ગુજરાત

gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અગાઉ ઉમેદવારી ફોર્મ ચકાસણી મુદ્દે પ્રદેશ ભાજપ લીગલ સેલની મિટિંગ મળી

By

Published : Jan 9, 2021, 5:56 PM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ

ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ભાજપની લીગલ સેલની મીટીંગ મળી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે અને ખાસ કરીને ઉમેદવારો માટે ફોર્મ ભરવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. જેની ચકાસણી વકીલો દ્વારા કરવામાં આવશે.

  • ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે મીડિયા સેલની બેઠક મળી
  • ભાજપના સંગઠન મહાપ્રધાનો અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફોર્મ ભરવાને લઈને કાયદાકીય માર્ગદર્શન

અમદાવાદ : હવેની ચૂંટણીઓમાં આધુનિકતાની સાથે નાની-નાની વસ્તુઓને લઈને ખૂબ જ સાવચેતી રાખવામાં આવે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે, કદાવર ઉમેદવારનું ઇલેક્શન ફોર્મ રિજેક્ટ થાય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દરેક ક્ષેત્રે ચીવટપૂર્વકની તૈયારીઓ કરી રહી છે.

ભાજપ લીગલ સેલની મિટિંગ મળી

ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા અંગે માર્ગદર્શન

આજે ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ભાજપની લીગલ સેલની મીટીંગ મળી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે અને ખાસ કરીને ઉમેદવારો માટે ફોર્મ ભરવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. જેની ચકાસણી વકીલો દ્વારા કરવામાં આવશે.

ભાજપ લીગલ સેલની મિટિંગ મળી

કેવી બાબતોનું ધ્યાન રાખવું

ઉમેદવારે ફોર્મ કેવી રીતે ભરવું ? ફોર્મ કયા-કયા કારણોસર થઇ શકે ? કયા અગત્યના મુદ્દાઓ છે ? ફોર્મ ભરતા ઉમેદવારોની એફિડેવિટમાં કયા પાસાને ધ્યાનમાં રાખવા ? વગેરે બાબતો અંગે ચિંતન કરવામાં આવ્યું અને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહાપ્રધાન ભીખુ દલસાણીયા, પ્રદેશ મહાપ્રધાન ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદીપ સિંહ વાઘેલા, વિનોદ ચાવડા, પ્રદેશ ચૂંટણી લીગલ સેલના કન્વીનર પરિન્દુ ભગત અને પ્રદેશ લીગલ સેલના કન્વીનર જે.જે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમા ભાજપના પ્રદેશ અને ચૂંટણીના લીગલ સેલના કન્વીનરો દ્વારા ભાજપ જિલ્લાના લીગલ સેલના કન્વીનરોને માર્ગદર્શન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અગાઉ ઉમેદવારી ફોર્મ ચકાસણી મુદ્દે પ્રદેશ ભાજપ લીગલ સેલની મિટિંગ મળી

ABOUT THE AUTHOR

...view details