ગુજરાત

gujarat

Ahmedabad Crime : સીમ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયા સફાચટ કરનારી ગેંગ ઝડપાઈ, નાઈઝીરીયન ગેંગ સાથે કનેક્શન નીકળ્યું

By

Published : May 2, 2023, 7:52 PM IST

સીમ સ્વેપિંગ કરી બિઝનેસમેનના બેન્ક એકાઉન્ટ સાફ કરનાર ટોળકી ઝડપાઈ છે. અમદાવાદના વેપારીના બેન્ક એકાઉન્ટમાંથી 1.19 કરોડથી વધુ રકમ સફાચટ કરનાર ત્રણ આરોપીની અમદાવાદ શહેર સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આ ગેંગના તાર નાઈઝીરીયન ગેંગ સાથે સંકળાયેલા છે.

Ahmedabad Crime : સીમ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયા સફાચટ કરનારી ગેંગ ઝડપાઈ, નાઈઝીરીયન ગેંગ સાથે કનેક્શન નીકળ્યું
Ahmedabad Crime : સીમ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયા સફાચટ કરનારી ગેંગ ઝડપાઈ, નાઈઝીરીયન ગેંગ સાથે કનેક્શન નીકળ્યું

ગેંગના તાર નાઈઝીરીયન ગેંગ સાથે સંકળાયેલા

અમદાવાદ : અમદાવાદ સાબર ક્રાઈમે સીમ સ્વેપિંગ કરીને દેશના અનેક મોટા વેપારીઓ સાથે ઠગાઈ આચરનાર ટોળકી ઝડપી પાડી છે. છેલ્લા દોઢ મહિનાથી અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ આ કેસની તપાસમાં હતી. જેમાં અમદાવાદના બેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અમિત જૈન નામના વેપારીને ખાતામાંથી 1.19 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

1.19 કરોડ સફાચટ કર્યાં આરોપી ગેંગે વેપારીના એકાઉન્ટને ઇ-મેલ આઇડી હેક કરીને તેના મારફતે આરોપીઓએ વેપારીના બેંક સાથે લિંક સીમકાર્ડ ખોવાઈ ગયું હોવાનું કહીને સેલ્યુલર કંપનીમાંથી સીમ બંધ કરાવી નવું ચાલુ કરાવ્યું હતું અને તેમાં OTP મેળવીને 1.19 કરોડ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતાં.

આ પણ વાંચો સીમ રિપ્લેસ કરી બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની ઉઠાંતરી કરતા નાયઝીરિયન ગેંગના શખ્સની ધરપકડ

આરોપીઓની ધરપકડ : આ મામલે સાયબર ક્રાઇમે કલકત્તા ખાતેથી અતિકુર રહેમાન ખા, પરવેઝ ખાન અને મુખ્તાર અલી નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓએ અમદાવાદના બેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અમિતકુમાર જાની નામના વેપારી સાથે એક કરોડ 19 લાખ 37 હજાર રૂપિયા છેતરપિંડી આચરી હતી. સીએમ સ્વેપિંગના આરોપીઓએ વેપારીનું ઈમેલ આઇડી હેક કરી લીધું હતું. બાદમાં સીમ કાર્ડ બદલવાની રીકવેસ્ટ મોકલી હતી અને સેક્યુલર કંપનીમાંથી નવું સીમ લઈ નવો ઓટીપી મેળવી 1.19 કરોડ ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી. વેપારીએે એકાઉન્ટન્ટ દ્વારા બેંકનું એકાઉન્ટ તપાસતાં આ રકમ ટ્રાન્સફર થઈ હોવાનું જણાયું હતું. જે બાદ માર્ચ 2023 માં વેપારીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

નાઈઝીરીયન ગેંગ પણ સંડોવાયેલી : અમદાવાદ સાયબર ક્રાઇમે આરોપીઓને પકડીને પ્રાથમિક તપાસ કરતા વેપારી સાથે એક કરોડની છેતરપિંડીમાંથી 60 લાખ રૂપિયા ઝડપાયેલ આરોપીઓ બેંક એકાઉન્ટમાંથી રોકડા ઉપડ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલ આરોપીઓમાં અતીકુર ખાન બેંકમાંથી હોમ લોન, પર્સનલ લોન, અને વીમા પોલીસી કાઢવાનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે અને અન્ય આરોપી પરવેઝ અહેમદ બિલ્ડિંગના વ્યવસાય સાથે કામ કરે છે અને મુક્તાર અલી કાપડનો વ્યવસાય કરે છે. પકડાયેલ આરોપીઓ સાથે આ ગેંગમાં બેંકના કર્મચારી સેક્યુલર કંપનીના કર્મચારી તેમજ નાઈઝીરીયન ગેંગ પણ સંડોવાયેલી હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમ બ્રાન્ચે તે બાબતે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો સીમ સ્વેપ કરી બેંક ખાતામાંથી પૈસા ચાઉ કરતી ગેંગ ઝડપાઇ

આરોપીઓ પાસેથી મળેલો મુદ્દામાલ : અમદાવાદ સાઈબર ક્રાઇમે આરોપીઓ પાસેથી અમુક બેંકોની પાસબુક તેમજ ચાર મોબાઇલ સહિતની ચીજ વસ્તુઓ કબજે કરીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં ઝડપાયેલ આરોપીઓએ ગુજરાતના વેપારી સહિત દેશ ભરના અન્ય રાજ્ય અને શહેરના વેપારી સાથે આ રીતે સીમ સ્વાઈપ કરી કરોડો રૂપિયા પડાવ્યાનું પોલીસ માની રહી છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મેળવીને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અન્ય આરોપીઓને પકડવા કામગીરી : આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમના ACP જે.એમ યાદવે જણાવ્યું હતું કે આ પ્રકારની છેતરપિંડી દેશમાં અનેક લોકો સાથે કરવામાં આવી છે અને આરોપીઓ સાથે આ ગેંગમાં હજુ પણ ત્રણથી ચાર લોકો સામેલ હોય પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી અન્ય આરોપીઓને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details