ગુજરાત

gujarat

Ahmedabad Crime News : અમદાવાદમાં યુવતી માતાનું મંગળસૂત્ર લઈને ભાગી, પ્રેમ સંબંધમાં યુવક અને મિત્રએ હવસ સંતોષી

By

Published : May 26, 2023, 6:24 PM IST

નારોલમાં 20 વર્ષીય યુવતી પર દુષ્કર્મ થયાની ફરિયાદ સામે આવી છે. પ્રેમ સંબંધ બંધાતા યુવતી યુવક સાથે અંધારામાં ભાગી ગઈ હતી. યુવતીએ ભાગવા માટે માતાનું મંગળસૂત્ર, કાનની બુટ્ટી લઈ લીધી હતી. આ ઉપરાંત ભાગવા માટે યુવકના મિત્રોએ મદદ કરી હતી. આ બધા વચ્ચે યુવતીની તબિયત નાજૂક થતા મિત્રો સારવારના બહાને હોટલમાં લઈ જઈને યુવતીની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો હતો.

Ahmedabad Crime News : અમદાવાદમાં યુવતી માતાનું મંગળસૂત્ર લઈને ભાગી, પ્રેમ સંબંધમાં યુવક અને મિત્રએ હવસ સંતોષી
Ahmedabad Crime News : અમદાવાદમાં યુવતી માતાનું મંગળસૂત્ર લઈને ભાગી, પ્રેમ સંબંધમાં યુવક અને મિત્રએ હવસ સંતોષી

નારોલમાં 20 વર્ષીય યુવતી પર બે મિત્રોએ ગુજાર્યું દુષ્કર્મ

અમદાવાદ : પૂર્વ વિસ્તારમાં 20 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં યુવતીની માતાની ફેક્ટરીમાં કામ કરતા યુવક સાથે યુવતીને પ્રેમ સંબંધ બંધાયો હતો. તેજ પ્રેમીએ યુવતીને ભગાડી અલગ અલગ જગ્યા પર લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. સાથે પ્રેમીના મિત્રએ તેને સારવારના બહાને હોસ્પિટલમાં લઈ જવાના બદલે હોટલમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે યુવતી ગુમ હોવાથી પોલીસે તેને શોધી લીધી હતી અને અંતે આ સમગ્ર બાબતની જાણ યુવતીએ માતાને કરતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી ઓરિસ્સાની 20 વર્ષીય શાલીની (નામ બદલેલ છે) આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. યુવતી નારોલમાં છેલ્લા સાત મહિનાથી માતા પિતા સાથે રહેતી હોય અને તેના પિતાને નશો કરવાની ટેવ હોવાથી 15 દિવસ પહેલા ઘર છોડીને ઓરિસ્સા ખાતે દાદી સાથે રહેવા જતા રહ્યા હતા. યુવતીની માતા નારોલમાં આવેલી એક ગારમેન્ટની ફેક્ટરીમાં છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવતીની માતા નારોલમાં જે ગારમેન્ટની ફેક્ટરીમાં છૂટક મજૂરી કરતી હોય તે ફેક્ટરીમાં યુવતી માતા સાથે મજૂરી માટે ઘણીવાર જતી હતી.

કેવી રીતે પ્રેમ સંબંધ બંધાયો : 6 મહિનાથી કંપનીમાં કામ કરતા છોટુ ઉર્ફે છોટુ રામ ઇસરાર નામના યુવક સાથે યુવતીને પરિચય થયો હતો અને ટેલીફોનિક વાતચીત ચાલુ થઈ હતી. જે દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને છોટુ શાલિનીને પ્રેમ સંબંધ રાખવા જણાવતો હતો અને રાણીપુર વિસ્તારમાં આવેલ તેનો ભાડાનું મકાન એક વખત બતાવવા માટે લઈ ગયો હતો. જે બાદ બંને વચ્ચે ટેલીફોનિક વાતચીત થતી હતી.

અંધારામાં ભાગી જવાની વાત : આ દરમિયાન એક દિવસ શાલિનીની માતા મજૂરીએ ગઈ હતી અને ફેક્ટરીના માણસોને જણાવ્યું હતું કે, તે વતન જવાના છે, જે હકીકત છોટુને જાણવા મળતા 14 મે 2023 ના રોજ રાતના 8 વાગે શાલિનીના ઘરની પાછળના ભાગે આવ્યો હતો. શાલિની તેના મકાનના ધાબા પર ઉભી હતી, જેથી છોટુએ તેની પાસે બોલાવીને રાતના 12 વાગે તેની માતા અને ભાઈ સુઈ જાય, ત્યારે બંને ભાગી જઈએ તે પ્રકારની વાત કરી હતી. જેથી શાલિનીએ તેની સાથે ભાગી જવાની તૈયારી બતાવી હતી.

દીકરીએ ભાગવા માટે માતાનું મંગળસુત્ર લઈ લીધું :છોટુ રાતના સમયે શાલિનીના ઘરની પાછળ આવ્યો હતો અને તેને જણાવ્યું હતું કે, હાલમાં મારી પાસે પૈસા નથી. તારા ઘરમાં જે દાગીના પૈસા હોય તે લઈ લેજે જેથી શાલિનીએ ના પાડતા છોટુએ તેને વિશ્વાસમાં લીધી હતી કે હાલ દાગીના અને પૈસા લઈ લે પછી કમાઈને પરત આપી દઈશું. જેથી શાલિની તેની વાતોમાં આવી ગઈ હતી અને ઘરમાં રહેલા 14 હજાર રોકડ અને માતાનું મંગળસૂત્ર તેમજ પોતાની કાનની બુટ્ટી લઈ લીધી હતી અને છોટુ સાથે સોસાયટીની બહાર નીકળી હતી.

હોટલમાં શારીરિક સંબંધ :ત્યાં પહોંચતા યુવતીના ઘર નજીકમાં રહેતો મિલન ઠાકોર તેમજ તેનો મિત્ર રીન્કુ ગોહિલ મોટરસાયકલ લઈને ઉભા હતા. છોટુએ આ બંને યુવકો તેના મિત્રો હોવાનું જણાવી શાલિનીને બાઈક પર બેસાડીને લઈ ગયો હતો. જે બાદ યુવતી અને છોટુને અન્ય મિત્રો રાજસ્થાન જતી બસમાં બેસાડી દીધા હતા. ધાનેરા બસ સ્ટેન્ડ ખાતે આશરે રાતના સમયે છોટુ શાલિનીને એક હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે બે વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.

મિત્રએ યુવતી સાથે સંબંધ બાંધ્યો :બીજા દિવસે છોટુના બંને મિત્ર રીન્કુ અને મિલન બપોરના સમયે આવ્યા હતા અને ત્રણેય જણા અન્ય બીજી જગ્યાએ લઈ ગયા હતા. ત્રીજા દિવસે સવારના સમયે છોટુ શાલિનીને અમદાવાદ આવતી બસમાં બેસાડીને ગીતા મંદિરે પહોંચ્યો હતો. રીન્કુ તેમજ મિલન તેમના સંબંધીની બાઈક પર બેસી ગીતા મંદિર ખાતે આવ્યા હતા અને છોટુને જણાવ્યું હતું કે, તમારા રૂમની વ્યવસ્થા કરીએ છીએ. જે બાદ ત્રણેય જણા શાલિનીને મોતીપુરા ચાર રસ્તા નજીક એક મકાનમાં લઈ ગયા હતા. રીન્કુ તેની બાજુમાં રૂમમાં રહેતો હોય તેની બાજુના રૂમમાં ચાર પાંચ દિવસ રાખી હતી. જે દરમિયાન યુવતી સાથે રાત્રે તેમજ દિવસ દરમિયાન મરજી છોટુએ તેની વિરુદ્ધ સંબંધો બાંધ્યા હતા.

હોસ્પિટલના બહાને હોટલમાં :22 મે 2023ના રોજ યુવતીની તબિયત ખરાબ હોય તેના સારવારના બહાના હેઠળ રીન્કુ અને મિલન તેને નારોલ વટવા પાસે લઈ ગયા હતા. છોટુ રૂમ પર રોકાયો હતો. તે દરમિયાન રીન્કુ શાલિનીને હોસ્પિટલના સામેના ભાગે આવેલી લિફ્ટમાં બેસાડીને ચોથા માળે લઈ ગયો હતો અને મિલન ત્યાં નીચે ઉભો હતો. તે સમયે ચોથા માળે હોટલના રૂમમાં લઈ જઈ રીન્કુએ યુવતીને જણાવ્યું હતું કે, તને તથા છોટુને મદદ કરી છે. જેમાં મારું શું તેમ જણાવી રૂમની અંદર શાલિની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં આ હકીકત અંગે કોઈને પણ જાણ કરી તો જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી હતી. જેથી યુવતી ગભરાઈ ગઈ હતી. જોકે શાલિની નીચે ઉતરતા તેણે પર નજર નાખતા હોટલ ગ્રીન વિલા નામની ગેસ્ટ હાઉસમાં તેને રીન્કુ લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ મિલન તેમજ રીન્કુ બંને જણા યુવતીને રૂમ પર મૂકીને જતા રહ્યા હતા અને રીન્કુએ છોટુને જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં નર્સ ન હોય જેથી શાલિનીની સારવાર કરાવ્યા વગર પરત લઈ આવ્યા છે.

આ અંગે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. - આર.એમ ઝાલા (નારોલ પોલીસ સ્ટેશનના PI)

યુવતી ગભરાઈ ગઈ : જે બાદ 24 મે 2023 ના રોજ પોલીસ યુવતીની શોધખોળ કરતી હતી અને પ્રગતિનગર ખાતે રૂમ પર યુવતી મળી આવતા તેને પોલીસ સ્ટેશન લઈને આવી હતી. જે બાદ તેને પૂછપરછ કરવામાં આવી હતી. જોકે યુવતી ગભરાઈ ગઈ હોય તેણે આ અંગે માતાને કે પોલીસને જાણ કરી ન હતી, પરંતુ તે ગુમસુમ રહેતા માતાએ પૂછતા તેણે અંતે સમગ્ર હકીકત માતાને જણાવતા આ બાબતને લઈને નારોલ પોલીસ મથકે છોટુ ઉર્ફે છોટુરામ શાહ, રીન્કુ ગોહિલ અને મિલન ઠાકોર ત્રણ યુવકો સામે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.

Vadodara Crime : હાઈ પ્રોફાઈલ CA દુષ્કર્મના કેસમાં નવો વળાંક, ફરિયાદી હોસ્ટાઈલ જાહેર

Ahmedabad Crime : સગીરાના 2 લાખમાં સોદાનું રેકેટ, આરોપી દુષ્કર્મ ગુજારતા રંગેહાથ ઝડપાયો

Valsad Crime : પારડીમાં તરુણીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, પકડાયો તો વધુ કરતૂતો બહાર આવ્યાં

ABOUT THE AUTHOR

...view details