ગુજરાત

gujarat

માહીનો ખુલાસો, IPLમાંથી નિવૃત્તિ પછી બોલિવૂડમાં એન્ટ્રી કરશે કે નહી, જાણો

By

Published : Oct 6, 2021, 5:28 PM IST

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે ધોનીની IPL (ઇન્ડિયન પરમીયર લીગ) માંથી નિવૃત્તિના સમાચાર આવી રહ્યા છે. આ સાથે હવે ધોનીના બોલિવૂડમાં આવવાની અટકળો ચાલી રહી છે. એક ઇવેન્ટમાં ધોનીએ બોલિવૂડમાં એન્ટ્રી અંગે પોતાની વાત સ્પષ્ટ કરી છે.

માહીનો ખુલાસો, IPLમાંથી નિવૃત્તિ પછી બોલિવૂડમાં એન્ટ્રી કરશે કે નહી, જાણો
માહીનો ખુલાસો, IPLમાંથી નિવૃત્તિ પછી બોલિવૂડમાં એન્ટ્રી કરશે કે નહી, જાણો

  • ધોનીના બોલિવૂડમાં આવવાની અટકળો
  • ધોનીના IPL માંથી સંન્યાસના સમાચાર આવી રહ્યા છે
  • બોલિવૂડમાં એન્ટ્રી અંગે વિચાર નથીઃ માહી

ન્યૂઝ ડેસ્કઃ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે ધોનીની IPL (ઇન્ડિયન પરમીયર લીગ) માંથી સંન્યાસના સમાચાર આવી રહ્યા છે. આ સાથે હવે ધોનીના બોલિવૂડમાં આવવાની અટકળો ચાલી રહી છે. એક ઇવેન્ટમાં ધોનીએ બોલિવૂડમાં એન્ટ્રી અંગે પોતાનો મુદ્દો સ્પષ્ટ રીતે મૂક્યો છે.

ચેન્નઇમાં તેની છેલ્લી મેચ રમવાની આશા

40 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેને સિંહ ધોની ઇન્ડિયા સિમેન્ટ્સની 75 મી વર્ષગાંઠની ઉજવણીમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તે ચેન્નઇમાં તેની છેલ્લી મેચ રમવાની આશા રાખે છે.

માહીએ હેવું છે કે અભિનય કરવોએ સહેલી વાત નથી

માહીએ સ્પષ્ટપણે કહ્યું છે કે નિવૃત્તિ પછી બોલિવૂડમાં જવાની તેમની કોઈ વિચાર નથી. ધોનીનું કહેવું છે કે અભિનય કરવોએ સહેલી વાત નથી અને એમણે કહ્યું કે તે ક્રિકેટ સાથે જોડાયેલા રહેશે.

બોલિવૂડ ખરેખર મારો વિષય રહ્યો નથી

ધોનીએ કહ્યું, 'તમે જાણો છો કે બોલિવૂડ ખરેખર મારો વિષય રહ્યો નથી, જ્યાં સુધી જાહેરાતનો સવાલ છે, હું તે કરવામાં ખુશ છું, પરંતુ જ્યારે ફિલ્મોની વાત આવે છે, ત્યારે લાગે છે કે તે ખરેખર ખૂબ જ મુશ્કેલ કામ છે, હું આ ફિલ્મો સ્ટારો પાસે જ રહેવા દઈશ, તે ફિલ્મ સ્ટાર્સ માટે, કારણ કે તેઓ તેના લાયક છે, હું ક્રિકેટ સાથે જોડાયેલો રહીશ, હું જાહેરાતો સુધી મર્યાદિત છું, વધુ કંઈ નહીં.

આ પહેલા પણ ખેલાડીઓ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા

તાજેતરમાં, ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે ફિલ્મ 'ફ્રેન્ડશીપ' થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી છે. આ પહેલા અજય જાડેજા, બ્રેટ લી અને વિનોદ કાંબલી જેવા ખેલાડીઓ પણ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.


આ પણ વાંચોઃજર્મનીએ રિલીઝ કર્યો યુરો કપ-2024નો લોગો, જોવા મળ્યા 55 સભ્ય દેશોના ધ્વજના રંગ

આ પણ વાંચોઃરોમાંચક તબક્કામાં પ્રવેશી IPL-2021, આ 3 દિવસે નહીં રમાય એકપણ મેચ

TAGGED:

ABOUT THE AUTHOR

...view details