ગુજરાત

gujarat

Ahmedabad Crime : ગુજરાત યુનિવર્સિટીમાં મળ્યો ગાંજાનો છોડ, એનએસયુઆઈએ પોલીસને જાણ કરી

By

Published : Aug 7, 2023, 7:42 PM IST

ગુજરાત યુનિવર્સિટીની અંદર ગાંજાના બે છોડ મળ્યાં છે. બંને અંદાજિત પાંચ ફૂટથી પણ વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે. વિદ્યાના ધામમાં આ પ્રકારના બનાવને લઇ એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

Ahmedabad Crime : ગુજરાત યુનિવર્સિટીમાં મળ્યો ગાંજાનો છોડ, એનએસયુઆઈએ પોલીસને જાણ કરી
Ahmedabad Crime : ગુજરાત યુનિવર્સિટીમાં મળ્યો ગાંજાનો છોડ, એનએસયુઆઈએ પોલીસને જાણ કરી

ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદનું મૂળ

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની અંદર ગાંજાના બે છોડ મળી આવતા જ NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીની ડી બ્લોક પાસે ગાંજાના બે છોડ મળી આવ્યા હતા. બંને અંદાજિત પાંચ ફૂટથી પણ વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અધિકારીઓ દ્વારા આ બાબતે છોડની તપાસ કરવામાં આવી રહી છે.જેમાં તથ્ય જણાશે તો સત્તાવાર નિવેદન સામે આવી શકે છે.

આ મામલે FSL ની મદદ લેવાઈ છે, તેમજ પંચનામું કરાયું છે. FSL ના રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે...વી. જે. જાડેજા( ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન)

કેમ્પસની અંદર હવે ગાંજાના છોડ : રાજ્યની પહેલી અને સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી અવારનવાર ચર્ચામાં જોવા મળતી હોય છે. જે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અને સારા સંસ્કારો સિંચન થાય તે માટે અહીં આવતા હોય છે. પરંતુ તે જ કેમ્પસની અંદર હવે ગાંજાના છોડ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના ડી બ્લોક પાસે અંદાજિત 5 ફૂટ જેટલા બે ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેને લઈને NSUI દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટી હજારો એકરમાં પથરાયેલી છે એક બે નહીં, પરંતુ વધારે પ્રમાણમાં પણ ગાંજાના છોડ હોઈ શકે છે. જેને લઈને તાત્કાલિક યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવે સાથે જ ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા પણ કડકમાં કડક તપાસ કરવાના આદેશ આપવામાં આવે. જેથી ગુજરાતનું યુવાધન કે ગાંજાના નશાનીથી દૂર રહી શકે...હેમાંગ રાવલ(કોંગ્રેસ પ્રવક્તા )

એનએયુઆઈ દ્વારા જાણ કરાઇ : કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ઈટીવી ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના ગુજરાતીઓએ ડ્રગ્સને લેન્ડિંગ થતા જોયું છે. ડ્રગ્સનું પ્રોડક્ટ થતા જોયું છે. ડ્રગ્સનું પ્રોસેસિંગ થતા પણ ગુજરાતીઓ જોયું છે. થોડાક દિવસો પહેલા જ 500 કિલો ડ્રગ એક્સપોર્ટ થવાનું હતું પરંતુ તે પકડાઈ હતું. પરંતુ આજે જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરતા હોય તે જ પરિસરની અંદર ગાંજાના બે છોડ મળી આવ્યા છે જેની એનએયુઆઈના કાર્યકર્તા દ્વારા પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. એફએસએલના મિત્રો દ્વારા પણ તપાસ કરી હતી કે આ ગાંજાના છોડ છે તેવું જણાવ્યું હતું.

D બ્લોક પાસેથી મળ્યો છોડ : ગુજરાત યુનિવર્સિટીમાંથી બે ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ બંને છોડ યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસના ડી બ્લોક પાસેથી ગાંજાના છોડ મળી આવ્યા હતાં. આ બંને છોડની ઊંચાઈ અંદાજિત પાંચ ફૂટથી પણ વધારે માનવામાં આવી રહી છે. આ યુનિવર્સિટીની અંદર માત્ર ગુજરાતના જ નહીં. પરંતુ અન્ય રાજ્યના યુવાનો પણ અહીંયા અભ્યાસ માટે આવી રહ્યા હોય ત્યારે આ યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળતા વધુ એક નવો વિવાદ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે થોડાસમય પહેલાં રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં પણ આવો બનાવ બન્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી : ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવવાની જાણ સ્થાનિક પોલીસને થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. એનએસયુએ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે માત્ર આ બે છોડને પરંતુ યુનિવર્સિટીના વિસ્તારની અંદર આવા અનેક ગાંજાના છોડ હોઈ શકે છે. જોકે આ છોડનું ટેસ્ટિંગ કર્યા પછી ચોક્કસ કહી શકાય છે કે આ ગાંજાનો છોડ છે કે પછી અન્ય છોડ છે.

  1. સુરતના રવિતેજ ઇન્ડસ્ટ્રીઝમાં ગાંજાના છોડ મળી આવ્યા
  2. Rajkot Crime : મારવાડી યુનિવર્સિટીમાં શંકાસ્પદ ગાંજાના છોડ મળવાનો મામલો, FSLનો પ્રાથમિક રીપોર્ટ આવ્યો
  3. Marwadi University: વિદ્યાના ધામમાં નશાના બીજ? યુનિ. પરિસરમાંથી મળેલા છોડ ગાંજાના હોવાની આશંકા

ABOUT THE AUTHOR

...view details