ગુજરાત

gujarat

Ind vs Eng 4th Test: ઇંગ્લેન્ડની પકડ મજબૂત, ભારતે 64 રનમાં ગુમાવી 3 વિકેટ

By

Published : Sep 2, 2021, 4:22 PM IST

Updated : Sep 2, 2021, 6:36 PM IST

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમોએ 2-2 બદલાવ કર્યા છે. ભારતે શાર્દુલ અને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કર્યા છે. ઇંગ્લેન્ડે ઓલી પોપ અને ક્રિસ વૉક્સને તક આપી છે.

ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી
ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી

  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં ચોથી ટેસ્ટ મેચ
  • ઇંગ્લેન્ડે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી
  • ભારતે શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવને તક આપી

ન્યૂઝ ડેસ્ક: એકવાર ફરી લંડનમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમો સામસામે ટકરાઈ રહી છે. બીજી ટેસ્ટ મેચ લૉર્ડ્સમાં રમાઈ હતી, તો હવે મેદાન ઓવલ છે. ઇંગ્લેન્ડે ટૉસ જીત્યો છે અને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગમાં આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી. ભારતે 28 રનના સ્કોર પર તેના બંને ઑપનર રોહિત શર્મા (11 રન) અને કે.એલ. રાહુલ (17 રન)ની વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા પણ 4 રન બનાવીને એન્ડરસનનો શિકાર બન્યો. ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસન, રૉબિન્સન અને વૉક્સે 1-1 વિકેટ ઝડપી છે. ભારત તરફથી વિરાટ કોહલી (22 રન) અને રવિન્દ્ર જાડેજા (6 રન) રમતમાં છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી ભારતનો સ્કોર પહેલી ઇનિંગમાં 3 વિકેટે 64 રન છે.

સીરીઝ 1-1ની બરાબરી પર

ભારત અને ઇંગ્લેન્ડ સીરીઝમાં 1-1ની બરાબરી પર છે અને આ મેચ દરેક સ્થિતિમાં જીતવા ઇચ્છશે. ટૉસ જીતવાની વાત કરીએ તો અત્યાર સુધી ટોસ જીતનારો કેપ્ટન આ સીરીઝમાં મેચ જીતી શક્યો નથી. લૉર્ડ્સમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટૉસ જીતીને બૉલિંગનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભારતીય ઑપનિંગ જોડીએ શતકીય ભાગેદારી કરી અને છેલ્લા દિવસે આ મેચ ભારત 151 રનથી જીતવામાં સફળ રહ્યું.

હેડિંગ્લેમાં ભારત ઇનિંગ અને 76 રને હાર્યું

તો હેડિંગ્લેમાં વિરાટ કોહલીએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ફક્ત 78 રન પર ભારતીય ટીમ ઑલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ આ મેચ 76 રને જીત્યું હતું.

બંને ટીમોએ 2-2 બદલાવ કર્યા

બંને ટીમોની વાત કરીએ તો 2 બદલાવ બંને ટીમોએ કર્યા છે. ઇંગ્લેન્ડમાં ક્રિસ વૉક્સે સેમ કરનની જગ્યા લીધી છે. વિકેટકીપર જૉસ બટલરની જગ્યાએ ઑસી પોપને સામેલ કરવામાં આવ્યો છે.

ભારતે મોહમ્મદ શમીની જગ્યાએ શાર્દુલ ઠાકુરને અને ઇશાંત શર્માની જગ્યાએ ઉમેશ યાદવને તક આપી છે.

Last Updated :Sep 2, 2021, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details