ETV Bharat / sports

41 વર્ષ પછી ભારતીય પુરુષ હોકી ટીમની જીત, પોતાને નામ કર્યું બ્રોન્ઝ મેડલ

author img

By

Published : Aug 5, 2021, 9:00 AM IST

Updated : Aug 5, 2021, 10:10 AM IST

ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ પર પોતાનો દાવો રજૂ કરવા માટે OI સ્ટેડિયમ ખાતે જર્મન ટીમનો સામનો કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

match
Breaking news :49 વર્ષ પછી ભારતીય પુરુષ હોકી ટીમની જીત, પોતાને નામ કર્યું બ્રોન્સ મેડલ

  • 41 વર્ષ બાદ ભારતની જીત
  • પુરૂષ હોકી ટીમની જર્મની સામે જીતી
  • ભારતની ટીમ 5-4થી જીતી

હૈદરાબાદ: બ્રોન્ઝ મેડલ મેળવવા માટે ભારતીય પુરુષ હોકી ટીમ OI સ્ટેડિયમમાં જર્મન ટીમ સામે ટકરાઈ હતી. આ મેચની બીજી મિનિટમાં જર્મન ખેલાડી તૈમુરે ગોલ કરીને જર્મનીને 1-0ની લીડ અપાવી હતી. પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં, જર્મનીએ 1-0ની લીડ મેળવી, ત્યારબાદ સિમરનજીત સિંહે બીજા ક્વાર્ટરની શરૂઆતમાં શાનદાર પાસ મેળવ્યો જેને તેણે ગોલમાં ફેરવ્યો. આ ગોલ સાથે ભારત અને જર્મની 1-1ની બરાબરી પર હતા.

સેકેન્ડ હાફ

બીજા ક્વાર્ટરની 24 મી મિનિટે જર્મન ટીમના બેન્ડિકેટે પ્રથમ ગોલ કરીને પોતાની ટીમને 2-1થી લીડ અપાવી હતી, ત્યારબાદ 25 મી મિનિટે નિકલ્સે બીજો ગોલ કરીને જર્મન ટીમને 3-1થી લીડ અપાવી હતી. એ જ ક્વાર્ટરમાં ભારત માટે અંતર ઘટાડતી વખતે હાર્દિક સિંહે ગોલ કર્યો હતો, ત્યારબાદ ભારત 3-2 સુધી પહોંચી ગયું હતું.

આ પણ વાંચો : વડાપ્રધાન આજે યુપીના ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

3-3થી બરાબરી

ભારત અને જર્મની વચ્ચેની મેચમાં સેકેન્ડ હાફમાં સ્કોર 3-3 પર હતો. ભારતે પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કર્યું. હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર હાથમાંથી જવા દીધો નહીં. સેકેન્ડ હાફ ભારતે પોતાના નામે કર્યો હતો. હાફ ટાઈમ સુધી બંને ટીમો 3-3થી બરાબરી પર રહ્યા હતા.

ભારતની સારી સ્થિતિ

ત્રીજા ક્વાર્ટરમાં ભારતે પોતાની પકડ મજબૂત રાખીને ચોથો ગોલ કર્યો હતો. ભારત માટે રૂપેન્દ્રપાલ સિંહે આ ગોલ કર્યો હતો. ગોલ 31 મી મિનિટે થયો હતો. આ પછી, સિમરનજીત સિંહે 34 મી મિનિટે 5 મો ગોલ કર્યો અને ભારતને સારી સ્થિતિમાં લાવી દીધું હતું.

આ પણ વાંચો : મધ્યપ્રદેશ: રાજ્યના ગૃહમંત્રી ફસાયા પૂરમાં, એરલિફ્ટ કરી બચાવાયા

ભારતની જીત

ભારતે ચોથા ક્વાર્ટરમાં 5-3ની લીડ સાથે પ્રવેશ કર્યો હતો, જેની વચ્ચે લુકાસે જર્મન ખેલાડી દ્વારા ગોલ કરીને જર્મન ટીમને રમતમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગોલ સાથે રમતનો સ્કોર 5-4 સુધી ભારતની તરફેણમાં રહ્યો હતો.

Last Updated :Aug 5, 2021, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.