ETV Bharat / sports

IPL 2023 : હાઈસ્કોરિંગ મેચમાં પંજાબ કિંગ્સ સામે લખનઉની 56 રને શાનદાર જીત

author img

By

Published : Apr 28, 2023, 1:33 PM IST

Updated : Apr 29, 2023, 12:02 AM IST

TATA IPL 2023ની 38મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઇ હતી. જેમાં LSGએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 257 રન બનાવ્યા હતા અને PBKSને જીતવા માટે સિઝનનો સૌથી મોટો લક્ષ્યાંક આપ્યો છે. તેના જવાબમાં પંજાબ કિંગ્સ 19.5 ઓવરમાં 201 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આમ લખનઉની 56 રને શાનદાર જીત થઈ હતી.

Etv BharatIPL 2023
Etv BharatIPL 2023

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 38મી મેચ પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મોહાલીના પંજાબ ક્રિકેટ એસોશિએસન આઇ એસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઇ હતી. જેમાં PBKSએ પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તેમને 20 ઓવરમાં 5 વિકેટ ઝડપીને 257 રન આપ્યા હતા. તેના જવાબમાં પંજાબ કિંગ્સના બેટ્સમેનો હાઈસ્કોર કરવામાં ઝડપથી આઉટ થયા હતા, અને ટાર્ગેટના રન કરી શક્યા ન હતા. 19.5 ઓવરમાં 201 રને ઓલઆઉટ થઈ ગયા હતા. આમ લખનઉ સુપર જાયન્ટ્સ ખરેખર જાયન્ટ્સ સાબિત થયું હતું.

LSGની બેટીંગ : લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે પ્રથમ બેટીંગ કરતા 16મી સીઝનનો સૌથી મોટો સ્કોર 257 રન બનાવ્યા હતા. જેમાં રાહુલએ 12 રન, માયર્સએ 54 રન, બદોની 43 રન, સ્ટોઇનીસ 72 રન, પુરણએ 45 રન, દિપકએ(અણનમ) 11 રન અને પંડ્યાએ(અણનમ) 5 રન બનાવ્યા હતા.

PBKSની બોલિંગ : પંજાબએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી. જેમાં ગુરનુરએ 3 ઓવરમાં 0 વિકેટ, અર્શદિપએ 4 ઓવરમાં 1 વિકેટ, રબાડાએ 4 ઓવરમાં 2 વિકેટ, રાજાએ 1 ઓવરમાં 0 વિકેટ, ચહરએ 4 ઓવરમાં 0 વિકેટ, સેમ કરણએ 3 ઓવરમાં 1 વિકેટ અને લિવિન્ગસ્ટનએ 1 ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી.

પંજાબ કિંગ્સની બેટિંગઃ પ્રભસિમરન 13 બોલમાં 9 રન, શિખર ધવન 2 બોલમાં 1 રન, અથર્વા ટાઈડ 36 બોલમાં 8 ચોક્કા અને 2 સિક્સની મદદથી 66 રન, સિંકદર રાઝા 22 બોલમાં 36 રન, લિયામ લિંવિગ્સ્ટોન 14 બોલમાં 23 રન, સામ કુરન 11 બોલમાં 21 રન, જિતેશ શર્મા(વિકેટ કિપર) 10 બોલમાં 24 રન, શાહરૂખ ખાન 9 બોલમાં 6 રન, રાહુલ ચહર 1 બોલમાં શૂન્ય રન, કજિસો રબાડા 1 બોલમાં શૂન્ય રન અને અર્શદીપ સિંહ 2 બોલમાં 2 રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને 13 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ પંજાબના 19.5 ઓવરમાં 201 રને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

લખનઉ સુપર જાયન્ટ્સની બોલીંગઃ માર્કસ સ્ટોઈનિસ 1.5 ઓવરમાં 21 રને એક વિકેટ લીધી હતી. ક્યાલ માયર્સ 1 બોલમાં 4 રન, નવીન ઉલ હક 4 ઓવરમાં 30 રન આપી 3 વિકેટ લીધી હતી. અવેશ ખાન 2 ઓવરમાં 28 રન આપ્યા હતા.અમિત મિશ્રા 2 ઓવરમાં 23 રન અને રવિ બિશ્નોઈ 4 ઓવરમાં 41 રન આપી 2 વિકેટ લીધી હતી. યશ ઠાકુર 3.5 ઓવરમાં 37 રન આપી 4 વિકેટ ઝડપી હતી. કૃનાલ પંડ્યા 1 ઓવરમાં 13 રન આપ્યા હતા.

પોઈન્ટ્સ ટેબલ ( IPL 2023Points Table ) આજની મેચના જીતના પરિણામ પછી લખનઉ સુપર જાયન્ટ્સ 10 પોઈન્ટ સાથે બીજા નંબરે આવી ગઈ હતી. પ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ હતા. ત્રીજા નંબરે ગુજરાત ટાઈટન્સ 10 પોઈન્ટ, ચોથા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 8 પોઈન્ટ હતા. પંજાબ કિંગ્સ 8 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 6 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 6 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 4 પોઈન્ટ હતા.

આજના પરિણામ પહેલા બંન્ને ટીમોના 8 પોઈન્ટ છે: તમને જણાવી દઈએ કે, લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં 4 જીત અને 3 હાર સાથે 8 પોઈન્ટ્સ મેળવ્યા છે અને ચોથા સ્થાને છે, જ્યારે પંજાબ કિંગ્સ ટીમના પણ 4 જીત અને 3 હાર સાથે 8 પોઈન્ટ છે. પોઈન્ટ, રન રેટ મુજબ, તે છઠ્ઠા સ્થાને હાજર છે. તેથી, આ મેચ જીતવાની સાથે, બંને રન રેટ સુધારવાનો પ્રયાસ કરશે, કારણ કે જો પોઈન્ટ સમાન હશે તો પણ રન રેટ દરેક ટીમને અસર કરશે.

આ પણ વાંચો: IPL 2023 : ચેન્નાઈ સામે રાજસ્થાન રોયલ્સ 32 રને જીતી પોઈન્ટ્સ ટેબલમાં નંબર વન

બંને ટીમોની ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે: શુક્રવારે મોહાલીમાં રમાનાર મેચમાં બંને ટીમોની ઈલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે. ગુજરાત ટાઇટન્સ સામે ખભામાં ઇજા બાદ શિખર ધવન ઘણી મેચોમાં અનફિટ હોવાને કારણે રમી રહ્યો નથી. આ મેચમાં પણ તેના રમવા અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. જોકે તે પ્રેક્ટિસ સેશનમાં બેટિંગ કરતો જોવા મળ્યો છે. બંને ટીમો પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે ઈલેવન પસંદ કરશે.

આ પણ વાંચો: MS Dhoni: રાજસ્થાન સામે રમાયેલી મેચમાં કેપ્ટન કૂલ થયા ગુસ્સે, જાણો કેમ

પંજાબને હોમ ગ્રાઉન્ડનો ફાયદો: આ મેચ પહેલા પંજાબ કિંગ્સની ટીમ ગત મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 13 રને હરાવીને ઉત્સાહિત છે. બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 7 રને હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ પંજાબને તેના હોમ ગ્રાઉન્ડમાં એ જ રીતે હરાવવાનો પ્રયાસ કરશે જે રીતે પંજાબ કિંગ્સે લખનૌમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું.

Last Updated :Apr 29, 2023, 12:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.