ગુજરાત

gujarat

નેધરલેન્ડ્સ, કેનેડા પુરૂષ હોકી ટીમો ટોક્યો ઑલંપિક માટે થયા ક્વોલીફાઈ

By

Published : Oct 28, 2019, 2:17 PM IST

લ્યુસાને: વિશ્વ હોકી મહાસંધ મુજબ નેધરલેન્ડ્સ અને કેનેડાએ બે મેચોના FIH હોકી ઓલંપિક ક્વોલીફાયરમાં ક્રમશ પાકિસ્તાન અને આયરલેન્ડને હરાવી ટોક્યોની ટીકિટ મેળવી છે.

Tokyo olympic

નેધરલન્ડ્સએ પાકિસ્તાનને ઓલંપિક ક્વોલીફાયરના બીજા ચરણમાં 6-1થી હરાવ્યા. શનિવારે રમાયેલા પહેલા ચરણનો મુકાબલો 4-4ની બરાબરી પર ખતમ થયો હતો. પરંતુ નેધરલેન્ડ્સે બીજા ચરણના મુકાબલામાં ચમક પાથરતા ત્રણ વખતના ઓલંપિક ચૈમ્પિયન પાકિસ્તાનને એકતરફી અંદાજમાં હરાવી 19મી વખત ઓલંપિક રમવાની યોગ્યતા મેળવી છે.

નેધરલેન્ડ્સ, કેનેડા પુરૂષ હોકી ટીમો ટોક્યો ઓલંપિક માટે થયા ક્વોલીફાઈ

આ તરફ કેનેડાએ વેંકુવરમાં રમાયેલ બીજા ચરણના મુકાબલામાં શુટઆઉટમાં 3-1(1-1) થી જીત મેળવતા ઓલંપિકની ટીકિટ મેળવી છે. પહેલા ચરણના મુકાબલામાં આયરલેન્ડે 5-3થી જીત મેળવી હતી. બીજા ચરણના મુકાબલામાં પણ આયરલેન્ડની ટીમ 1-0થી આગળ હતી. પેનાલ્ટી પર સ્કાટ ટપરે ગોલ કરતા કેનેડાએ મુકાબલામાં વાપસી કરી હતી. ત્યાર બાદ મેચ શુટ આઉટ સુધી ગયો, જ્યાં કેનેડાએ 3-1થી જીત મેળવી હતી.

ABOUT THE AUTHOR

...view details