IPL 2021: હૈદરાબાદનો દિલ્હી સામે ફ્લોપ શો, હૈદરાબાદ 8 વિકેટે મેચ હાર્યુ

author img

By

Published : Sep 23, 2021, 10:22 AM IST

IPL 2021: હૈદરાબાદનો દિલ્હી સામે ફ્લોપ શો,  હૈદરાબાદ 8 વિકેટે મેચ હાર્યુ

135 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યા બાદ દિલ્હીએ 8 વિકેટે જીત મેળવી હતી. શ્રેયસ અય્યર અને રિષભ પંતની શાનદાર ઇનિંગ્સની પાછળ બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવીને દિલ્હી કેપિટલ્સે તેમના પ્રદર્શનનો ઉત્કૃષ્ટ દેખાવ ચાલુ રાખ્યો હતો.

  • લોઅર-ઓર્ડર ખેલાડીઓના કારણે હૈદરાબાદ સ્નમાન જનક સ્કોર પર પહોંચ્યું
  • હૈદરાબાદનો દિલ્હી સામે ફ્લોપ શો
  • રિષભ પંતની શાનદાર ઇનિંગ્સની મદદથી દિલ્લીએ મેચમાં જીત મેળવી

ન્યુઝ ડેસ્ક : લીગના પ્રથમ ચરણમાં આઠ માંથી છ મેચ જીતનાર દિલ્હીએ તે ગતિ જાળવી રાખી હતી. કારણ કે સનરાઇઝર્સે બોલીંગ અને બેટીંગ બંનેથી નિરાશ સાબિત કર્યા હતા. દિલ્હીના ઝડપી બોલરોએ સનરાઇઝર્સને નવ વિકેટે 134 રન સુધી મર્યાદિત રાખ્યા હતા. તેમજ જવાબમાં બેટ્સમેનોએ આઠ વિકેટ અને 13 બોલ બાકી રાખીને 139 રન બનાવીને જીત મેળવી હતી.

આ પણ વાંચો :ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ

સર્જરી બાદ અય્યરેની શાનદાર વાપસી

સર્જરીના કારણે પહેલેથી બહાર રહેલા અય્યરે શાનદાર વાપસી કરી હતી, 41 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 47 રન બનાવ્યા હતા. તે જ સમયે, વર્તમાન કેપ્ટન પંતે 21 બોલમાં 35 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. દિલ્હીના ઓપનરોએ પૃથ્વી શો (11) અને શિખર ધવનની વિકેટ ગુમાવી હતી. ધવને 37 બોલમાં 42 રન બનાવ્યા જેમાં તેણે છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. અગાઉ, સનરાઇઝર્સના કેપ્ટન કેન વિલિયમસનનો ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. જ્યારે ઓપનર ડેવિડ વોર્નર ઇનિંગના ત્રીજા બોલ પર આઉટ થયો હતો. તે સમયે સ્કોર બોર્ડ પર એક પણ રન ન હતો. રિદ્ધિમાન સાહા (18) એ પછી સુકાની વિલિયમસન (18) સાથે 29 રનની ભાગીદારી કરી.

આ પણ વાંચો :IPL ફેઝ-2માં પણ કોરોનાનો પગપેસારો, હૈદરાબાદનો આ ઘાતક બોલર આવ્યો કોરોના પોઝિટિવ

લોઅર-ઓર્ડર ખેલાડીઓના કારણે હૈદરાબાદ સ્નમાન જનક સ્કોર પર પહોંચ્યું

કાગીસો રબાડાએ સાહાને મિડવિકેટ પર શિખર ધવન દ્વારા કેચ અપાવ્યો. વિલિયમસને મનીષ પાંડે સાથે ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો અને ત્રીજી વિકેટની ભાગીદારીમાં 31 રન ઉમેર્યા પરંતુ અક્ષર પટેલે ભાગીદારી તોડી નાખી. તેણે વિલિયમસનને શિમરોન હેટમાયર દ્વારા કેચ કરાવીને સૌથી મોટો ફટકો આપ્યો હતો. પાંડેએ 18 રન કર્યા બાદ તેની વિકેટ પણ ગુમાવી હતી. જ્યારે કેદાર જાધવ માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. જેસન હોલ્ડરે માત્ર દસ રનનું યોગદાન આપ્યું હતું. લોઅર-ઓર્ડર અબ્દુલ સમદે 21 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા, જ્યારે રાશિદ ખાને 19 બોલમાં 22 રન બનાવીને ટીમને શરમજનક સ્કોરથી બચાવ્યો હતો.

દિલ્હીના કેપ્ટન રિષભ પંત સમદ રબાડાના બોલ પર કેચ આઉટ થયો હતો. રાશિદે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો, તે રન આઉટ થયો. દિલ્હી માટે રબાડાએ ચાર ઓવરમાં 37 રન આપીને ત્રણ વિકેટ લીધી જ્યારે એનરિક નોરખીયા અને અક્ષર પટેલને બે -બે વિકેટ મળી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.