ETV Bharat / state

Ahmedabad News : ટેક્સ રીબેટ યોજનાએ તિજોરી છલકાવતાં વધી મુદત, એએમસી રેવન્યૂ વિભાગમાં ઐતિહાસિક આવક

author img

By

Published : Apr 5, 2023, 9:24 PM IST

Ahmedabad News : ટેક્સ રીબેટ યોજનાએ તિજોરી છલકાવતાં વધી મુદત, એએમસી રેવન્યૂ વિભાગમાં ઐતિહાસિક આવક
Ahmedabad News : ટેક્સ રીબેટ યોજનાએ તિજોરી છલકાવતાં વધી મુદત, એએમસી રેવન્યૂ વિભાગમાં ઐતિહાસિક આવક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ હેઠળ 2022 23માં 199.63 કરોડની આવક થઇ છે. ત્યારે એએમસી રેવન્યૂ કમિટીએ સ્કીમની મર્યાદા વધુ એક મહિનો વધારી છે. હવે આ સ્કીમ 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે.

30 એપ્રિલ સુધી લંબાવાઇ ટેક્સ રીબેટ યોજના

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ યોજના હેઠળ વ્યાજની રકમમાં 100 ટકા રીબેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 2022 23ના વર્ષમાં કુલ 199.63 કરોડની આવક થવા પામી છે. જેને પગલે આ યોજનાને લઇને એએમસી વહીવટીતંત્ર દ્વારા સ્કીમની મર્યાદા વધુ એક મહિનો વધારીને 30 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય કરાયો છે.

રેકોર્ડબ્રેક આવક : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની જનતા વધુમાં વધુ ટેક્સ ભરપાઈ કરતા થાય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસમાં સહભાગી થાય તે માટે પ્રોપર્ટી ટેક્સ પ્રોફેશનલ ટેક્સ અને વ્હીકલ ટેક્સમાં અલગ અલગ ટેક્સ રીબેટ યોજના આપવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20223 ના જે ટેક્સ કરતાં ટેક્સની રકમ બાકી છે. તેના વ્યાજમાં સો ટકા રીબેટ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસના ટેક્સમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક આવક થવા પામી છે.

આ પણ વાંચો પ્રોપર્ટી ટેક્સ ભરવાને લઈને અમદાવાદની જનતા માટે વધુ એક યોજના

ઐતિહાસિક આવક : એએમસી રેવન્યુ કોમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની આગેવાની હેઠળ વર્ષ 2022 23 દરમિયાન શહેરના કરદાતા વધુમાં વધુ ટેક્સ ભરે તે માટે અલગ અલગ રીબેટ યોજના લાગુ કરવામાં આવી હતી. જેમાં આ વર્ષે ટેક્સ ખાતાના પ્રોફેશનલ ટેક્સ અને વ્હીકલ ટેક્સમાં જંગી આવક પ્રાપ્ત થઈ છે. છેલ્લા બે વર્ષમાં 500 કરોડથી પણ વધુ ટેક્સની આવક પ્રાપ્ત થઈ છે. જ્યારે આ વર્ષે ગત વર્ષની સરખામણી 38 ટકાથી પણ વધારે ટેક્સની આવકમાં વધારો થયો છે.

203.18 કરોડનું રીબેટ : વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રોપર્ટી ટેક્સ પ્રોફેશનલ ટેક્સ અને વ્હીકલ ટેક્સની કુલ મળીને 1909.63 કરોડ જેટલી આવક થઈ છે. જ્યારે ગત વર્ષની વાત કરવામાં આવે તો 1553.23 કરોડ કરતાં આ વર્ષે 356.40 કરોડ જેટલો વધારો થયો છે, જ્યારે ફક્ત 31 માર્ચ 2023 ના રોજ પ્રોપર્ટી ટેક્સની આવક 73.52 કરોડ થઈ છે. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસની અદભુત પૂર્વક ઘટના કહી શકાય છે. આ સ્કીમનો લાભ અમદાવાદની શહેરની જનતા ખૂબ જ મોટા પ્રમાણમાં લીધો છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સની જે 100 ટકા રીબેટ યોજનાની સ્કીમ જાહેર કરવામાં આવી હતી. તેમાંથી 203.18 કરોડ જેટલી મોટી રકમની રીબેટ પણ આપવામાં આવી છે. ચાલુ વર્ષે ટેક્સની રિકવરી ઝુંબેશ અંતર્ગત 1,18,413 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો AMC ની આવકમાં વધારો, આગામી સમયમાં કોમર્શિયલ એકમોના બાકી ટેક્સ માટે નિર્ણય લેવાશે

બજેટમાં મૂકેલા લક્ષ્યાંક કરતા વધુ આવક : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2022-23ના બજેટમાં પ્રોપર્ટી ટેક્સ,પ્રોફેશનલ ટેક્સ અને વ્હીકલ ટેક્સ દ્વારા કુલ 1,641.4 કરોડની આવકનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ સ્કીમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 20223 માં 19.9.63 કરોડની આવક થઈ છે. જેથી બજેટમાં મૂકેલા લક્ષ્યાંકથી વધુ 356.40 કરોડ જેટલો વધારો થયો છે. 202 23ના બજેટ લક્ષ્યાંકની વાત કરવામાં આવે તો પ્રોપર્ટી ટેક્સમાં 1289.79 કરોડ મૂકવામાં આવ્યો હતો, જેની સામે 202-23માં 1506.54 કરોડની આવક થઈ છે. જ્યારે પ્રોફેશનલ ટેક્સમાં 211.25નો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો જેની સામે 216.81 કરોડની આવક થવા પામી છે. જ્યારે વેહિકલ ટેક્સમાં 150 કરોડનો બજેટ લક્ષ્યાંક મીકવામાં આવ્યો હતો પરંતુ તેની સામે 186.29 કરોડ જેટલી આવક થવા પામી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.