ગુજરાત

gujarat

ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાન ઓલિમ્પિક માટે ક્વાલિફાય થયો

By

Published : Mar 22, 2021, 11:26 AM IST

ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાને ઓલિમ્પિકમાં ક્વાલિફાઈ થવાની ખુશી રજૂ કરતા જણાવ્યું હતું કે, આ મોટી ઈવેન્ટ માટે તેઓ કેવી રીતે તૈયારી કરી રહ્યા છે અને તેમણે પોતાના ફેન્સની શુભેચ્છાઓ બદલ પણ આભાર માન્યો હતો.

ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાન ઓલિમ્પિક માટે ક્વાલિફાય થયો
ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાન ઓલિમ્પિક માટે ક્વાલિફાય થયો

  • 23 જુલાઈથી શરૂ થઈ રહી છે ટોક્યો ઓલિમ્પિક
  • ઓલિમ્પિક રિંગ્સને જોઈને હું મોટો થયોઃ જી સાથિયાન
  • ટૂર્નામેન્ટમાં ઉપયોગમાં લેવાતા હતા તેવા ટેબલ પર મેં પ્રેક્ટિસ કરીઃ સાથિયાન

આ પણ વાંચોઃબિહાર ક્રિકેટ લીગમાં અંગિકા એવેન્જર્સે જીત મેળવી, સુફિયાં આલમ મેન ઓફ ધ મેચ

હૈદરાબાદઃ ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાન 23 જુલાઈથી શરૂ થઈ રહેલી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વાલિફાઈ થઈ ચૂક્યો છે. સાથિયાને બે જીતની સાથે એશિયાઈ ઓલિમ્પિક ક્વાલિફિકેશન ટૂર્નામેન્ટમાં સાઉથ એશિયા ગૃપમાં ટોપ પર પહોંચીને ઓલિમ્પિક માટે ક્વાલિફાઈ થયા હતા. ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થયા બાદ તેમણે કહ્યું કે, આ મોટી ઈવેન્ટ માટે તેઓ કઈ રીતે તૈયારી કરી રહ્યા છે અને તેમણે પોતાના ફેન્સની શુભેચ્છાઓ બદલ પણ આભાર માન્યો હતો.

23 જુલાઈથી શરૂ થઈ રહી છે ટોક્યો ઓલિમ્પિક

આ પણ વાંચોઃવુશુમાં સબ જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશીપનો પ્રારંભ

જાપાન લીગ અઘરી હોવાથી મને ઓલિમ્પિકમાં મદદ મળીઃ જી સાથિયાન

ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાને જણાવ્યું હતું કે, હું 5 ઓલિમ્પિક રિંગ્સ જોઈને જ મોટો થયો છું અને બાળપણથી મારું સપનું હતું કે ભારતને ઓલિમ્પિકમાં રિપ્રેઝન્ટ કરું. વર્ષ 2021માં સૌથી જરૂરી ટૂર્નામેન્ટ ઓલિમ્પિક ક્વાલિફાયર્સ અને નેશનલ્સ હતા. આ બંને ટૂર્નામેન્ટમાં જેવી રીતે ટેબલનો ઉપયોગ થાય છે તેવા ટેબલ અમે લાવ્યા હતા. નેશનલ ગેમ જીતવાના કારણે મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને આ જ આત્મવિશ્વાસ મને ઓલિમ્પિક ક્વાલિફાયર્સ સુધી લઈ ગયો હતો. જાપાન લીગ એ મારા માટે સૌથી અઘરી લીગ હતી. આના કારણે મને ઓલિમ્પિકમાં પણ મદદ મળી હતી.

ABOUT THE AUTHOR

...view details