટ સ્ટ્રોક કેસોમાં વધારો, સૌથી વધુ કેસ ક્યાં નોંધાયા?

ABOUT THE AUTHOR

...view details