ગુજરાત

gujarat

T20 World Cup: ભારતીય ટીમે ન્યૂઝિલેન્ડ સામેની મેચ માટે શરૂ કરી તૈયારી, પ્રેક્ટિસમાં જોવા મળ્યો હાર્દિક

By

Published : Oct 28, 2021, 10:34 AM IST

ટી20 વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારત રવિવારે પાકિસ્તાન સામે હાર્યું હતું. ત્યારે હવે આવતા રવિવારે 31 ઓક્ટોબરે ભારતની ટક્કર ન્યૂઝિલેન્ડ સાથે થશે. ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓએ બુધવારથી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. BCCIએ ભારતીય ખેલાડીઓના ટ્રેનિંગના ફોટોઝ ટ્વિટર પર શેર કર્યા છે. જોકે, આ પ્રેક્ટિસમાં હાર્દિક પંડ્યા પણ જોવા મળ્યો હતો. એટલે કે આગામી મેચમાં હાર્દિક પંડ્યા રમશે, જે ભારત માટે ખૂબ જ સારા સમાચાર છે.

T20 World Cup: ભારતીય ટીમ માટે સારા સમાચાર, ન્યૂ ઝિલેન્ડ સામેની મેચમાં હાર્દિક પંડ્યા પણ રમશે, ટીમ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હાર્દિક
T20 World Cup: ભારતીય ટીમ માટે સારા સમાચાર, ન્યૂ ઝિલેન્ડ સામેની મેચમાં હાર્દિક પંડ્યા પણ રમશે, ટીમ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હાર્દિક

  • ભારતીય ટીમ માટે સારા સમાચાર આવ્યા છે
  • ભારત 31 ઓક્ટોબરે ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝિલેન્ડ સામે ટકરાશે
  • BCCIએ ટીમની પ્રેક્ટિસના ફોટો ટ્વિટર પર શેર કર્યા, પ્રેક્ટિસમાં હાર્દિક પણ દેખાયો

હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ખેલાડીઓના ટ્રેનિંગ કરતા ફોટોઝ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા છે, જેમાં ભારતીય ટીમના ખેલાડીઓ અલગ અલગ ગૃપમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. સાથે જ ખેલાડીઓ સામસામે એકબીજાને બોલ પાસ કરી રહ્યા છે. આનાથી ખેલાડીઓની નજર સારી થાય છે.

આ પણ વાંચો-મેજર ધ્યાનચંદ ખેલ રત્ન માટે નીરજ ચોપરા, રવિ દહિયા સહિત 11 ખેલાડીઓના નામની ભલામણ

BCCIએ ટ્વિટર પર ફોટો કર્યા શેર

BCCIએ ફોટોઝ શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, અમે પાછા આવી ગયા છીએ. એક જોરદાર ડ્રિલની સાથે સેશનની શરૂઆત કરી છે. ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં જવા માટે ન્યૂઝિલેન્ડને હરાવવું પડશે. કારણ કે, ગૃપમાં સામેલ અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડે પોતપોતાની મેચમાં જીત મેળવી લીધી છે.

આ પણ વાંચો-ICC T20 બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલી પાંચમા સ્થાને ખસી ગયો

ન્યૂ ઝિલેન્ડ પણ પાકિસ્તાન સામે હાર્યું છે

તો ન્યૂ ઝિલેન્ડને પણ ભારતની જેમ પહેલી મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝિલેન્ડે દુબઈમાં મંગળવારે રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરી અને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાને 8 બોલ પહેલા જ 5 વિકેટથી મેચ જીતી લીધી હતી. ભારત અને ન્યૂ ઝિલેન્ડ પોતાની પહેલી જીત મેળવવા માટે રવિવારે ટકરાશે.

ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝિલેન્ડ 2-0થી આગળ છે

ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે અત્યાર સુધી 17 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. ભારત અને ન્યૂઝિલેન્ડ બંનેએ 8-8 મેચ જીતી છે. તો બંને દેશ વચ્ચે ICC T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 2 મેચ રમાઈ છે. આ બંને મેચમાં કીવી ટીમે ભારતને મ્હાત આપી છે. આ રીતે ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝિલેન્ડ 2-0થી આગળ છે.

હાર્દિક છેલ્લા ઘણા સમયથી બોલિંગ નહોતો કરી શકતો, પણ હવે ફિટ છે

ભારત માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે અને તે નેટ્સમાં બોલિંગ કરતા પણ જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યા ન્યૂ ઝિલેન્ડ સામેની મેચમાં ભારતના સૌથી મોટા મેચ વિનર સાબિત થઈ શકે છે. હાર્દિક પંડ્યા પોતાની બોલિંગ અને બેટિંગ બંનેમાં હંમેશા ટોપ પર રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક બોલિંગ નહતો કરી શકતો, જેના કારણે ટીમમાં સંતુલન બગડી ગયું હતું. હાર્દિકે છેલ્લી વખત જુલાઈમાં શ્રીલંકા સિરીઝમાં બોલિંગ કરી હતી અને મુંબઈ ઈન્ડિયન્સ માટે ઈન્ડિયમ પ્રીમિયર લીગમાં રમતા તેણે UAEમાં એક પણ ઓવર નહતી નાખી. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાન સામેની મેચમાં બેટિંગ કરતા સમયે હાર્દિક પંડ્યાના ખભામાં ઈજા પહોંચી હતી અને તેને સ્કેન માટે જવાના કારણે ભારતની તેને ઈનિંગ પછી મેદાનમાં નહતો ઉતારવામાં આવ્યો.

ABOUT THE AUTHOR

...view details