ગુજરાત

gujarat

હાર્દિકના હવાલે કોંગ્રેસ, અનામત આંદોલનથી લઇ કાર્યકારી અધ્યક્ષ સુધીની સંઘર્ષ યાત્રા પર એક નજર...

By

Published : Jul 12, 2020, 9:37 PM IST

Updated : Jul 12, 2020, 10:07 PM IST

"હું ક્યારેય રાજકારણમાં નહીં જોડાઉ" એવું કહેનારા અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણી બાદ યુવા નેતા હાર્દિક પટેલ પણ તાજેતરમાં જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા છે. જો કે, યુવા નેતા અને પાટીદાર આંદોલન તરીકે પરિચિત હાર્દિક પટેલના ઇતિહાસની વાત કરીએ તો કંઈક આ રીતનો રહેલો છે પાટીદાર નેતા હાર્દિક પટેલનો ઇતિહાસ...

hardik patel
hardik patel

અમદાવાદઃ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશની રાજનીતિમાં સૌથી મોટો અને ચોંકાવનારો નિર્ણય કરીને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. યુવા નેતા અને 26 વર્ષના હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે.

જો કે, અહીં મહત્વની વાત એ છે કે હાર્દિક પટેલે પણ અન્ય કોઈ આંદોલનકારીની જેમ રાજકારણમાં નહીં જોડાઉ તેવું ડંકાની ચોટે કહ્યું હતું. જ્યારે માત્ર 5 વર્ષમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનવામાં સફળ રહ્યા છે. જેને લઈ સોશિયલ મીડિયામાં ફરીથી હાર્દિકના સમર્થનનું ઘોડાપુર આવ્યું છે અને હજારોની મેદનીમાં ઘેરાયેલા હાર્દિકને લાંબા સમય પછી "ધાર્યુ તીર વિંધવામાં સફળતા મળી" કહેવત આજે સફળ થઈ હોવાની પ્રિતીત રાજકીય નિષ્ણાતોને થઈ રહી છે.

હાર્દિક પટેલને સૌ કોઈ જાણે છે, તેમની સાથે થયેલા વિવાદો અને અનેક કેસ સાથે રાજદ્રોહના કેસમાં જેલમાં પણ તે જેલમાં પણ ગયા છે. પરંતુ તેમ છતાં તેમની 5 વર્ષની આ સંઘર્ષ યાત્રા અનેક વાદવિવાદ અને મીડિયાની પબ્લિસિટીથી ભરપૂર રહી છે. પાટીદાર આંદોલનકારીથી લઈને પાર્ટીના અધ્યક્ષ તરીકેની આ સફરના કેટલાક મહત્વના અંશો જાણવા રસપ્રદ રહેશે.

અનામત આંદોલનનો ચહેરો

જન્મથી લઇને હેલિકોપ્ટર સુધીની સફર

હાર્દિક પટેલનો જન્મ 20 જુલાઈ 1993ના દિવસે થયો છે. તેનો જન્મ વિરમગામમાં થયો હતો. 2010થી 2013 દરમિયાન કોલેજના અભ્યાસ સમયે હાર્દિક પટેલે SPG ગ્રુપ જોઈન્ટ કર્યું હતું. જ્યારે ઓગસ્ટ-2015ની વીસનગરમાંની તેમની સૌપ્રથમ રેલીથી માંડીને અત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે એક મજબૂત રાજકીય નેતા તરીકે ઊભર્યા છે. હાર્દિક પટેલે 2015થી 2020 સુધીમાં તેમની લોકપ્રિયતામાં ઉતાર-ચઢાવ, ટોચના નેતાઓના આકર્ષણ, વિધાનસભાની ચૂંટણીઓ, હજારોના ફેસબૂક લાઇવ, લાખોની મેદની, જેલના કાળા કારવાસ, તડીપાર, કથિત સેક્સ સીડીથી લઈને હાઇપ્રોફાઇલ પ્રચારમાં હેલિકોપ્ટરની સફર સુધી ઘણું મેળવ્યું છે.

આ ચહેરો ક્યારે લોકોની સામે આવ્યો..?

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ 5 વર્ષની ટૂંકી રાજકીય કારકિર્દીમાં 9 મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા. તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા. હાર્દિકની સામાન્ય અને સીધી ઓળખ પાટીદાર આંદોલનથી બની અને GMDC ગ્રાઉન્ડની એ સભાએ આ નામને વિશ્વના ખુણે ખુણે ગુંજતું કરી દીધું હતું. હાર્દિક પટેલના જીવનનો સૌથી મોટો યૂ-ટર્ન નિષ્ણાતોના મતે GMDC મેદાનમાં યોજાયેલી એ જાહેર સભાથી આવ્યો. જેમાં તેને સાંભળવા અનામતની આશ લઈને રાજ્યના ખુણેખુણેથી પાટીદારો આવ્યા હતા.

એક અહેવાલ મુજબ એ સભામાં આશરે 10 લાખથી વધુ લોકો હતા. જો કે, સંપૂર્ણ સભા દિવસભર શાંતિપૂર્ણ યોજાયેલી આ સભામાં સાંજે મંડપ ન છોડાવાની જીદ કરતા આંદોલનકારીઓ જેમાં હાર્દિક પટેલ, વરૂણ પટેલ, રેશમા પટેલ, લાલજી પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. આ લોકોએ સભા ન છોડતા પોલીસે તેમના પર બળપ્રયોગ કર્યો હોત. અંતે રાત પડતા ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. ગુજરાતમાં અનેક જગ્યાએ સરકારી બસમાં તોડફોડ તેમજ આંગચંપી સહિતના બનાવો બન્યા હતા. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સુરતમાં ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. પોલીસ સાથે સંઘર્ષમાં આવેલા 14 વ્યક્તિ સહિત આ તોફાનો દરમિયાન અનેક લોકોને મોતને ઘાટ ઉતર્યા હતા. જો કે, આ ઘટનાક્રમ પછી સભા પછી હાર્દિક પટેલ પર રાજદ્રોહ સહિત અનેક કેસ દાખલ થયા અને તેની રાજકોટથી ધરપકડ કરવામાં આવી હતી. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ લાજપોર જેલમાં પણ જઈ આવ્યા છે.

રાજદ્રોહના કેસમાં થયો હતો કારાવાસ

હાર્દિક પર થયો હતો રાજદ્રોહનો કેસ

હાર્દિક પટેલ પર રાજદ્રોહનો ગુનો દાખલ થયો હતો, ત્યારબાદ હાર્દિક પટેલની ધરપકડ થઈ અને તેમને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જેલમાં ગયેલા હાર્દિકે ઇતિહાસના પન્ના ઉખેળ્યા અને જાણે ક્રાંતિકારીઓની પેટર્નના લેટર બોમ્બ ફેંક્યા હતા. ક્યારેક 2000 કરોડ રૂપિયાની ઑફર તો કયારેક અધિકારીઓએ ધમકી આપી હોવાના આક્ષેપો થયા અને જેલમાંથી પણ હાર્દિક પટેલ આંદોલનની મશીનરી સાથે જોડાયેલા રહ્યા હતા.

હાર્દિકના જેલવાસ દરમિયાન અલ્પેશ કથીરિયાએ મોરચો સંભાળેલો હતો અને પાટીદાર યુવાનો અનામતની આશાએ આંદોલનને આગળ ધપાવી રહ્યા હતા. હાર્દિકને રાજદ્રોહના કેસમાંથી શરતી જામીન મળ્યા અને લાજપોરમાંથી બહાર નીકળીને હાર્દિકે રાજસ્થાનના ઉદયપુરને આશ્રયસ્થાન તરીકે પસંદ કર્યુ હતું. ઉદયપુરમાં રહીને હાર્દિકે સોશિયલ મીડિયાને ધબકતું રાખ્યું હતું. સતત સોશિયલ મીડિયામાં છવાતા હાર્દિકના દેશ અને દુનિયાની મીડિયામાં તેમના ઇન્ટરવ્યૂ ચમકતા રહ્યા. જો કે, ઓન સ્ક્રીન રહેનારા હાર્દિકનું પિક્ચર હજી બાકી હતું. ગુજરાતમાં સત્તા પરિવર્તન થઈ રહી હતી. રૂપાણી સરકાર તખ્તા પર આવી હતી અને નવા સમીકરણો સધાઈ રહ્યા હતા.

હાર્દિક પટેલ

રાજસ્થાનના ઉદયપુરમાં શરતી જામીનનો ગાળો પસાર કર્યા બાદ હાર્દિકની ઘર વાપસી થઈ હતી. તે સમયે ગુજરાતમાં રાજ્ય વિધાનસભાનની ચૂંટણીઓની નજીક પહોંચી ગયું. તે સમયે ફરી હાર્દિક પટેલે આંદોલનને ફરી ધબકતું કર્યુ અને જોતજોતામાં તેમાં હાર્દિકની સાથે કોંગ્રેસના સમર્થકો પણ જોડાઈ ગયા હતા. રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ આવી તેમ તેમ હાર્દિક ગુજરાતના મુખ્ય વિરોધ પક્ષ હોય તેવો ઘાટ સર્જાયો હતો. વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન હાર્દિક પટેલે અઢળક સભાઓ યોજી હતી.

જો કે, હાર્દિકે જ્યાં જ્યા સભાઓ યોજી ત્યાં કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. જાણકારો એટલી હદે આજે જણાવી રહ્યા છે કે, હાર્દિકે કોંગ્રેસ સાથે મેચ ફિક્સ કરી અને પોતાના ઉમેદવારોને ટિકિટ પણ અપાવી અને આ જાદુ કામ કરી ગયો. પાટીદાર આંદોલનને સમર્થન આપનારા તમામ નેતાઓ જીત્યા અને ધારાસભ્ય તરીકેનું પદ પ્રાપ્ત કર્યું હતું.

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફે કોચ રહેનારા હાર્દિકના તે દરમિયાન વર્ષ 2018માં હાર્દિક પટેલના પ્રેમની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જેને લઈ હાર્દિકના જીવનમાં ધારી અણધારી ચડાવ ઉતાર વચ્ચે તેમની પ્રેમ કહાની સામે આવી અને વર્ષ 2019માં હાર્દિકે પોતાની મિત્ર કિંજલ સાથે પ્રભુતામાં પગલાં માંડી લગ્ન કર્યા હતા. જો કે, તેમના મિત્રોના જણાવ્યા પ્રમાણે વિવાહિત જીવન બાદ પણ તેમનામાં અનેક પરિવર્તનો આવ્યા રહ્યા. હાર્દિક એક પરિપક્વ વ્યક્તિ અને નેતા તરીકે ઉભરી આવ્યા છે, તેવું તેમના મિત્રોનું આજે માનવું છે.

હાર્દિક પટેલના લગ્નની તસ્વીર

રાજ્યમાં અલ્પ બહુમત સાથે રૂપાણી સરકાર ફરી સત્તા આરૂઢ થઈ અને હાર્દિક પટેલ કોંગ્રેસને સત્તા અપાવતા અપાવતા રહી ગયા. જો કે, તેઓ કહેતા રહ્યા કે, હું રાજકીય વ્યક્તિ નથી અને સત્તા માટે આવ્યો નથી. તે હાર્દિક પટેલ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં હાર્દિકે અડાલજમાં યોજાયેલી રાહુલ ગાંધીની સભામાં કોંગ્રેસનો તિરંગો પહેરી લીધો. જ્યારે આજે પાર્ટીમાં આવ્યાના 14 મહિનામાં જ તેમને કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા છે. હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો તેના 14માં મહિને તેમને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષની પોસ્ટ મળી છે. અલબત કોંગ્રેસમાં રાહુલ ગાંધીને જીવનના 26માં વર્ષે જે પોસ્ટ ન મળી હોય તેવી આ પોસ્ટ ગણવામાં આવી રહી છે.

2019માં જાલ્યો કોંગ્રેસનો હાથ
Last Updated :Jul 12, 2020, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details