ETV Bharat / sports

IPL 2023 : ચેન્નાઈ સામે રાજસ્થાન રોયલ્સ 32 રને જીતી પોઈન્ટ્સ ટેબલમાં નંબર વન

author img

By

Published : Apr 27, 2023, 9:45 AM IST

Updated : Apr 27, 2023, 11:43 PM IST

TATA IPL 2023ની 16મી સીઝનની 37મી મેચ આજે ગુરુવારે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી. જેમાં RRની ટીમે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 202 રન બનાવ્યા હતા અને CSKને જીતવા માટે 203 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 170 રન જ કરી શક્યું હતું. આમ ચેન્નાઈ 32 રને હારી ગયું હતું.

RR vs CSK Dream11 Prediction: ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ માટે પિચ રિપોર્ટ સહિત, IPL ફેન્ટસી ક્રિકેટ ટિપ્સ, પ્લેઇંગ XI
RR vs CSK Dream11 Prediction: ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ માટે પિચ રિપોર્ટ સહિત, IPL ફેન્ટસી ક્રિકેટ ટિપ્સ, પ્લેઇંગ XI

જયપુર: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 37મી મેચ CSK અને RR વચ્ચે જયપુરમાં આવેલ સ્વામી માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ હતી. રાજસ્થાન રોયલ્સએ પ્રથમ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તેમની શરૂઆત ખુબજ સારી જોવા મળી હતી અને 20 ઓવરમાં 5 વિકેટ 202 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને કુલ 170 રન કર્યા હતા. અને ચેન્નાઈની ખરાબ રીતે હાર થઈ હતી. ચેન્નાઈની બેટિંગ લાઈનઅપ નિષ્ફળ ગઈ હતી.

રાજસ્થાન રોયલ્સ નંબર વનઃ આજની મેચ જીત્યા પછી રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ્સ ટેબલમાં નંબર વન પોઝીશન પર આવી ગઈ હતી. અત્યાર સુધીમાં રાજસ્થાન રોયલ્સ 8 મેચ રમીને 5 મેચ જીત્યું છે અને 3 હાર્યું છે. આમ રાજસ્થાને 10 પોઈન્ટ મેળવી લીધા છે. અને નંબર વન પોઝીશન પર પહોંચી ગયું છે. તેમજ રાજસ્થાને આજની મેચમાં 200થી વધુ રન કર્યા હતા, જેથી રનરેટના આધારે પણ નંબર વન પોઝીશન પર આવી ગયું છે.

RR બેટીંગ : રાજસ્થાનની ટીમે પ્રથમ બેટીંગ કરતા CSKને જીત માટે 203 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જેમાં યશસ્વિ જયસ્વાલએ 77 રન, જોસ બટલરએ 27 રન, સંજૂ સેમસનએ 17 રન, શિમરન હેટમાયરએ 8 રન, ધ્રુવ જૂરેલએ 34 રન, દેવદત પડિકલ્લએ 27 રન (અણનમ) અને અશ્વિનએ 1 રન (અણનમ) બનાવ્યો હતો.

CSKની બોલિંગ : ચૈન્નાઇ સુપર કિંગ્સએ પ્રથમ બોલિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી. જેમાં આકાશ સિંઘએ 2 ઓવરમાં 0 વિકેટ, તુષાર દેશપાંડએ 4 ઓવરમાં 2 વિકેટ, મનિષએ 4 ઓવરમાં 1 વિકેટ, જાડેજાએ 4 ઓવરમાં 1 વિકેટ, મોઇન અલિએ 2 ઓવરમાં 0 વિકેટ અને મથીશાએ 4 ઓવરમાં 0 વિકેટ ઝડપી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગઃ રુતુરાજ ગાયકવાડ 29 બોલમાં 47 રન બનાવ્યા હતા. ડેવન કોનવે 16 બોલમાં 8 રન, અજિંક્ય રહાણે 13 બોલમાં 15 રન કર્યા હતા. શિવમ દુબે 33 બોલમાં 2 ચોક્કા અને 4 સિક્સની મદદથી 52 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુ 2 બોલમાં શૂન્ય રન, મોઈન અલી 12 બોલમાં 23 રન અને રવિન્દ્ર જાડેજા 15 બોલમાં 23 રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને એક એલબીનો અને એક વાઈડ એમ કુલ 2 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 20 ઓવરને અંતે 6 વિકેટ ગુમાવીને કુલ 170 રન બનાવી શકી હતી અને રાજસ્થાન રોયલ્સની 32 રને જીત થઈ હતી.

રાજસ્થાન રોયલ્સની બોલીંગઃ સનદીપ શર્મા 4 ઓવરમાં 24 રન આપ્યા હતા. કુલદીપ યાદવ 3 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ લીધી હતી. જેસન હોલ્ડર 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. રવિચંદ્રન અશ્વીન 4 ઓવરમાં 35 રન આપી 2 વિકેટ ઝડપી હતી. એડમ ઝમ્પા 3 ઓવરમાં 22 રન આપી 3 વિકેટ લીધી હતી. યઝુવેન્દ્ર ચહલ 2 ઓવરમાં 21 રન આપ્યા હતા.

પોઈન્ટ્સ ટેબલ ( IPL 2023Points Table ) આજની મેચના પરિણામ પછી રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે આવી ગયું હતું. ત્યાર બાદ બીજા નંબરે ગુજરાત ટાઈટન્સ 10 પોઈન્ટ, ત્રીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ, ચોથા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 8 પોઈન્ટ હતા. પંજાબ કિંગ્સ 8 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 6 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 6 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 4 પોઈન્ટ હતા.

સાતમાંથી પાંચ મેચ જીતી: ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝનમાં સાતમાંથી પાંચ મેચ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. તેઓ આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આ સિઝનમાં સૌથી વધુ સ્કોર કર્યા બાદ આ રમતમાં આવી રહ્યા છે. ડેવોન કોનવે, અજિંક્ય રહાણે અને શિવમ દુબેની અડધી સદીની મદદથી પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 235 રન બનાવ્યા હતા. KKR, બદલામાં, પેચમાં સારી હતી અને 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 186 રન બનાવી લીધા હતા. CSKએ 49 રનથી મેચ જીતી લીધી હતી.

Jofra Archer: તો આ કારણે આઈપીએલ મેચ રમી રહ્યો નથી મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર

આમ છે ટિમોના પ્લેઇંગ XI: રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, જોસ બટલર, એસવી સેમસન(સી), ડીસી જુરેલ, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, બેન્ચ: આર પરાગ, કેએમ આસિફ, એનએ સૈની, ડી ફરેરા, મુરુગન અશ્વિન, જેઈ રૂટ, કુણાલ સિંહ રાઠોડ, અબ્દુલ બાસિથ, એપી વસિષ્ઠ, કેસી કરિઅપ્પા, ઓસી મેકકોય, કેઆર સેન, કુલદિપ યાદવ, એ ઝમ્પા, ચેન્નાઈ સુપર કિંગ્સ: આરડી ગાયકવાડ, ડેવોન કોનવે, એટી રાયડુ, અજિંક્ય રહાણે, એમએમ અલી, આરએ જાડેજા, એસ દુબે, એમએસ ધોની(સી), ટીયુ દેશપાંડે, મથીશા પાથિરાના, એમ તીક્ષાના, બેન્ચ : બેન સ્ટોક્સ, મિશેલ સેન્ટનર, ડીએલ ચહર, આરએસ હંગરગેકર, એસપી સેનાપતિ, શૈક રશીદ, નિશાંત સિંધુ, સિમરજીત સિંહ, એસએસબી મગાલા, ડ્વેન પ્રિટોરિયસ, ભગત વર્મા, એજે મંડલ, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, આકાશ સિંહ

IPL 2023: મુંબઇ ઇન્ડિયન્સ સપોર્ટ કરવા 600 લોકોનું ગ્રુપ પહોંચ્યું સ્ટેડિયમ

પીચ રિપોર્ટ: જયપુરમાં આ સિઝનની બીજી મેચ હશે. એલએસજી અને આરઆર વચ્ચેની પ્રથમ રમતમાં રોયલ્સ 155 રનના લક્ષ્યાંકનો પીછો કરવામાં નિષ્ફળ રહી હતી. પીચ ઓછા સ્કોરિંગ રોમાંચક મુકાબલો પેદા કરી શકે છે. આ મેદાન પર છેલ્લી પાંચ T20 મેચોમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 126 રનનો રહ્યો છે.

Last Updated : Apr 27, 2023, 11:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.