ગુજરાત

gujarat

IPL 2021: આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો, MIનું પલડું ભારે

By

Published : Sep 23, 2021, 1:00 PM IST

આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો
આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો ()

IPLની 14મી સીઝનના બીજા મુકાબલામાં વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમો સામસામે ટકરાશે. મુંબઈની ટીમ ગત મેચની અસફળતા ભૂલીને કેકેઆરની વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરશે.

  • અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં ટકરાશે MI અને KKR
  • મુંબઈ ઇન્ડિયન્સ સામે 12માંથી 11 મેચ હાર્યું છે કોલકાતા નાઇટ રાઇડર્સ
  • પોઇન્ટ ટેબલમાં મુંબઈ ચોથા સ્થાને

હૈદરાબાદ: વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ માટે આઈપીએલ-2021ના બીજા ફેઝની શરૂઆત સારી નથી રહી. આવામાં તે ગુરૂવારના કોલકાતા નાઇટરાઇડર્સની ટીમની વિરુદ્ધ મેચ જીતીને ટ્રેક પર પાછા ફરવાનો પ્રયત્ન કરશે.

RCB સામેના વિજય બાદ KKR આત્મવિશ્વાસથી ભરપૂર

તો બીજા ફેઝના પોતાના પહેલા મુકાબલામાં વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી આરસીબીને હરાવ્યા બાદ કેકેઆરનો આત્મવિશ્વાસ ઘણો જ વધ્યો છે. તે 5વારની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની વિરુદ્ધ પ્રદર્શન ચાલું રાખવાનો પ્રયત્ન કરશે.

પોઇન્ટ ટેબલમાં મુંબઈ ચોથા સ્થાને

ઉલ્લેખનીય છે કે પોઇન્ટ ટેબલમાં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ ચોથા સ્થાન પર છે. તેણે અત્યાર સુધી 8 મેચો રમી છે, જેમાંથી તેને 4 મેચમાં જીત મળી છે. તો કોલકાતા નાઇટરાઇડર્સ 8માંથી 3 મેચ જીતી ચૂકી છે. તેમની પાસે કુલ 6 પોઇન્ટ છે અને તે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. કેકેઆર માટે મુંબઈ ઇન્ડિયન્સને હરાવવું સરળ નહીં હોય, કેમકે આંકડાઓ પ્રમાણે મુંબઈ હંમેશા કેકેઆર પર ભારે પડી છે.

મુંબઈ સામેની 12 મેચોમાંથી 11માં કોલકાતા હાર્યું

બંને ટીમો વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી કુલ 28 મેચ રમાઈ છે, જેમાંથી 22માં મુંબઈને જીત મળી છે. તો કેકેઆર ફક્ત 6વાર જીત મેળવી શકી છે. છેલ્લી 6 સીઝનમાં કેકેઆરની ટીમ મુંબઈની વિરુદ્ધ ફક્ત એકવાર જીત મેળવી શકી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 12 મેચોમાંથી 11માં મુંબઈનો વિજય થયો છે.

શેખ ઝાયદ સ્ટેડિયમમાં કોણ મારશે બાજી?

આજે એટલે કે ગુરૂવારના અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં થનારી મેચ બંને વચ્ચે ત્રીજી ટક્કર હશે વર્ષ 2020માં આ મેદાન પર રમાયેલી બંને મેચો મુંબઈ ઈન્ડિયન્સના નામે રહી હતી. આઈપીએલ 2021ની પહેલી મેચમાં પણ બંને વચ્ચે જે ટક્કર થઈ હતી તે પણ મુંબઈના નામે રહી હતી. એ મેચમાં રોહિત શર્મા (43) અને સૂર્યકુમાર યાદવ (56)ની ધમાકેદાર ઇનિંગની મદદથી મુંબઈએ કોલકાતા સામે પહેલા બેટિંગ કરતા 20 ઑવરમાં 10 વિકેટે 152 રન બનાવ્યા હતા, જેને કોલકાતાની ટીમ આટલી જ 7 વિકેટ ગુમાવીને પાર કરી શકી નહીં. ટ્રેન્ટ બૉલ્ટે 27 રન આપીને 2 વિકેટ અને રાહુલ ચાહરે 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ ઝડપીને કોલકાતાની આશાઓ પર પાણી ફેરવ્યું હતું.

વધુ વાંચો: IPL 2021: હૈદરાબાદનો દિલ્હી સામે ફ્લોપ શો, હૈદરાબાદ 8 વિકેટે મેચ હાર્યુ

વધુ વાંચો: IPL ફેઝ-2માં પણ કોરોનાનો પગપેસારો, હૈદરાબાદનો આ ઘાતક બોલર આવ્યો કોરોના પોઝિટિવ

ABOUT THE AUTHOR

...view details