ગુજરાત

gujarat

Ahmedabad Crime News : 13.50 કરોડની કિંમતનું 25 કિલો સોનું બુલિયન વેપારીનો કર્મચારી રસ્તામાંથી લઈને થયો ફરાર

By

Published : Mar 30, 2023, 9:21 AM IST

Updated : Mar 30, 2023, 8:52 PM IST

અમદાવાદના બુલિયનના વેપારીનું કરોડો રૂપિયાની કિંમતનું સોનુ તેઓને ત્યાંજ કામ કરતો કર્મચારી લઈને ફરાર થઈ જતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદથી મુંબઈ 25 કિલો સોનું ટ્રાવેલ્સની બસમાં વેપારીએ મોકલાવ્યું હતું. જોકે તે સોનું ટ્રાવેલ્સમાંથી બારોબાર કારમાં ટ્રાન્સફર કરીને આરોપીઓ છુમંતર થઈ જતા સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Ahmedabad Crime News : 13.50 કરોડની કિંમતનું 25 કિલો સોનું બુલિયન વેપારીનો કર્મચારી રસ્તામાંથી લઈને થયો ફરાર
Etv BharatAhmedabad Crime News : 13.50 કરોડની કિંમતનું 25 કિલો સોનું બુલિયન વેપારીનો કર્મચારી રસ્તામાંથી લઈને થયો ફરાર

Ahmedabad Crime News : 13.50 કરોડની કિંમતનું 25 કિલો સોનું બુલિયન વેપારીનો કર્મચારી રસ્તામાંથી લઈને થયો ફરાર

અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા વિજયભાઈ ઠુંમર નામના 42 વર્ષીય વેપારીએ ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતે સી.જી રોડ ઉપર હનુમંતે બુલિયન તેમજ માણેકચોક ખાતે ઓફિસ ધરાવી બુલિયન અને ગોલ્ડને લગતુ કામ છેલ્લા ત્રણ વર્ષથી કરે છે. તેઓની ઓફિસમાં સ્ટાફ તરીકે ત્રાગડમાં રહેતો યશ ચિરાગભાઈ પંડ્યા બે વર્ષથી કામ કરે છે. યશ પંડ્યાના પિતા ચિરાગ પંડ્યાને ફરિયાદી વેપારી વર્ષોથી ઓળખતા હોય તેઓના કહેવાથી યશ પંડ્યાને પોતાના ત્યાં નોકરીએ રાખ્યો હતો.

કર્મચારી 25 કિલો સોનું લઇને થયો ફરાર :વેપારીનું 13.50 કરોડની કિંમતનું ધંધાનું 25 કિલો સોનું તેઓએ સુરતની યુનિક એન્ટરપ્રાઇઝ ખાતેથી 15, 16 અને 17 જાન્યુઆરી 2023ના રોજ ખરીદ્યું હતું. જે 25 કિલો સોનું મુંબઈ ખાતે મોકલવાનું હોવાથી 19 જાન્યુઆરી 2023 ના રોજ તેઓની પાસે રહેલ અને નવા ખરીદેલ સોનાના એક એક કિલોના 25 પટ્ટા એક બેગમાં મૂકીને તૈયાર કર્યા હતા. જે પાર્સલ મુંબઈ ખાતે મોકલવાનું હોવાથી વેપારીના મિત્ર પાર્થ નરેન્દ્રકુમાર શાહ, યશ પંડ્યા અને પોતાના મિત્ર પાર્થ શાહનો સાળો આદિત્ય તેમજ પાર્થ શાહને ત્યાં જ નોકરી કરતા મેહુલને માણેકચોકની દુકાનેથી 25 કિલો સોનું આપ્યું હતું.

Ahmedabad Crime News : 13.50 કરોડની કિંમતનું 25 કિલો સોનું બુલિયન વેપારીનો કર્મચારી રસ્તામાંથી લઈને થયો ફરાર

સોનું મુંબઇ મોકલવામાં આવી રહ્યું હતું :તમામ શખ્સો સીટીએમ એક્સપ્રેસ હાઇવેના નાકે ગયા હતા અને ફરિયાદી પણ તેઓને ત્યાં મળતા પાર્થ શાહે વેપારીને સોનું ભરેલી બે બેગ બતાવી હતી. જેમાં એક બેગમાં 10 કિલો સોનું ભર્યું હતું અને તે બેગ આદિત્ય શાહને આપી હતી, તેમજ 15 કિલો સોનું ભરેલી બેગ યશ પંડ્યાને આપી હતી. તેઓએ ગોલ્ડ સાથે તમામ યુવકોને 19મી જાન્યુઆરી 2023 ના રોજ રાતના 11 વાગે લક્ષ્મી ટ્રાવેલ્સની બસમાં બેસાડી મુંબઈ માટે રવાના કર્યા હતા.

ઇનોવામાં બેસી લુંટારુઓ ફરાર થયા :20 જાન્યુઆરી 2023ના વહેલી સવારના રોજ વેપારીના મિત્રના સાળા આદિત્ય શાહે તેઓને ફોન કરીને જણાવ્યું હતું કે, ભરૂચથી અંકલેશ્વર વચ્ચે આવેલ હોટલ ચૌધરી પેલેસ ખાતે લક્ષ્મી ટ્રાવેલ્સની બસ ચા નાસ્તો કરવા માટે ઉભી રાખવામાં આવી હતી. ત્યારે તે વોશરૂમ માટે ગયો અને તે દરમિયાન યશ પંડ્યા સોનાના પટ્ટા ભરેલી બેગ લઈને એક ઇનોવા કારમાં બેસીને ફરાર થઈ ગયો છે. જેથી વેપારીએ તરત જ યશ પંડ્યાને ફોન કરતા તેનો ફોન બંધ આવ્યો હતો. જે બાદ પાર્થ શાહે વેપારીને ફોન કરી તમામ હકીકત જણાવી હતી.

કર્મચારીના પરિવારને કરાઇ જાણ :જે બાદ વેપારીએ યશ પંડ્યાના પિતા ચિરાગ પંડ્યાને ફોન કરીને યશ પંડ્યા તેઓનું 25 કિલો સોનું લઈને નાસી ગયો હોવાની હકીકત જણાવી હતી. તેઓએ રૂબરૂ મળવા આવવાનું કહીને પોતાના દીકરાને શોધી લાવશે અને 25 કિલો સોનું પરત અપાવશે. પરંતુ અત્યારે પોલીસ ફરિયાદ ન કરશો તેવી વાત કરી હતી. જે બાદ બીજા દિવસે યશ પંડ્યાના પિતા ચિરાગ પંડ્યા વેપારીને મળ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, યશ પંડ્યાનો ફોન બંધ આવે છે અને હાલ તે સંપર્કમાં નથી. પરંતુ પોતાને જાણવા મળ્યું છે કે યશ તેમજ તેનો મિત્ર નિકેત આચાર્ય અને બે ત્રણ માણસો પોતાની પાસેની ઇનોવા ગાડીમાં બેસી દિલ્હી તરફ ગયા છે. આ પ્રકારે વાત કરીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા, જોકે બે ત્રણ દિવસ થવા છતાં પણ યશ પંડ્યાનો સંપર્ક ન થતા અંતે 23 જાન્યુઆરી 2023 ના રોજ વેપારીએ આ મામલે અરજી કરી હતી અને અંતે આ સમગ્ર મામલે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.

ક્રાઇમ બ્રાન્ચે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી :આ મામલે તપાસમાં સામે આવ્યું છે કે, ગોતામાં રહેતા નિકેત ઉર્ફે ચિન્ટુ આચાર્યએ ફરિયાદી વેપારીના ત્યાં નોકરી કરતા યશ પંડ્યા સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું. યશ પંડ્યા જે ટ્રાવેલ્સની બસમાં મુંબઈ જતો હોય તે બસનો ઇનોવા ગાડીથી પીછો કરી તેમજ આરોપીઓની સાથે દીપ રાજેશભાઈ ઝા અને નિકેત આચાર્યનો સાળો વગેરે લોકોએ પીછો કર્યો હતો. ભરૂચથી અંકલેશ્વર હોટલ ચૌધરી પેલેસ ખાતે બસ ઉભી રહી ત્યાં 25 કિલો સોનું બસમાંથી ઉતારી પોતાની ઇનોવા ગાડીમાં લઈને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ સમગ્ર મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે યશ પંડ્યા, નિકેત ઉર્ફે ચિન્ટુ આચાર્ય, દીપ ઝાં, મોઈન તેમજ નિકેત આચાર્યના સાળા સહિત કુલ પાંચ લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

અલગ - અલગ ટીમ બનાવામાં આવી : આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીકે ETV ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે નોકર ચોરીને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે, હાલ આ ગુનામાં સામેલ આરોપીઓને પકડવા માટે ટિમો કામે લગાડવામાં આવી છે.

Last Updated : Mar 30, 2023, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details