ગુજરાત

gujarat

અમદાવાદમાં અકસ્માતના બે બનાવ, 2ના મોત

By

Published : Dec 16, 2019, 12:11 PM IST

ahmedabad
ahmedabad

અમદાવાદ: શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સોમવારની સવારે જ બે અલગ-અલગ જગ્યાએ અકસ્માત સર્જાયા છે. જેમાં 2 વ્યક્તિઓના મોત થયા છે. અકસ્માત બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના નારણપુરના જય મંગલ મુખ્ય રોડ પર સવારે સાત વાગ્યાના સુમારે ગણપત યુનિવર્સિટીની બસ રોડ પર ઉભી હતી. આ સમયે પૂર ઝડપે ઓલા કેબની કાર આવી હતી અને પાછળથી બસમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં 60 વર્ષીય વૃદ્ધા કાર અને બસની વચ્ચે આવી જતા જેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

અમદાવાદમાં અકસ્માતના બે બનાવ, 2ના મોત...

અકસ્માતમાં બસને નુકસાન થયું હતું. તેમજ કારના બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જાણવા મળ્યું હતું કે, મહિલા દૂધ લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

અન્ય એક બનાવમાં જમાલપુર વિસ્તારમાં રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારી ટ્રકની અડફેટે આવતા મોત થયું હતું. જેમાં રાહદારીનું મોત થયું છે. મરનાર રાહદારી શ્રમિક હોવાનું પણ જાણવા મળ્યું છે. શહેરમાં વધતા જતા અકસ્માત એ ચિંતાનો વિષય છે. અકસ્માતમાં લોકોનો મૃત્યુ આંક પણ વધી રહ્યો છે.

Intro:અમદાવાદ:શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સોમવારની સવારે જ બે અલગ અલગ જગ્યાએ અકસ્માત સર્જાયા છે જેમાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે.અકસ્માત બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.Body:શહેરના નારણપુરના જય મંગલ મુખ્ય રોડ પર સવારે સાતેક વાગ્યાના સુમારે ગણપત યુનિવર્સિટીની બસ રોડ પર ઉભી હતી. આ સમયે પૂર ઝડપે ઓલા કેબની વેગનઆર કાર આવી હતી અને પાછળથી બસમાં ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં 60 વર્ષીય વૃદ્ધા કાર અને બચની વચ્ચે આવી જતાં ગયા હતા જેથી અકસ્માતમાં બસને નુકસાન થયું હતું તેમજ કારના બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.અકસ્માત બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેમાં જાણવા મળ્યું હતું કે મહિલાનું નામ હર્ષબેન સંઘવી છે તેઓ દૂધ લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો...


અન્ય એક બનાવમાં જમાલપુર વિસ્તારમાં રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારી ટ્રકની અડફેટે આવતા મોત નિપજયુ હતું જેમાં રાહદારીનું મોત નીપજ્યું છે.મરનાર રાહદારી શ્રમિક હોવાનું પણ જાણવા મળ્યું છે.શહેરમાં વધતા જતા અકસ્માત એ ચિંતાનો વિષય છે.અકસ્માતમાં લોકોનો મૃતયુ આંક પણ વધી રહ્યો છે...Conclusion:

ABOUT THE AUTHOR

...view details