ETV Bharat / sports

ICC T20 બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલી પાંચમા સ્થાને ખસી ગયો

author img

By

Published : Oct 27, 2021, 7:50 PM IST

રવિવારે પાકિસ્તાન સામેની સુપર 12 મેચમાં ભારતને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, કોહલી (725 રેટિંગ પોઈન્ટ) 49 બોલમાં અર્ધસદી ફટકારી હતી. જ્યારે રાહુલ (684) એ ત્રણ રન બનાવ્યા હતા.

ICC T20 બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલી પાંચમા સ્થાને ખસી ગયો
ICC T20 બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલી પાંચમા સ્થાને ખસી ગયો

  • વિરાટ કોહલી ટી20 રેન્કિંગમાં પાંચમાં સ્થાને સરક્યો
  • દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન ત્રીજા સ્થાને
  • શાકિબ અલ હસ ટોચનું સ્થાન યથાવત

દુબઈ: ભારતીય સુકાની(Indian captain) વિરાટ કોહલી અહીં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની અડધી સદી હોવા છતાં બુધવારે જાહેર કરાયેલ ICC મેન્સ ટી20 ઈન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગ(T20 batting rankings)માં પાંચમાં સ્થાને સરકી ગયો છે, જ્યારે તેનો સાથી ખેલાડી કેએલ રાહુલ બે સ્થાન નીચે આવી ગયો અને તે આઠમાં નંબર પર ધકેલાઈ ગયો.

પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાન ત્રણ સ્થાન આગળ વધીને ચોથા સ્થાને પહોંચી ગયો છે, જે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. રિઝવાનને ભારત સામેની મેચમાં અણનમ 79 રન અને ન્યુઝીલેન્ડ સામે ટીમની બીજી જીતમાં 33 રન બનાવ્યા હતો તેથી તેને ફાયદો થયો છે.

એડન માર્કરામે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ સામે અનુક્રમે 40 અને અણનમ 51 રન ફટકારીને તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ(Best ranking) હાંસલ કરી હતી. તેણે આઠ સ્થાનની છલાંગ લગાવીને ત્રીજા સ્થાન પર કબજો કર્યો છે. તે હવે ઈંગ્લેન્ડના ડેવિડ મલાન (831) અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (820)થી પાછળ છે. માર્કરામનું અગાઉનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ નવ હતી.

અફઘાનિસ્તાનનો રહેમાનુલ્લા ગુરબાઝ સ્કોટલેન્ડ સામે 46 રન સાથે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 12મા સ્થાને નવમાં સ્થાને પહોંચી ગયો છે, જ્યારે બાંગ્લાદેશના ઓપનર મોહમ્મદ નઈમે શ્રીલંકા સામે 52 બોલમાં 62 રન ફટકારીને 11 સ્થાનની છલાંગ લગાવી છે અને તે 13મા સ્થાને પહોંચી ગયો છે. નામિબિયાનો કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસ તેની ટીમને સુપર 12માં આગળ કર્યા બાદ સંયુક્ત 37માં સ્થાને પહોંચી ગયો છે.

બોલરોની યાદીમાં સ્પિનરનો કમાલ

બોલરોની યાદીમાં ટોચના નવમાં તમામ સ્પિનરોનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશનો સ્પિનર ​​મહેદી હસન કડક બોલિંગના કારણે નવમાં સ્થાનેથી આગળ વધીને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 12મા સ્થાને પહોંચી ગયો છે.ભારત સામે 10 વિકેટની યાદગાર જીતમાં ચમકનાર પાકિસ્તાની ઝડપી બોલર શાહીન આફ્રિદી 31 રનમાં ત્રણ વિકેટ ઝડપીને 11 સ્થાનનો ફાયદો મેળવીને 12માં સ્થાને પહોંચી ગયો છે. તે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગથી માત્ર બે સ્થાન પાછળ છે.

બાંગ્લાદેશના શાકિબ અલ હસનું ટોચનું સ્થાન

ન્યુઝીલેન્ડ સામે 22 રનમાં ચાર વિકેટ લેનાર હરિસ રઉફે પાકિસ્તાનની સતત બીજી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને આ પ્રદર્શનના કારણે 34 માં સ્થાનો ફાયદો થયો જેમાં તે કરીયરની સર્વશ્રેષ્ઠ 17માં સ્થાને પહોંચી ગયો.

બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી શાકિબ અલ હસને ઓલરાઉન્ડરોની યાદીમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

આ પણ વાંચોઃ ભારત સામેની મેચ જીત્યા પછી પાકિસ્તાની ક્રિકેટર રિઝવાને ગ્રાઉન્ડ પર નમાઝ અદા કરી, પૂર્વ ક્રિકેટરે આ અંગે આપેલા નિવેદન માટે માગી માફી

આ પણ વાંચોઃ T20 World Cup, IND vs PAK: ભારતની કારમી હાર, પાકિસ્તાને રોક્યું વિજય અભિયાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.