ગુજરાત

gujarat

Ahmedabad News : આ તારીખથી મળશે સાબરમતી રિવરફ્રન્ટમાં ક્રૂઝની સહેલગાહ, ગૃહપ્રધાન અમિત શાહ ઓનલાઇન લોકાર્પિત કરશે

By

Published : Jun 30, 2023, 10:28 PM IST

સાબરમતી રિવરફ્રન્ટના નજારામાં વધુ એક વૈભવી નજારો ઉમેરાઇ રહ્યો છે. જેની અમદાવાદીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે તે સાબરમતી રિવરફ્રન્ટમાં ક્રૂઝની સહેલગાહ આગામી 2 જુલાઇથી શરુ થવા જઇ રહી છે. જેનું ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.

Ahmedabad News : આ તારીખથી મળશે સાબરમતી રિવરફ્રન્ટમાં ક્રૂઝની સહેલગાહ, ગૃહપ્રધાન અમિત શાહ ઓનલાઇન લોકાર્પિત કરશે
Ahmedabad News : આ તારીખથી મળશે સાબરમતી રિવરફ્રન્ટમાં ક્રૂઝની સહેલગાહ, ગૃહપ્રધાન અમિત શાહ ઓનલાઇન લોકાર્પિત કરશે

ક્રૂઝની ટિકીટના દર નક્કી નથી

અમદાવાદ : અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે વધુ એક નવું નજરાણું અમદાવાદ શહેરને મળવા જઈ રહ્યું છે. 2 જુલાઈના રોજ દેશના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા સાબરમતી નદીમાં બે માળની ક્રૂઝ અમદાવાદ શહેરના લોકો માટે ખુલ્લી મુકાશે. આ ક્રૂઝનો ટિકિટ દર કેટલો રાખવો તે જે તે ટ્રાવેલ કંપની નક્કી કરશે. અમદાવાદ શહેરના લોકોને હવે રિવરફ્રન્ટમાં બોટિંગ સાથે ક્રૂઝની પણ મજા માણી શકશે. જેમાં બર્થ ડે પાર્ટી, કેન્ડલ લાઇટ ડિનર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

સાબરમતી નદીની અંદર ક્રૂઝતૈયાર કરીને અનેક વખત ટ્રાયલ કરવામાં આવ્યા હતા. આ ક્રૂઝ સંપૂર્ણ રીતે મેક ઇન ઇન્ડિયન અંતર્ગત તૈયાર કરવામાં આવી છે. આ ભારતની પહેલી ક્રૂઝ છે જેનું ઉત્પાદન ભારતમાં થયું છે. 150 જેટલા લોકોને એકસાથે બેસીને સાબરમતી નદી તેમજ રિવરફ્રન્ટનો નજારો માણી શકે છે. આ ક્રૂઝની ખાસિયતની વાત કરવામાં આવે તો ક્રૂઝમાં બર્થ-ડે પાર્ટી મેરેજ એનિવર્સરી સાથે ક્રુઝમાં પ્રવાસ કરતા લોકોને અલગ અલગ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ શકશે...હિતેશ બારોટ (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)

અમિત શાહ કરશે 2 જુલાઈએ લોકાર્પણ: બિઝનેસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અને ચહેરોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં સાબરમતી ફ્રન્ટ જે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અનેક લોકોને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેનો જ સાબરમતી નદીની અંદર ચલાવવામાં આવતી બોટિંગ રાઈડ જે સૌ લોકો આનંદ માનતા હોય છે. હવે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા રિવર ક્રૂઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ 2 જુલાઈના રોજ જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવશે.જેનું ઓનલાઇન લોકાર્પણ ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા થશે.

ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા લોકાર્પણ

ટિકીટ દર નકકી નથી : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે 2 જુલાઈના રોજ દેશના ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યુલી હાજરીથી સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલ અટલબ્રિજ ક્રૂઝની શરૂઆત કરવામાં આવશે. ટિકીટના દર હજુ સુધી નક્કી કરવામાં આવ્યાં નથી. પરંતુ જે પણ ટિકીટના દર હશે તે જમવાની સાથેના ટિકીટના દર છે. જેના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકાર ટિકીટનો દર નક્કી કરવામાં આવ્યો નથી.

ક્રૂઝ પર એક ટ્રિપનો સમય કેટલો: અમદાવાદ શહેરના લોકો આ ક્રૂઝ શરૂ થાય તેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ભોજન સાથે દોઢ કલાક સુધી મજા માણી શકાશે. સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલો અટલ બ્રિજની નીચેથી પસાર થશે. ત્યારે તેનો નજારો પણ ખૂબ જ અલગ પ્રકારે જોવા મળી શકશે. આખા દિવસમાં આ ક્રુઝ બે ડીનર અને બે ટ્રિપ લંચ હશે એટલે કે એક દિવસમાં અંદાજિત 600 જેટલા મુસાફરો ક્રૂઝનો આનંદ માની શકશે પરંતુ આ ક્રુઝનો ટિકિટ દર કેટલો હશે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.

  1. Ahmedabad News : અમદાવાદમાં રિવર ક્રૂઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ થઇ તૈયાર, અષાઢી બીજનાં દિવસે થશે લોકાર્પણ
  2. GANGA VILAS CRUISE: વિશ્વના પ્રવાસીઓ સમક્ષ ભારતનું નવું મોડલ
  3. હજીરા ટુ દીવ ક્રૂઝમાં દારૂ અને જૂગાર મામલે વિવાદ, પોલીસના આંખ આડા કાન

ABOUT THE AUTHOR

...view details