ગુજરાત

gujarat

Sixer Kings : IPL 2023 સિક્સર કિંગ, જેમણે લોકોનું ખૂબ મનોરંજન કર્યુ છે

By

Published : Apr 28, 2023, 3:40 PM IST

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણા દિગ્ગજ બેટ્સમેનોએ ઘણી સિક્સર ફટકારી છે. આ વર્ષે IPL રમી રહેલા ઘણા એવા ખેલાડીઓ છે જેઓ ગ્રાઉન્ડ શોટ કરતા હવામાં શોટ પર વધુ આધાર રાખે છે… જાણો કોણ એવા ખેલાડીઓ છે જેમણે ચોગ્ગા કરતાં વધુ સિક્સર ફટકારી છે…

Etv BharatSixer Kings
Etv BharatSixer Kings

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં માત્ર અડધી સફર પૂર્ણ થઈ છે, પરંતુ ઘણા ખેલાડીઓએ અલગ-અલગ પ્રકારના રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ઘણા ખેલાડીઓએ બેટથી સારું પ્રદર્શન કર્યું છે તો કેટલાક ખેલાડીઓએ સારી બોલિંગ કરીને પોતાનું નામ લોકો સમક્ષ લાવ્યું છે. આજે અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવીશું જેમણે પોતાની વિસ્ફોટક બેટિંગના દમ પર આ IPLમાં દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. આ સાથે તેણે અનેક અવસર પર પોતાની ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો છે.

ગ્લેન મેક્સવેલનો પાવર:IPLની આ સિઝનમાં ચોગ્ગાથી વધુ છગ્ગા ફટકાર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ આ યાદીમાં સૌથી આગળ છે. તેણે અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં 23 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા છે. બીજા સ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સનો બેટ્સમેન રિંકુ સિંહ છે, જેણે અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં 18 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા છે. તેની ટીમને મેચ જીતવામાં પણ મદદ કરી હતી.

આ પણ વાંચો:IPL 2023 : યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ અને શિવમ દુબેની બેટીંગ બની આકર્ષણનું કેન્દ્ર

શિવમ દુબેએ સૌને ઈમ્પ્રેસ કર્યા છે:આ સિવાય અન્ય ખેલાડીઓની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ માટે બેટિંગ કરી રહેલા ઓલરાઉન્ડર શિવમ દુબેએ 8 મેચની 7 ઈનિંગમાં શાનદાર બેટિંગનો નમૂનો રજૂ કર્યો છે, તેણે 19 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા છે. રાજસ્થાન રોયલ્સના શિમરોન હેટમાયરે અત્યાર સુધી 8 મેચમાં પોતાની 8 ઇનિંગ્સમાં 15 સિક્સ અને 7 ફોર ફટકારી છે. અંતિમ ઓવરોમાં ફિનિશરની ભૂમિકા પણ શાનદાર રીતે ભજવી હતી.

આ પણ વાંચો:IPL 2023 : આજે પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મોહાલીમાં મુકાબલો, સાંજે 7:30 વાગ્યે મેચ શરુ થશે

નિકોલસ પૂરન અને આન્દ્રે રસેલ:આ સાથે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ માટે વિકેટ કીપર બેટ્સમેનની ભૂમિકા ભજવનાર નિકોલસ પૂરન પણ અત્યાર સુધી રમાયેલી મેચોમાં ચોગ્ગાથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેણે 15 સિક્સર અને 11 ફોર પણ ફટકારી છે. બીજી તરફ અન્ય ખેલાડીઓની વાત કરીએ તો કોલકાતા નાઈટ રાઈડર્સ માટે જોરદાર બેટિંગ કરનાર આન્દ્રે રસેલે અત્યાર સુધીમાં 8 સિક્સ અને 7 ફોર ફટકારી છે. પરંતુ તે લાંબી ઇનિંગ્સ રમી શક્યો નથી.

ઘણા બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી છે: રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ માટે કંઈક આવું જ કર્યું છે. રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધી 5 સિક્સર અને 4 ફોર ફટકારી છે જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ અત્યાર સુધી રમાયેલી મેચોમાં 6 સિક્સ અને 2 ફોર ફટકારી છે. તમને જણાવી દઈએ કે IPL 2023ની અડધી સફર લગભગ પૂરી થઈ ગઈ છે. કુલ 37 મેચ રમાઈ છે અને બાકીની મેચો આગળ રમવાની છે, જેમાં ઘણા બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details