ગુજરાત

gujarat

CWG 2022: તેજસ્વિન શંકરે મેન્સ હાઈ જમ્પમાં જીત્યો બ્રોન્ઝ

By

Published : Aug 4, 2022, 8:26 AM IST

Updated : Aug 4, 2022, 8:34 AM IST

કોમનવેલ્થ ગેમ્સ 2022માં (commonwealth games 2022) ભારત મેડલ ટેલીમાં સાતમા સ્થાને સરકી (CWG 2022) ગયું છે. અત્યાર સુધીમાં ભારતે કુલ 18 મેડલ જીત્યા છે, જેમાં પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

commonwealth games 2022
commonwealth games 2022

બર્મિંગહામઃ ભારતના હાઈ જમ્પર તેજસ્વિન શંકરે (Tejaswin Shankar) કોમનવેલ્થ ગેમ્સની (commonwealth games 2022) એથ્લેટિક્સ ઈવેન્ટમાં પુરુષોની હાઈ જમ્પ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રાષ્ટ્રીય રેકોર્ડ ધારક શંકરે 2.22 મીટરની છલાંગ લગાવી (CWG 2022) હતી. તેજસ્વિન શંકરનું નામ રેકોર્ડ બુકમાં નોંધાયું છે. કોમનવેલ્થ ગેમ્સમાં હાઈ જમ્પમાં મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો હતો.

આ પણ વાંચો:સુરતનો હિરો કોમનવેલ્થમાં ચમક્યો, હરમીત દેસાઈ બન્યો 'ગોલ્ડન બોય'

ભારતીય ટીમમાંથી કાઢી મૂક્યો: દિલ્હી હાઈકોર્ટના નિર્દેશો પર ટીમમાં સામેલ 23 વર્ષીય શંકરની સિઝનમાં બેસ્ટ 2.27 અને વ્યક્તિગત (Tejaswin Shankar won bronze) બેસ્ટ 2.29m છે. તેજસ્વિન શંકર ત્રણ દિવસ પહેલા બર્મિંગહામ પહોંચ્યો હતો. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ શરૂઆતમાં યુએસએમાં પ્રેક્ટિસ કરી રહેલા તેજસ્વિન શંકરને ભારતીય ટીમમાંથી કાઢી મૂક્યો હતો કારણ કે, તેણે ભારતની રાષ્ટ્રીય આંતર-રાજ્ય બેઠકમાં ભાગ લીધો ન હતો. આ પછી તેણે આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

આ પણ વાંચો:CWG 2022 લવપ્રીત સિંહે 109 કિગ્રા વેઇટલિફ્ટિંગ ફાઇનલમાં જીત્યું બ્રોન્ઝ મેડલ

2.25 મીટરની છલાંગ લગાવી:જો કે, ઇજાગ્રસ્ત રિલે રનર અરોકિયા રાજીવના સ્થાને તેજસ્વિન શંકરને આખરે 2022 કોમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે તેજસ્વિને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાને બતાવી દીધું છે કે, તેના પર વિશ્વાસ કરવો વ્યર્થ નથી. ન્યુઝીલેન્ડના હેમિશ કેરે ગોલ્ડ અને ઓસ્ટ્રેલિયાના બ્રેન્ડન સ્ટાર્કને સિલ્વર મેડલ મળ્યો હતો. બંનેએ 2.25 મીટરની છલાંગ લગાવી હતી.

Last Updated : Aug 4, 2022, 8:34 AM IST

ABOUT THE AUTHOR

...view details