ગુજરાત

gujarat

Ahmedabad News: નેશનલ ક્લીન એર પ્રોગ્રામની ગ્રાન્ટમાંથી 59 કરોડ રોડ બનાવવા માટે ફાળવતા વિપક્ષે કર્યો હોબાળો

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 12:09 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2023-24ના બજેટમાં રોડ બનાવવા માટે 1200 કરોડ ફાળવવામાં આવ્યા હતા. તેમ છતાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામની હેઠળ 59 કરોડની ગ્રાન્ટ રોડ બનાવવા માટે ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જેનો વિરોધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ કરવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર

રોડ રસ્તા માટે વધુ 59 કરોડની ફાળવણીથી વિપક્ષ નેતા ભડક્યા
રોડ રસ્તા માટે વધુ 59 કરોડની ફાળવણીથી વિપક્ષ નેતા ભડક્યા

એએમસીમાં રોડ ગ્રાન્ટ ફાળવણી મુદ્દે વિપક્ષનો હોબાળો

અમદાવાદ: અમદાવાદ શહેર દિવસેને દિવસે વિકાસ પામી રહ્યું છે. સાથે સાથે શહેરમાં એર પોલ્યુશન પણ વધી રહ્યું છે. સરકાર આ એર પોલ્યુશનને ડામવા મોટા પ્રમાણમાં બજેટ ખર્ચે છે. જે અંતર્ગત નેશનલ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ 114.29 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટનો દૂરઉપયોગ થઈ રહ્યો છે. આ ગ્રાન્ટમાંથી 59 કરોડ રૂપિયા રોડના વાઈડનિંગ માટે ફાળવવામાં આવ્યા છે. જેનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

એએમસીમાં સત્તા પક્ષે હવા શુદ્ધ કરવાની ગ્રાન્ટ 114.29 કરોડમાંથી 59.29 કરોડ રકમ માત્ર રોડ માટે ખર્ચ કરવાની મંજૂરી આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24ના બજેટમાં 1200 કરોડથી પણ વધુ રકમના રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમ છતાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામની ગ્રાન્ટ રોડમાં વાપરવાની યોજના અયોગ્ય નિર્ણય છે. અમદાવાદ શહેરની પ્રજાને શુદ્ધ હવા પ્રાપ્ત થાય તે માટે નેશનલ ક્લીન પ્રોગ્રામ હેઠળ 114.29 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી અમદાવાદ શહેરનું એર ક્વોલિટી સરેરાશ 130 થી 140 જોવા મળી આવે છે. જેમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી એને જે ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે તેની ખોટી રીતે વાપરવામાં આવી રહી છે...શહેઝાદ ખાન પઠાણ(વિપક્ષ નેતા, AMC)

રોડ કોન્ટ્રાક્ટરને લાભ આપવાનો આક્ષેપઃ શહેરમાં એર પોલ્યુશન ઓછું કરવા માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ બનાવવા માટે ફાળવી રહી છે. આ ફાળવણી માત્રને માત્ર રોડ કોન્ટ્રાક્ટરને લાભાર્થે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખરેખર તો રોડ બનાવવાના કામમાં પણ વોલ ટુ વોલ રોડ તથા એન્ડ ટુ એન્ડ રોડ બનાવવાના જેવા કામો સામેલ જ હોય છે.

રોડ માટેની ગ્રાન્ટ ક્યાં ક્યાં વપરાઈઃ 2023-24માં 114.29 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તેમાંથી રસ્તાઓનું રીપેરિંગ કામ ફૂટપાથ બનાવવા લેફ્ટ સાઈડ ઓપન કરવા માટે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે એન્જિનિયર ખાતા દ્વારા 59.29 કરોડ, શહેરમાં નવા પાર્ક અને ગાર્ડન ડેવલપ કરવા, ઓક્સિજન પાર્ક ઈકોલોજીકલ પાર્ક ડેવલપ કરવા માટે 10 કરોડ, મોટા જંક્શન અને ડેવલપ કરી ફ્રી લેફ્ટ સાઈડ કરવા 15 કરોડ, સોલર પેનલ ઈન્સ્ટોલેશન કરવા માટે 5 કરોડ એએમટીએસ ડીઝલ 28 સીએનજી તથા ઇલેક્ટ્રીક સાથે રિપ્લેસ કરવા માટે 25 કરોડ એમ કુલ મળીને 114.29 કરોડ ફાળવવામાં આવ્યા છે.

  1. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડા સામે એએમસી સુસજ્જ, ડોક્ટરો સ્ટેન્ડ બાય રાખવા સાથે અન્ય કઇ વ્યવસ્થાઓ કરી જૂઓ
  2. Ahmedabad News : ટેક્સ રીબેટ યોજનાએ તિજોરી છલકાવતાં વધી મુદત, એએમસી રેવન્યૂ વિભાગમાં ઐતિહાસિક આવક

ABOUT THE AUTHOR

...view details