ગુજરાત

gujarat

ICCની વનડે અને ટી20 ટીમમાં સ્મૃતિ મંધાનાનો સમાવેેશ

By

Published : Dec 17, 2019, 7:14 PM IST

દુબઈ: ભારતીય ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાને મંગળવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની વર્ષની વનડે અને ટી20 ટીમમાં સામેલ કરાઈ છે.

smiti mandhana
smiti mandhana

વનડે ટીમમાં મંધાના સાથે ઝૂલન ગોસ્વામી, પૂનમ યાદવ અને શિખા પાંડેને પણ જગ્યા મળી છે. જ્યારે ટી20 ટીમમાં તેમની સાથે હરફનમૌલા, દીપ્તિ શર્મા છે.

23 વર્ષની મંધાનાએ 51 વનડે અને 66 ટી20 આંતરરાષ્ટ્રીય સિવાય 2 ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓએ વનડે અને ટી20માં 3476 રન બનાવ્યા છે.

આ વર્ષની શરુઆતમાં શ્રીલંકા વિરુદ્ધ રેકોર્ડ 148 રનની ઈનિંગ રમનારી ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીને વર્ષની સર્વશ્રેષ્ઠ ટી20 ક્રિકેટર તરીકે પસંદ કરાઈ છે.

વર્ષની ઉભરતી ક્રિકેટરનો એવોર્ડ થાઈલેન્ડની ચાનિંડા સુથિરયુંગને આપવામાં આવ્યો છે. 26 વર્ષની ફાસ્ટ બોલરે આ વર્ષે ICC મહિલા ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં 12 વિકેટ ઝડપી હતી.

ABOUT THE AUTHOR

...view details