ગુજરાત

gujarat

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી વર્લ્ડકપની ફાઈનલ જોવા પીએમ મોદી આવશે અમદાવાદ

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 4:20 PM IST

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બર, રવિવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતે પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મળેલી માહિતી અનુસાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેચ જોવા આવશે.

pm-modi-in-ahmedabad-india-vs-australia-world-cup-final-2023-narendra-modi-stadium-ahmedabad
pm-modi-in-ahmedabad-india-vs-australia-world-cup-final-2023-narendra-modi-stadium-ahmedabad

અમદાવાદ:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. રાજ્યના ગૃહ વિભાગના એક અધિકારીએ નામ જાહેર ના કરવાની શરતે જણાવ્યું હતું કે પીએમ મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી ક્રિકેટ મેચમાં હાજર રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારશે. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે અનેક મહાનુભાવો પણ હાજરી આપશે.

BCCI ખાસ તૈયારીઓ કરી રહ્યું છે: ટીમ ઈન્ડિયાની નજર આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને 2003 વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા પર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા રેકોર્ડ છઠ્ઠી વખત ટાઈટલ કબજે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બંને ટીમો પાવરફુલ છે, તેથી અમદાવાદમાં ક્રિકેટ ચાહકોને કપરી સ્પર્ધા જોવા મળશે. આ શાનદાર મેચને યાદગાર બનાવવા માટે BCCI પણ ખાસ તૈયારીઓ કરી રહ્યું છે.

રંગારંગ સમાપન સમારોહનું આયોજન: 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપ ફાઈનલના દિવસે ભવ્ય સમાપન સમારોહનું આયોજન કરવામાં આવશે. અહેવાલો અનુસાર, આ સમારોહમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ તેમના પરફોર્મન્સથી ચમકશે.

સ્ટેડિયમ બહાર એરફોર્સ દ્વારા રિહર્સલ:નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આકાશમાં ભારતીય વાયુ સેનાના સૂર્ય કિરણ એરોબિતિક ટીમ દ્વારા રિહસર્સલ કરવામાં આવ્યું હતું. 9 જેટ દ્વારા અવનવા કરતબો આકાશમાં દર્શાવવામાં આવ્યા હતા. ફાઈનલ મેચને લઈને હાલમાં મેદાન ઉપર તૈયારીઓ ચાલી રહી છે. આજે વહેલી સવારથી જ સ્ટેડિયમની બહાર ક્રિકેટ જેવો માહોલ જોવા મળ્યો હતો. બપોરના સમયે એરફોર્સ દ્વારા રવિવારે રમાનાર મેચને લઈને એર શો રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં 9 જેટલા એર ફાઈટર પ્લેન દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.

  1. વાયુસેનાનો 'એર શો' વધારશે વર્લ્ડ કપની ફાઈનલની શાન, 5 ફાઇટર જેટ દ્વારા ફાઈનલ મેચ પહેલા પ્રદર્શન
  2. વર્લ્ડ કપનો ફીનાલે જોવા રવિવારે અમદાવાદ આવશે પીએમ મોદી, તો ભારતીય વાયુસેના દ્વારા વર્લ્ડ કપ ફાઈનલ પહેલા એર શોનું આયોજન

ABOUT THE AUTHOR

...view details