ગુજરાત

gujarat

CWG 2022: ભારતીય મહિલા લૉન બૉલ્સ ટીમે ગોલ્ડ જીત્યો

By

Published : Aug 2, 2022, 6:58 PM IST

Updated : Aug 2, 2022, 7:27 PM IST

ભારતીય મહિલા લૉન બૉલ્સ ટીમે ગોલ્ડ જીત્યો
ભારતીય મહિલા લૉન બૉલ્સ ટીમે ગોલ્ડ જીત્યો ()

બર્મિંગહામમાં 22મી કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games 2022) ભારતની મહિલા લૉન બોલ ટીમે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય ચોકડીએ સાઉથ આફ્રિકાને 17-10થી હરાવીને ગોલ્ડ મેડલ ભારતના ખોળામાં (lawn bowls team wins gold) નાખ્યો હતો.

હૈદરાબાદ: બર્મિંગહામમાં ચાલી રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games 2022) ભારતની મહિલા લૉન બોલ ટીમે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય ચોકડીએ દક્ષિણ આફ્રિકાને 17-10થી હરાવીને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ કુલ 10મો મેડલ છે. તમને જણાવી દઈએ કે, આ વખતે શરૂઆતના ચાર દિવસ ભારતના વેઈટલિફ્ટર્સનો દબદબો રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ 9માં ત્રણ ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યા હતા. આ ગેમ્સમાં ભારતનો આ ચોથો ગોલ્ડ (lawn bowls team wins gold) છે.

આ પણ વાંચો :'અરે, તમારા ભૂતપૂર્વ કોચ અહીં બેઠા છે', અને રવિન્દ્ર જાડેજાએ કહ્યુ...

22 વર્ષમાં પ્રથમ વખત મેડલ : લવલી ચૌબે, પિંકી, નયનમોની સૈકિયા અને રૂપા રાની તિર્કીની ચાર ખેલાડીઓની ટીમે આ ગેમની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 16-13થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. પ્રથમ વખત ટીમ આ રમતની ફાઇનલમાં ગઈ હતી અને પ્રથમ વખત ભારતને આ રમતમાં મેડલ પણ મળ્યો છે. આ રમત વર્ષ 1930 થી કોમનવેલ્થ ગેમ્સનો ભાગ છે, પરંતુ 22 વર્ષમાં ભારતને આ રમતમાં એકપણ મેડલ મળ્યો નથી. ઈંગ્લેન્ડે અત્યાર સુધીમાં કુલ 51 મેડલ (20 ગોલ્ડ, 9 સિલ્વર અને 22 બ્રોન્ઝ) જીત્યા છે.

આ પણ વાંચો :CWG 2022: મેડલ ટેલીમાં ભારત છ મેડલ સાથે પહોંચ્યું છઠ્ઠા સ્થાને ...

શું છે લૉન બૉલની રમત: લૉન બોલ એક રીતે ગોલ્ફ જેવી જ રમત છે, કારણ કે ત્યાં પણ બોલને લક્ષ્ય સુધી પહોંચવાનું હોય છે અને આ રમતમાં પણ કંઈક એવું જ છે. બન્ને વચ્ચે ઘણા તફાવતો હોવા છતાં, સૌથી મોટો તફાવત એ છે કે ગોલ્ફમાં, લાકડીનો ઉપયોગ થાય છે, જ્યારે લૉન બોલમાં, બોલને હાથથી આગળ મોકલવો પડે છે. આ રમતમાં, બોલને જેક એટલે કે લક્ષ્ય પણ કહેવામાં આવે છે. જમીન પર રોલ કરતી વખતે આ જેક તરફ જ લક્ષ્ય રાખીને બોલ મોકલવો પડે છે. આમાં રમતી બન્ને ટીમોએ સમાન પ્રક્રિયાને અનુસરવી પડશે અને તેમના બોલને શક્ય તેટલો જેકની નજીક મોકલવો પડશે. જેના બોલ જેકની સૌથી નજીક છે તે પોઈન્ટના આધારે વિજેતા છે.

Last Updated :Aug 2, 2022, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details