ગુજરાત

gujarat

Ahmedabad Crime : શહેરના કેફેમાં SOG ક્રાઈમ બ્રાંચનું સર્ચ ઓપરેશન, દારુ સાથે એક ઝડપાયો

By

Published : Jul 22, 2023, 5:03 PM IST

અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરમાં કાફે પર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં થલતેજ, સિંધુભવન રોડ અને SG હાઈવે ઉપર આવેલા કાફેમાં SOG ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક એકટીવામાંથી વિદેશી દારૂની હોમ ડિલિવરી કરનાર એક ઈસમની ધરપકડ પણ કરવામાં આવી છે.

Ahmedabad Crime
Ahmedabad Crime

અમદાવાદ : શહેરનો સૌથી ઝડપથી વિકસતો વિસ્તાર સિંધુભવન અને SG હાઈવે પર મોડી રાત્રે અનેક યુવાનો મોજ-મસ્તી કરતા નજરે પડતા હોય છે. ત્યારે બીજી બાજુ આવા હાઈવે પર આવેલ કાફેની અંદર ક્યાંક ને ક્યાંક નશીલા પદાર્થોનું સેવન થતું હોય છે. ત્યારે તેની ચકાસણી કરવા અમદાવાદ પોલીસ દ્વારા એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

SOG નું સર્ચ ઓપરેશન :અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ખાસ સર્ચ ઓપરેશન માટે આદેશ આપ્યો હતો. જેના અનુસાર 21 જુલાઈ રાતના આઠ થી બાર વાગ્યા સુધી સિંધુભવન રોડ, થલતેજ અને SG હાઈવે પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ડ્રગ્સ અને દારૂનું સેવન કરતા અસામાજીક તત્વોને રોકવા અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

શહેરના કેફેમાં SOG ક્રાઈમ બ્રાંચનું સર્ચ ઓપરેશન

દારુ સાથે શખ્સ ઝડપાયો :ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સિંધુભવન રોડ પર અશ્વવિલા ચાર રસ્તા પાસે વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન દીપકસિંગ ગુર્જર નામનો યુવાન પોતાની એકટીવા લઈને નીકળ્યો હતો. ચેકિંગ દરમિયાન એકટીવાની ડેકીમાંથી પરમિટ વિનાના અંગ્રેજી દારૂની એક બોટલ મળી આવી હતી. જે અંતર્ગત બોડકદેવ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન એક્ટ કલમ 66(1) બી, 65 એ, 116 બી,98(2) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

એક્શન મોડ ઓન : ઉલ્લેખનીય છે કે, 19 જુલાઈના રોજ ઇસ્કોન ઓવર બ્રિજ પર થયેલ અકસ્માતમાં આરોપી તથ્ય પટેલ અને તેના મિત્રો સાથે મહમદપુરા રોડ પર આવેલ કાફેની અંદરથી નીકળ્યા હતા. પોતે જેગુઆર કાર 120 ઝડપે હંકારીને ઇસ્કોન બ્રિજ પર લોકોને અડફેટે લીધા હતા. જેમાં 9 જેટલા લોકોના મોત નીપજ્યા હતા. જેને લઇને અમદાવાદ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. તેથી અમદાવાદ શહેરમાં મોડી રાત સુધી ચાલતા કાફે ઉપર પણ નશીલા પદાર્થોનું વેચાણ અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

  1. A'bad Isckon Bridge Accident: તથ્યએ જણાવ્યું એ રાતનું સત્ય, કાર 100ની સ્પીડની ઉપર હતી
  2. Ahemadabad Accident: આંખના પલકારામાં નીકળી ગઈ કાર, અકસ્માત થયો કેમેરામાં કેદ

ABOUT THE AUTHOR

...view details