CWG 2022: મેડલ ટેલીમાં ભારત છ મેડલ સાથે પહોંચ્યું છઠ્ઠા સ્થાને ...

author img

By

Published : Aug 1, 2022, 3:55 PM IST

CWG 2022: મેડલ ટેલીમાં ભારત છ મેડલ સાથે પહોંચ્યું છઠ્ઠા સ્થાને ...

ભારતીય વેઇટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ રવિવારે બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Birmingham Commonwealth Games 2022) પુરૂષોની 67 કિગ્રાની ફાઇનલમાં 300 કિગ્રાની વિક્રમજનક સંયુક્ત લિફ્ટ સાથે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભારતના વેઇટલિફ્ટરોએ માત્ર વિક્રમી વજન જ ઉઠાવ્યું ન હતું, પરંતુ મેડલ જીતવાની આશાઓનું વજન પણ સફળતાપૂર્વક વહન કર્યું હતું અને મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયા હતા.

બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સ 2022માં (commonwealth games 2022) ભારતીય ખેલાડીઓએ પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022નો ત્રીજો દિવસ પણ પૂર્ણ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે પણ વર્ચસ્વ જાળવી રાખ્યું હતું અને મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન પર પોતાની પકડ મજબૂત કરી હતી. તે જ સમયે, ભારતના વેઇટલિફ્ટરોએ (Weightlifters of India) માત્ર રેકોર્ડ વજન જ ઉપાડ્યું ન હતું, પરંતુ મેડલ જીતવાની આશાનું વજન પણ સફળતાપૂર્વક વહન કર્યું હતું અને મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: CWG 2022: વેઈટલિફ્ટર અચિંત શિયુલીએ ભારતને અપાવ્યો ત્રીજો ગોલ્ડ મેડલ

વેઈટલિફ્ટર્સે જીત્યા મેડલ: તમને જણાવી દઈએ કે, રવિવારે બે યુવા વેઈટલિફ્ટરોએ ભારત માટે તેમની ડેબ્યૂ ગેમ્સમાં ગોલ્ડન સફળતા મેળવી હતી. તેની શરૂઆત 19 વર્ષના જૈરેમી લાલરિનુંગાએ કરી હતી. પુરુષોની 65 કિગ્રામાં જૈરેમીએ દિવસનો પહેલો ગોલ્ડ અને ભારત માટે ગેમ્સનો બીજો ગોલ્ડ જીત્યો. ત્યારપછી દિવસની છેલ્લી ઈવેન્ટમાં 20 વર્ષીય અચિંત શુલીએ દિવસનો બીજો ગોલ્ડ અને પુરુષોની 73 કિગ્રામાં એકંદરે ત્રીજો ગોલ્ડ જીત્યો. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 6 મેડલ આવ્યા છે અને તમામ મેડલ વેઈટલિફ્ટર્સે જીત્યા છે. અગાઉ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીતીને (Mirabai Chanu won the gold medal) સમગ્ર દેશનું ગૌરવ અને સન્માન વધાર્યું હતું. આ દરમિયાન મેન્સ હોકી ટીમે પણ જીત સાથે શરૂઆત કરી છે. ટીમે પ્રથમ મેચમાં ઘાનાને 11-0થી હરાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.