ગુજરાત

gujarat

પહેલવાન રવિ દહિયાએ દેશને અપાવ્યો સિલ્વર મેડલ

By

Published : Aug 5, 2021, 5:46 PM IST

Updated : Aug 5, 2021, 5:52 PM IST

ભારતના પહેલવાન રવિ દહિયા(RAVI DAHIYA)એ 57 કિગ્રા વજન ગ્રુપમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. જો કે, તેઓ ગોલ્ડ મેડલ જીતી નથી શક્યા અને ઇતિહાસ રચી શક્યો નથી. તે ઉપરાંત ભારતીય પહેલવાન દીપક પૂનિયા હારી ગયો હતો. તે બ્રોન્ઝ મેડલ માટે લડી રહ્યો હતો.

પહેલવાન રવિ દહિયાએ દેશને અપાવ્યો સિલ્વર મેડલ
પહેલવાન રવિ દહિયાએ દેશને અપાવ્યો સિલ્વર મેડલ

  • ફાઇનલ મેચમાં રુસી પહેલવાન જવુર યૂગેવે તેને હરાવ્યો હતો
  • રવિ દહિયાએ 57 કિગ્રા વજન ગ્રુપમાં સિલ્વર મેડલ મેળવ્યો
  • રવિ સિલ્વર મેડલ જીતીને જ ભારત આવશે

ટોક્યો: ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ અહીં ચાલી રહેલી ટોક્યો ઓલિમ્પિકની પુરૂષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રાની ફાઇનલમાં રશિયન ઓલિમ્પિક સમિતિ (આરઓસી) ના જાયુર ઉગયેવ સામે 4-7થી હારીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. જો કે, તેઓ ગોલ્ડ મેડલ મેળવી શક્યા નથી અને ઇતિહાસ પણ રચી શક્યા નથી. ફાઇનલ મેચમાં રુસી પહેલવાન જવુર યૂગેવે તેને હરાવ્યો હતો.

રવિએ ટોક્યોમાં શાનદાર શરૂઆત કરતા પોતાની કૂશળતાને સાબિત કરી

રવિએ ટોક્યોમાં શાનદાર શરૂઆત કરતા પોતાની કૂશળતાને સાબિત કરી હતી. તેણે સેમિફાઇનલમાં પાછળ ચાલ્યા બાદ પણ કજાખસ્તાનના નૂરઇસ્લામ સનાયેતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરીને ભારત માટે મેડલની ખાતરી નક્કી કરી લીધી હતી.

ફાઇનલ મેચના પહેલા પીરિયડમાં ઉગયેવે બે પોઇન્ટ મેળવ્યા

ફાઇનલ મેચના પહેલા પીરિયડમાં ઉગયેવે બે પોઇન્ટ મેળવ્યા, પરંતું રવિએ તરત પાછો આવ્યો અને બે અંક કરીને સ્કોર બરાબર કરી દીધો. જો કે, ત્યારબાદ ઉગયેવે બે પોઇન્ટ લઇને 4-2થી લીડ મેળવી હતી.

મનોહર ખટ્ટરે પણ અભિનંદન પાઠવ્યા હતા

મનોહર ખટ્ટરે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, રવિ દહિયાએ #Tokyo 2020માં માત્ર હરિયાણાનું જ નહીં, પરંતુ સમગ્ર ભારતનું દિલ જીતી લીધું છે. સિલ્વર મેડલ જીતવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપી શુભેચ્છા

ટોક્યો ઓલમ્પિક 2020માં સિલ્વર મેડલ મેળવનાર પહેલવાન રવિ દહિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે,રવિકુમાર દહિયા એક શાનદાર પહેલવાન છે. તેમની લડાઇ ભાવના અને તપ ઉત્કૃષ્ટ છે. ટોક્યો ઓલમ્પિક 2020માં સિલ્વર મેડલ મેળવવા બદલ અભિનંદન. ભારતને તેમની સિદ્ધિ પર ગર્વ છે.

આ પણ વાંચો-મહિલા હોકી ટીમની હાર પર વંદના કટારિયાના ગામમાં ફુટ્યા ફટાકડા, 3 યુવકોની ધરપકડ

કુશ્તીના અખાડામાં રવિ દહિયા પાસેથી ગોલ્ડ મેડલની ઉમ્મદી પુરી થઇ ગઇ છે

કુશ્તીના અખાડામાં રવિ દહિયા (RAVI DAHIYA)પાસેથી ગોલ્ડ મેડલની ઉમ્મદી પુરી થઇ ગઇ છે. 57 કિગ્રા વેઇટ કેટેગરીના ફાઇનલમાં રવિ બેવાર વર્લ્ડ ચેમ્પિયન રુસના જાવુર યૂગેવ સામે હારી ગયો હતો. જો કે, રવિ સિલ્વર મેડલ જીતીને જ ભારત જશે. યૂગેવે તેને ત્રણ પોઇન્ટથી હરાવ્યો હતો.

આ પણ વાંચો- 41 વર્ષ પછી ભારતીય પુરુષ હોકી ટીમની જીત, પોતાને નામ કર્યું બ્રોન્ઝ મેડલ

ભારતીય પહેલવાન દીપક પૂનિયા હારી ગયો હતો

ભારતીય પહેલવાન દીપક પૂનિયા હારી ગયો હતો. તે બ્રોન્ઝ મેડલ માટે લડી રહ્યો હતો, પરંતું અંતિમ 6 સેકન્ડમાં તે હારી ગયો હતો. જોકે, દીપકે શરૂઆતમાં આગેવાની લીધી હતી. પરંતુ અંતે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

Last Updated : Aug 5, 2021, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details